અભ્યાસ માટે સૂચન
એકેય દિવસ બાઇબલ વાંચવાનું રહી ન જાય એ માટે શું કરી શકો?
આપણે દરરોજ ઘણાં કામ કરવાનાં હોય છે. એના લીધે શું રોજ બાઇબલ વાંચવું અઘરું લાગે છે? (યહો. ૧:૮) જો એમ હોય તો નીચે આપેલા કોઈ સૂચન પ્રમાણે કરી જુઓ.
રોજનું અલાર્મ મૂકો. તમારા ફોનમાં એક અલાર્મ મૂકો, જે તમને યાદ કરાવે કે બાઇબલ વાંચવાનું છે.
દેખાય એવી જગ્યાએ બાઇબલ મૂકો. જો તમે છાપેલી પ્રતમાંથી બાઇબલ વાંચતા હો, તો રોજ જોઈ શકો એવી જગ્યાએ બાઇબલ મૂકો.—પુન. ૧૧:૧૮.
ઑડિયો રેકોર્ડિંગ સાંભળો. રોજબરોજનાં કામ કરો ત્યારે બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળો. તારાબહેન એક માતા અને પાયોનિયર છે. તે રાતે નોકરી કરે છે. તે કહે છે: “ઘરનાં કામ કરતી વખતે બાઇબલનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળવાથી મને રોજ બાઇબલ વાંચવા મદદ મળે છે.”
હાર ન માનશો. બાઇબલ વાંચવાના સમયે કોઈ કારણને લીધે તમે બાઇબલ ન વાંચી શકો, તો સૂતા પહેલાં અમુક કલમો વાંચો. કંઈ ન વાંચવા કરતાં, અમુક કલમો વાંચવાથી ચોક્કસ ફાયદો થશે.—૧ પિત. ૨:૨.