વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૧૪૩
  • શું ધૂમ્રપાન કરવું ખોટું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ધૂમ્રપાન કરવું ખોટું છે?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • મોજમજા માટે ગાંજો કે બીજાં ડ્રગ્સ લેવાં વિશે બાઇબલ શું કહે છે?
  • સિ ગા રે ટ
    સજાગ બનો!—૧૯૯૬
  • ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • શા માટે સિગારેટ છોડવી?
    સજાગ બનો!—૨૦૦૦
  • પડકારો ઝીલવા તૈયાર રહો
    સજાગ બનો!—૨૦૧૦
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૧૪૩
એક માણસ સિગારેટ પીએ છે

શું ધૂમ્રપાન કરવું ખોટું છે?

શાસ્ત્રમાંથી જવાબ

બાઇબલમાં ધૂમ્રપાનa વિશે અથવા બીજી કોઈ રીતે તમાકુના સેવન વિશે કંઈ જણાવ્યું નથી. પણ એમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે એવી ગંદી અને શરીરને નુકસાન કરતી આદતોથી ઈશ્વરને સખત નફરત છે, તે એને પાપ ગણે છે. એટલે કહી શકીએ કે ધૂમ્રપાન કરવું ખોટું છે.

  • જીવન માટે કદર. ‘ઈશ્વર બધા મનુષ્યોને જીવન અને શ્વાસ આપે છે.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૪, ૨૫) જીવન ઈશ્વર તરફથી ભેટ છે. સિગારેટ પીવા જેવી ખરાબ આદતોથી આપણું જીવન ટૂંકું થઈ શકે છે. એટલે આપણે એ બધાથી દૂર રહેવું જોઈએ. દુનિયા ફરતે ઘણા લોકો ધૂમ્રપાન કરવાને લીધે મરણ પામે છે. જો લોકો ધૂમ્રપાન કરવાનું છોડી દે, તો કેટલાયનું જીવન બચી જાય!

  • લોકો માટેનો પ્રેમ. “તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.” (માથ્થી ૨૨:૩૯) ધૂમ્રપાન કરવાથી આપણે લોકોને પ્રેમ નથી બતાવતા. જેઓ ધૂમ્રપાન કરતા નથી પણ ધૂમ્રપાન કરનારાઓની આસપાસ રહે છે, તેઓને એના ધુમાડાથી ઘણું નુકસાન થાય છે. તેઓને એવી અમુક બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, જે મોટા ભાગે ધૂમ્રપાન કરનારાઓને થાય છે.

  • પવિત્ર રહેવું. “પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો.” (રોમનો ૧૨:૧) “ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ડર રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.” (૨ કોરીંથીઓ ૭:૧) આપણાં ફેફસાં ધૂમ્રપાનનો ધુમાડો સહન કરી શકે એ રીતે બનાવવામાં આવ્યાં નથી. ધૂમ્રપાન કરનારા લોકો પવિત્ર રહી શકતા નથી, એટલે કે શારીરિક રીતે શુદ્ધ રહી શકતા નથી. કેમ કે તેઓ શરીરને નુકસાન કરે એવા પદાર્થ જાણીજોઈને લે છે.

મોજમજા માટે ગાંજો કે બીજાં ડ્રગ્સ લેવાં વિશે બાઇબલ શું કહે છે?

ચરસ-ગાંજો (મેરીજુઆના) કે પછી એનાં જેવાં બીજાં ડ્રગ્સ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. પણ એમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે એવી વસ્તુઓનો નશો કરવો ખોટું છે. ઉપર આપેલા સિદ્ધાંતોની સાથે સાથે આ સિદ્ધાંતો પણ લાગુ પડે છે:

  • સમજશક્તિ ન ગુમાવવી. ‘તું પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’ (માથ્થી ૨૨:૩૭, ૩૮) “પૂરી સમજદારીથી વર્તો.” (૧ પિતર ૧:૧૩) ડ્રગ્સ લેવાથી એક વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે. ઘણા લોકો એના બંધાણી બની જાય છે. તેઓ બસ એનો જ વિચાર કર્યા કરે છે કે કઈ રીતે ડ્રગ્સ મેળવી શકે અને એનો ઉપયોગ કરી શકે. તેઓ સારી વાતો પર મન લગાડી શકતા નથી.—ફિલિપીઓ ૪:૮.

