Yan Zabolotnyi/stock.adobe.com
જુઓ, શું બની રહ્યું છે!
દુનિયામાં વધી રહેલી દુષ્ટતા—બાઇબલ શું કહે છે?
ઘણી ગેંગના લીધે હૈતીમાં હિંસા ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકામાં, મેક્સિકોમાં અને લૅટિન અમેરિકાના દેશોમાં હિંસક ગુનાઓને લીધે લોકોએ ઘણું સહેવું પડે છે. અમુક જગ્યાઓએ ભલે પહેલાં કરતા ઓછી હિંસા હોય, પણ એના સમાચારો સાંભળીને લોકોને ચિંતા થાય છે અને સલામતી અનુભવતા નથી.
દુનિયાભરમાં ફેલાયેલી દુષ્ટતા વિશે બાઇબલમાં શું લખ્યું છે?
દુષ્ટતા વિશે બાઇબલમાં પહેલેથી શું જણાવ્યું છે?
બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે “દુનિયાના અંતના સમયની” એક નિશાની દુષ્ટતા હશે. (માથ્થી ૨૪:૩) એમાં કયા બનાવો બનશે એ જણાવતી વખતે ઈસુએ કહ્યું હતું:
“દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.”—માથ્થી ૨૪:૧૨.
બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે “છેલ્લા દિવસોમાં” લોકો ‘સંયમ ન રાખનારા, ક્રૂર અને ભલાઈના દુશ્મન’ હશે. (૨ તિમોથી ૩:૧-૫) એ સ્વાર્થી ગુણોને લીધે આજે દુષ્ટતા જોવા મળે છે.
પણ આપણી પાસે આશાનું કિરણ છે. બાઇબલમાં વચન આપ્યું છે કે જલદી જ દુષ્ટતા કાઢી નાખવામાં આવશે.
“થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે, તું તેઓને શોધશે પણ તેઓ જડશે નહિ. નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
બાઇબલના સંદેશામાં આપેલી આશા અને આજે બની રહેલા બનાવો કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણી પૂરી કરે છે. એ વિશે જાણવા નીચે આપેલા લેખો વાંચો.