વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp23 નં. ૧ પાન ૮-૯
  • ૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?
  • આપણે શું કરી શકીએ?
  • દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો
    સજાગ બનો!—૨૦૦૯
  • શા માટે હું આટલો ઉદાસીન બની જાઉં છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • ૩ | જેઓએ તમારા જેવું અનુભવ્યું, તેઓ પાસેથી શીખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
  • ડિપ્રેશન
    સજાગ બનો!—૨૦૧૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૩
wp23 નં. ૧ પાન ૮-૯
એક વૃદ્ધ માણસ બાઇબલ વાંચીને એના પર મનન કરી રહ્યા છે.

૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “વર્ષો અગાઉ શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું હતું, એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે અને ઉત્તેજન આપે છે.”—રોમનો ૧૫:૪.

એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?

વારંવાર નિરાશ કરતા વિચારો આવે ત્યારે, બાઇબલ વાંચવાથી દિલાસો મળે છે અને એવા વિચારોને મનમાંથી કાઢી નાખવા મદદ મળે છે. બાઇબલમાંથી એ આશા પણ મળે છે કે બહુ જલદી જ ડર, હતાશા, ચિંતા અને નિરાશ કરતી લાગણીઓ રહેશે જ નહિ.

આપણે શું કરી શકીએ?

આપણે ક્યારેક ને ક્યારેક ઉદાસ થયા હોઈશું કે નિરાશાની લાગણીઓ અનુભવી હશે. પણ જેઓ વારંવાર વધારે પડતી ચિંતા (ઍંગ્ઝાયટિ) અથવા ડિપ્રેશન અનુભવતા હોય છે, તેઓ કદાચ દરરોજ ઉદાસ રહેતા હોય છે. તેઓને બાઇબલ કઈ રીતે મદદ કરી શકે?

  • બાઇબલમાં એવી વાતો લખી છે, જે વાંચવાથી આપણે નિરાશ કરતી બાબતો વિશે વિચારવાને બદલે સારી વાતો પર મન લગાડી શકીએ છીએ. (ફિલિપીઓ ૪:૮) એમ કરવાથી આપણને દિલાસો અને રાહત મળે છે. એટલું જ નહિ, પોતાની લાગણીઓ પર કાબૂ પણ મેળવી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૯૪:૧૮, ૧૯.

  • ઘણી વાર આપણે પોતાને નકામા સમજવા લાગીએ, પણ બાઇબલની મદદથી આપણે પોતાના વિચારો બદલી શકીએ છીએ.—લૂક ૧૨:૬, ૭.

  • બાઇબલના ઘણા અહેવાલોથી ખાતરી મળે છે કે આપણે એકલા નથી. આપણને બનાવનાર ઈશ્વર આપણી સાથે છે અને તે આપણી લાગણીઓ સારી રીતે સમજે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮; ૧ યોહાન ૩:૧૯, ૨૦.

  • બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર એવી બધી જ કડવી યાદોને હંમેશ માટે મિટાવી દેશે જેનાથી આપણને દુઃખ થાય છે. (યશાયા ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૪) એ વચનને યાદ કરવાથી વારંવાર હેરાન-પરેશાન કરતી લાગણીઓ અને વિચારો સામે લડવા હિંમત મળે છે.

જેસીકાને પવિત્ર શાસ્ત્રમાંથી મદદ મળી રહી છે

માનસિક બીમારીની મારા પર અસર

જેસીકા સૂઈ ગઈ છે અને તેના હાથમાં ખુલ્લું પડેલું બાઇબલ છે.