  • સરકારના કાયદા-કાનૂન પાળવા. ‘સરકારો અને અધિકારીઓને આધીન રહો.’ (તિતસ ૩:૧) ઘણા દેશોમાં અમુક ડ્રગ્સના ઉપયોગ વિશે કડક નિયમો છે. જો આપણે ઈશ્વરને ખુશ કરવા હોય તો અધિકારીઓએ બનાવેલા એ નિયમો પાળવા ખૂબ જરૂરી છે.—રોમનો ૧૩:૧.

તમાકુને લીધે તંદુરસ્તી પર થતી અસર

વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન પ્રમાણે દર વર્ષે આશરે ૬૦ લાખ લોકો તમાકુનું સેવન કરવાને લીધે થતી બીમારીઓથી મરણ પામે છે. એમાં ૬ લાખ કરતાં વધારે લોકો એવા છે, જેઓ તમાકુના ધુમાડાથી થતી બીમારીઓને લીધે મરણ પામે છે. ચાલો જોઈએ કે તમાકુનું સેવન કરનાર પર અને તેની આસપાસ રહેનાર વ્યક્તિ પર તમાકુની કેવી અસર થાય છે.

કેન્સર. તમાકુના ધુમાડામાં ૫૦ કરતાં વધારે રસાયણો એવાં હોય છે જેનાથી કેન્સર થઈ શકે છે. ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે કે “જેઓને ફેફસાંનું કેન્સર થાય છે તેઓમાંથી ૯૦ ટકા લોકોને [તમાકુના ધુમાડાને લીધે] એ કેન્સર થાય છે.” તમાકુના ધુમાડાથી બીજા પ્રકારના કેન્સર પણ થઈ શકે છે. જેમ કે મોઢા, શ્વાસનળી, અન્‍નનળી, ગળા, સ્વરયંત્ર, લીવર, સ્વાદુપિંડ અને મૂત્રાશયનું કેન્સર.

શ્વાસની બીમારીઓ. તમાકુના ધુમાડાથી શ્વાસની બીમારી થવાની શક્યતા વધી જાય છે. ન્યુમોનિયા અને ઇન્ફ્લુઍન્ઝા જેવી બીમારી થઈ શકે છે. જે બાળકો એ ધુમાડો શ્વાસમાં લે છે, તેઓને પણ અમુક બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, જેમ કે અસ્થમા કે ભયંકર ખાંસી. એટલું જ નહિ, તેઓનાં ફેફસાંનો વિકાસ થતો નથી અને એ સારી રીતે કામ કરતા નથી.

હૃદયની બીમારી. ધૂમ્રપાન કરનારાઓને સ્ટ્રોક અથવા હૃદયની બીમારી થવાનું જોખમ વધી જાય છે. તમાકુના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે. એ વાયુ ફેફસાં દ્વારા લોહીમાં જાય છે, ઑક્સિજનની જગ્યા લઈ લે છે અને એના લીધે લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. એટલે હૃદયે બધાં અંગો સુધી ઑક્સિજન પહોંચાડવા વધારે જોર લગાવવું પડે છે.

ગર્ભમાં રહેલા બાળક પર અસર. ધૂમ્રપાન કરતી ગર્ભવતી સ્ત્રીઓને અધૂરા મહિને બાળક થવાની શક્યતા વધી જાય છે. એવા નવજાત બાળકનું વજન ઓછું હોય શકે અથવા અમુક વાર તેનામાં ખોડખાંપણ રહી જાય, જેમ કે તેના હોઠ કપાયેલા હોય. એવા બાળકને શ્વાસની તકલીફ થઈ શકે અથવા અચાનક તેનું મરણ થઈ શકે.

a ધૂમ્રપાનમાં આનો સમાવેશ થાય છે: સિગારેટ, સિગાર, ચલમ અથવા હુક્કા દ્વારા તમાકુના ધુમાડાને શ્વાસમાં લેવો. જોકે છીંકણી સૂંઘવી, તમાકુ ચાવવી, નિકોટિનવાળી ઇલેક્ટ્રૉનિક સિગારેટ પીવી અને એના જેવી બીજી વસ્તુઓના સેવન કરવાને પણ આ સિદ્ધાંતો લાગુ પડે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો