અભ્યાસ માટે સૂચન
અભ્યાસ કરો, શીખેલી વાતો બીજાઓને જણાવો
બાઇબલનો અભ્યાસ કરવાથી આપણને તાજગી મળે છે. પણ જે વાતો શીખવાથી આપણે યહોવાની વધારે નજીક ગયા છીએ, એ બીજાઓને જણાવવાથી વધારે તાજગી મળે છે. નીતિવચનો ૧૧:૨૫માં લખ્યું છે: “બીજાને તાજગી આપનાર પોતે પણ તાજગી મેળવશે.”
શીખેલી વાતો બીજાઓને જણાવીએ છીએ ત્યારે એ મુદ્દા આપણને સહેલાઈથી યાદ રહી જાય છે અને આપણી સમજણ વધે છે. વધુમાં આપણે જાણીએ છીએ કે એ મુદ્દાઓથી બીજાઓને ફાયદો થઈ શકે છે. એટલે બીજાઓને એ વિશે જણાવવાથી આપણને ખુશી મળે છે.—પ્રે.કા. ૨૦:૩૫.
અજમાવી જુઓ: આ અઠવાડિયે કોઈકને એ જણાવવાની તક શોધો કે તમને શું શીખવા મળ્યું. તમે કદાચ કુટુંબના કોઈ સભ્યને, મંડળના કોઈ ભાઈ કે બહેનને, સાથે કામ કરનારને, સાથે ભણનારને, પડોશીને કે પ્રચારમાં મળતી કોઈ વ્યક્તિને એ જણાવી શકો. એ માહિતી પોતાના શબ્દોમાં તેમજ સાદી અને સમજાય એ રીતે જણાવો.
યાદ રાખો: બીજાઓને પોતાના જ્ઞાનથી આંજી નાખવા નહિ, પણ તેઓને ઉત્તેજન આપવા શીખેલી વાત જણાવો.—૧ કોરીં. ૮:૧.