જુઓ, શું બની રહ્યું છે!
રાજકારણને લીધે લોકોમાં કેમ ભાગલા પડે છે?—બાઇબલ શું કહે છે?
દુનિયાના મોટા ભાગના દેશોમાં રાજકારણને લીધે લોકોમાં ભાગલા પડી રહ્યા છે. ૨૦૨૨માં પ્યૂ રિસર્ચ સેન્ટરે એક સર્વે કર્યો. એ સર્વે “૧૯ દેશોમાં કરવામાં આવ્યો. એમાં ૬૫ ટકા લોકોનું કહેવું છે કે તેઓના દેશોમાં લોકો અલગ અલગ રાજકીય પાર્ટીને ટેકો આપે છે. એના લીધે તેઓ વચ્ચે સખત દલીલો કે તકરાર થાય છે.”
શું તમારી આસપાસ પણ રાજકારણને લીધે લોકોમાં ભાગલા પડતા હોય, એવું જોવા મળે છે? એવું કેમ થઈ રહ્યું છે? શું એનો કોઈ હલ છે? ધ્યાન આપો કે એ વિશે બાઇબલ શું કહે છે.
એવું વલણ જે મતભેદ ઊભા કરે છે
આપણા દિવસોને બાઇબલમાં “છેલ્લા દિવસો” કહ્યા છે. એમાં જણાવ્યું છે કે આપણા સમયમાં ઘણા લોકોના વિચારો અને વાણી-વર્તન એવા હશે કે તેઓ હળીમળીને નહિ રહી શકે.
‘છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી અને જિદ્દી હશે.’—૨ તિમોથી ૩:૧-૩.
ઘણા લોકો પોતાની સરકાર ટકી રહે એ માટે પૂરો પ્રયત્ન કરે છે, પણ એવું થતું નથી. અરે, જે લોકો એ સરકારનો વિરોધ કરે છે, તેઓમાં પણ અંદર અંદર મતભેદ હોય છે. એટલે તેઓ ભેગા મળીને સમસ્યાનો હલ નથી લાવી શકતા. એનું જે પરિણામ આવ્યું છે, એ વિશે બાઇબલમાં પહેલેથી જ જણાવવામાં આવ્યું હતું.
“એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન પહોંચાડે છે.”—સભાશિક્ષક ૮:૯.
પણ બાઇબલ એક એવી સરકાર વિશે જણાવે છે, જે માણસોની બધી જ મુશ્કેલીઓ અને તકલીફોને દૂર કરી શકે છે.
સૌથી સારા આગેવાન, જેમને લોકોની ચિંતા છે
બાઇબલમાં જણાવ્યું છે કે એ આગેવાન ઈસુ ખ્રિસ્ત છે. તે દુનિયામાં શાંતિ લાવી શકે છે અને લોકોને એકતામાં લાવી શકે છે. એમ કરવાનો તેમની પાસે અધિકાર અને તાકાત છે. એટલું જ નહિ, તે એવું કરવા પણ ચાહે છે.
‘તેમના દિવસોમાં નેક માણસ ખીલી ઊઠશે અને શાંતિ વધતી ને વધતી જશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૭.
“બધી પ્રજાઓ તેમની સેવા કરશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૧.
ઈસુ સૌથી સારા આગેવાન છે, કેમ કે તેમને લોકોની ચિંતા છે અને તે લોકોની મદદ કરવા ચાહે છે. ખાસ કરીને એવા લોકોની, જેઓએ અન્યાય અને દુઃખો સહ્યા છે.
“મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે, લાચાર અને નિરાધારને તે બચાવશે. દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે, ગરીબનો તે જીવ બચાવશે. તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
ઈશ્વરના રાજ્ય વિશે વધારે જાણો. એ એવી સરકાર છે જેના આગેવાન ઈસુ ખ્રિસ્ત છે. તમે આ સરકારને કઈ રીતે સાથ આપી શકો અને એનાથી તમને કઈ રીતે ફાયદો થઈ શકે એ વિશે જાણો.
ઈશ્વરનું રાજ્ય શું છે? એ વીડિયો જુઓ.
આ લેખ વાંચો, “ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય.”