ઑડિયો રેકોર્ડિંગનો ઉપયોગ કઈ રીતે કરવો?
૧. આપણી પાસે વાંચન માટેનાં સાહિત્ય ઉપરાંત બીજી કઈ ગોઠવણ છે?
૧ ઘણા લોકો jw.org પર સત્યનાં સુંદર વચનો વાંચવાનો આનંદ માણે છે. (સભા. ૧૨:૧૦) પરંતુ, શું તમે ઑડિયો રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો છે? એનાથી આપણી વેબસાઇટ પર આપવામાં આવેલી ઘણી બધી માહિતી સાંભળવી શક્ય બની છે. ઑડિયો રેકોર્ડિંગ સાંભળવાથી આપણને શું ફાયદો થઈ શકે?
૨. વ્યક્તિગત અથવા કૌટુંબિક અભ્યાસમાં ઑડિયો રેકોર્ડિંગનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ?
૨ વ્યક્તિગત અથવા કૌટુંબિક અભ્યાસ માટે: મુસાફરી કરતી વખતે અથવા દરરોજનાં કામ કરતી વખતે બાઇબલ, મૅગેઝિન અને બીજાં સાહિત્યનાં ઑડિયો રેકોર્ડિંગ સાંભળીને આપણે સમયનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. (એફે. ૫:૧૫, ૧૬) ઑડિયો રેકોર્ડિંગ સાંભળતી વખતે એ જ સાહિત્યમાંથી વાંચવાથી કુટુંબ તરીકેની ભક્તિને વધારે રસપ્રદ બનાવી શકાય છે. જો આપણે વાંચનમાં સુધારો કરવા માંગતા હોઈએ અથવા નવી ભાષા શીખતા હોઈએ, તો વ્યક્તિગત અભ્યાસમાં ઑડિયો રેકોર્ડિંગ સાંભળવાથી ઘણી મદદ મળશે.
૩. પ્રચાર વિસ્તારમાં ઑડિયો રેકોર્ડિંગથી કોને લાભ થઈ શકે?
૩ સેવાકાર્ય માટે: આપણા પ્રચાર વિસ્તારમાં ઘણા લોકો કહે છે કે સાહિત્ય વાંચવા તેઓ પાસે સમય નથી. જોકે, એવા લોકો કદાચ ઑડિયો રેકોર્ડિંગ સાંભળવા તૈયાર થાય. અથવા આપણને બીજી ભાષા બોલતી વ્યક્તિ મળે અને જો તેને ‘પોતાની ભાષામાં’ રાજ્યનો સંદેશો સાંભળવા મળે, તો મોટા ભાગે તે સંદેશામાં રસ બતાવશે. (પ્રે.કૃ. ૨:૬-૮) અમુક સંસ્કૃતિમાં સાંભળવાને મહત્ત્વનો ભાગ ગણવામાં આવે છે. દાખલા તરીકે, મોંગ સંસ્કૃતિના લોકો પોતાનો ઇતિહાસ બાળકોને સંભળાવતા હોય છે. તેમનાં બાળકો એ સાંભળેલી માહિતીને સારી રીતે યાદ રાખે છે. આફ્રિકાની ઘણી સંસ્કૃતિમાં લોકોને વાર્તાના રૂપમાં શીખવાનું ગમે છે.
૪. પ્રચાર વિસ્તારમાં લોકોને મદદ કરવા કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૪ તમારા પ્રચાર વિસ્તારમાં ઘરમાલિકને તેમની ભાષામાં એકાદ ઑડિયો રેકોર્ડિંગ સંભળાવવાથી શું કોઈ લાભ થઈ શકે? શું કોઈ વ્યક્તિને સાહિત્યનું ઑડિયો રેકોર્ડિંગ ઈ-મેઈલ દ્વારા મોકલવાથી લાભ થઈ શકે? શું આપણે ઑડિયો રેકોર્ડિંગને ડાઉનલોડ કરીને, એની સી.ડી. બનાવીને ઘરમાલિકને આપી શકીએ? અને શક્ય હોય તો, એની સાથે છાપેલી કોપી આપી શકીએ? તમે ડાઉનલોડ કરેલાં આખા પુસ્તક, પુસ્તિકા, મૅગેઝિન અથવા પત્રિકા પ્રચારમાં મળેલી કોઈ વ્યક્તિને આપો તો, એ રિપોર્ટમાં લખી શકો છો. વ્યક્તિગત અભ્યાસ કરવા અને સત્યનાં બી વાવવાં માટે ઑડિયો રેકોર્ડિંગ તૈયાર કરવામાં આવ્યાં છે.—૧ કોરીં. ૩:૬.