શું યહોવાના સાક્ષીઓ બીજા ધર્મો માટે સહનશીલતા બતાવે છે?
અમે બાઇબલની આ સલાહ પાળીએ છીએ કે “દરેક પ્રકારના માણસોને માન આપો,” પછી ભલેને તેઓ કોઈ પણ ધર્મના હોય. (૧ પિતર ૨:૧૭) દાખલા તરીકે, અમુક દેશોમાં યહોવાના સાક્ષીઓની ગણતરી લાખોમાં છે. પરંતુ, અમે નેતાઓ અને કાયદા ઘડનારાઓ પર એવું દબાણ નથી કરતા કે તેઓ બીજા ધાર્મિક સમૂહના કામ પર રોક અથવા પ્રતિબંધ લગાવે. અરે, અમારા સંસ્કારો અને ધાર્મિક માન્યતા પ્રમાણે હોય એવા કાયદા ઘડવા અમે કોઈ ઝુંબેશ નથી ચલાવતા. એના બદલે, ચાહીએ છીએ કે અમે બીજા ધર્મો માટે જેવી સહનશીલતા બતાવીએ છીએ, એવી તેઓ પણ અમને બતાવે.—માથ્થી ૭:૧૨.