વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp23 નં. ૧ પાન ૫
  • ઈશ્વરને તમારી ખૂબ ચિંતા છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરને તમારી ખૂબ ચિંતા છે
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • સરખી માહિતી
  • દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો
    સજાગ બનો!—૨૦૦૯
  • મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ઈશ્વરે આપ્યું વચન, થશે સ્વસ્થ મન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • દુનિયાભરમાં માનસિક બીમારીનો કહેર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
wp23 નં. ૧ પાન ૫
એક યુવાન પલંગની પાસે જમીન પર બેઠો છે અને બાઇબલ વાંચી રહ્યો છે.

ઈશ્વરને તમારી ખૂબ ચિંતા છે

બાઇબલમાં જીવન જીવવા વિશે સૌથી સારી સલાહ આપવામાં આવી છે, કેમ કે એ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે. જોકે એ સારવારને લગતું પુસ્તક નથી, તોપણ એમાં આપેલાં અમુક સૂચનો અલગ અલગ સંજોગો સામે લડવા મદદ કરે છે. જેમ કે ડર અથવા ચિંતાઓ આપણને કોરી ખાય, કોઈ એકની એક વાત વિચાર કરીને હેરાન થઈએ, દુઃખના લીધે રડવું આવે કે પછી શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને લીધે નિરાશ થઈ જઈએ.

સૌથી સારી વાત એ છે કે બાઇબલમાંથી એવી ખાતરી મળે છે કે આપણને બનાવનાર ઈશ્વર યહોવાa આપણા વિચારો અને લાગણીઓ સમજે છે. તે આપણને બીજાઓ કરતાં વધારે સારી રીતે સમજે છે. એટલું જ નહિ તે આપણને મદદ કરવા આતુર છે, પછી ભલેને આપણા પર કોઈ પણ મુશ્કેલીઓ આવી પડે. ચાલો હવે, બાઇબલની એવી બે કલમો પર ધ્યાન આપીએ જેનાથી દિલાસો મળે છેઃ

“દુઃખી લોકોના પડખે યહોવા છે. કચડાયેલા મનના લોકોને તે બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

“હું યહોવા તારો ઈશ્વર, તારો જમણો હાથ પકડી રાખું છું. હું તને કહું છું: ‘ડરીશ નહિ, હું તને મદદ કરીશ.’”—યશાયા ૪૧:૧૩.

પણ યહોવા માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફોનો સામનો કરવા કઈ રીતે આપણી મદદ કરે છે? હવે પછીના લેખોમાં જણાવ્યું છે કે યહોવાને ખરેખર આપણી ચિંતા છે અને તે આપણી મદદ કરવા ચાહે છે.

a પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો