અભ્યાસ માટે વિષય
યહોવા તમને બચાવી શકે છે એ વાત પર ભરોસો મજબૂત કરો
ગણના ૧૩:૨૫–૧૪:૪ વાંચો અને જાણો કે ઇઝરાયેલીઓ કઈ રીતે યહોવા પર ભરોસો બતાવવાનું ચૂકી ગયા.
આ બનાવની આગળ-પાછળની કલમો વાંચો. ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે ઇઝરાયેલીઓએ કેમ ભરોસો રાખવાની જરૂર હતી કે યહોવા તેઓને બચાવી શકે છે? (ગીત. ૭૮:૧૨-૧૬, ૪૩-૫૩) શાના લીધે તેઓ યહોવા પરનો ભરોસો ગુમાવી બેઠા? (પુન. ૧:૨૬-૨૮) યહોશુઆ અને કાલેબે કઈ રીતે બતાવ્યું કે તેઓને યહોવા પર ભરોસો છે?—ગણ. ૧૪:૬-૯.
બનાવમાં ઊંડા ઊતરો. યહોવા પરનો ભરોસો વધારવા ઇઝરાયેલીઓ શું કરી શક્યા હોત? (ગીત. ૯:૧૦; ૨૨:૪; ૭૮:૧૧) યહોવા પર ભરોસો કરવા તેમના માટે આદર હોવો કેમ જરૂરી છે?—ગણ. ૧૪:૧૧.
તમે શું શીખ્યા એનો વિચાર કરો. પોતાને પૂછો:
‘મને કેવા સંજોગોમાં યહોવા પર પૂરો ભરોસો રાખવો મુશ્કેલ લાગી શકે?’
‘યહોવા પર મારો ભરોસો મજબૂત કરવા હું હમણાં અને ભાવિમાં શું કરી શકું?’
‘મોટી વિપત્તિ શરૂ થાય ત્યારે કઈ વાત પર મને પાકો ભરોસો હોવો જોઈએ?’—લૂક ૨૧:૨૫-૨૮.