“હું ૨૫ વર્ષની હતી ત્યારે, મારા માટે અચાનક રોજબરોજનું કામ કરવું મુશ્કેલ થઈ ગયું. ડૉક્ટર પાસે જવાથી જાણવા મળ્યું કે મને ગંભીર ડિપ્રેશનની બીમારી છે. મારા જીવનમાં એવા ઘણા ખરાબ બનાવો બન્યા હતા, જે હંમેશાં મારી આંખો સામે ફર્યા કરતા. મારા માટે એ કડવી યાદો ભૂલવી અઘરી હતી. ડૉક્ટરોએ મને જણાવ્યું કે એ બનાવોના લીધે મને નિરાશ કરતા વિચારો આવે છે, એટલે મને ડિપ્રેશન છે. દવાઓ લેવાની સાથે સાથે મારે નિયમિત ડૉક્ટર પાસે જવાની પણ જરૂર હતી, જેથી હું જાણી શકું કે કયા વિચારો મને નિરાશ કરે છે અને એવું વિચારવાનું બંધ કરી શકું.”

પવિત્ર શાસ્ત્રમાંથી મદદ

“એક સમય એવો હતો જ્યારે હું બહુ જ ડિપ્રેશનમાં રહેતી. હું એકદમ ગભરાઈ (પેનિક એટેક) જતી, વધારે પડતી ચિંતા કરવા લાગતી અને રાત્રે ઊંઘી નહોતી શકતી. રાતના સમયે મોટા ભાગે મારા મનમાં નિરાશ કરતા વિચારો આવતા અને મારી હાલત ખરાબ થઈ જતી. પણ જેમ ગીતશાસ્ત્ર ૯૪:૧૯માં જણાવ્યું છે કે આપણે ચિંતાઓના બોજથી દબાઈ જઈએ ત્યારે, ઈશ્વર આપણને દિલાસો આપી શકે છે અને આપણું મન શાંત કરી શકે છે. એટલે હું હંમેશાં પલંગ પાસે બાઇબલ રાખતી અને સાથે એક નોટબુક પણ રાખતી, જેમાં ઉત્તેજન આપતી કલમો લખી રાખી છે. જ્યારે મને ઊંઘ નથી આવતી, ત્યારે હું એ કલમો વાંચું છું. ખરેખર, ઈશ્વરની વાતો પર મનન કરવાથી મારું મન શાંત થઈ જાય છે.

“બાઇબલ વાંચવાથી આપણે પોતાના વિચારો બદલી શકીએ છીએ. જેમ કે પહેલાં માનતી હતી કે હું નકામી છું, કોઈ મને પ્રેમ કરી જ ના શકે. પણ પછી બાઇબલમાંથી શીખવા મળ્યું કે એવું વિચારવું ખોટું છે. બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા પ્રેમાળ ઈશ્વર છે અને કરુણાથી ભરપૂર છે. તે એક પિતાની જેમ આપણા દરેકની ચિંતા કરે છે. હું ધીરે ધીરે મારા વિચારોમાં ફેરફાર કરી શકી. નિરાશ કરે એવી બાબતો વિશે વિચારવાનું બંધ કરી શકી. હું વારંવાર પોતાને યાદ અપાવતી કે યહોવા મને કીમતી ગણે છે. એ એક મહત્ત્વનું પગલું હતું. જેનાથી હું પોતાના વિશે જે વિચારતી હતી એમાં સુધારો કરી શકી.

“હું એ દિવસની આતુરતાથી રાહ જોઉં છું જ્યારે કોઈ માનસિક બીમારી નહિ હોય. મારા મનમાં ફરી ક્યારેય નિરાશ કરતા વિચારો નહિ આવે. હું ફરી ક્યારેય ડર, ચિંતા કે હતાશાથી ઘેરાયેલી નહિ રહું. એ આશાથી મને આજે બીમારી સામે લડવા હિંમત મળે છે. મને પૂરી ખાતરી છે કે આ લડાઈનો ચોક્કસ અંત આવશે.”

વધારે મદદ:

ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૯, સજાગ બનો!નો આ લેખ વાંચો: “દિલાસો આપનાર ઈશ્વરનો સહારો લો.” એ લેખ jw.org/gu પર પ્રાપ્ય છે.

બાઇબલમાં ગીતશાસ્ત્ર નામનું પુસ્તક છે. jw.org/gu પર એનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો