સિ ગા રે ટ
શું તમે એને તરછોડો છો?
દુનિયામાં તમાકુની પ્રસ્તાવના કરવામાં મદદ કરનાર રાષ્ટ્ર એના જોખમોની ચેતવણી આપવામાં આગેવાની લે છે.
“અમેરિકાની શોધ થઈ એ પહેલાં,” એક ઇતિહાસકારે લખ્યું, “તમાકુનો કોઈ લેખિત ઇતિહાસ નથી.” કેરેબિયનના વતનીઓએ કોલંબસ સમક્ષ એ રજૂ કર્યું. એની નિકાસે જેમ્સટાઉનનો બચાવ મુદ્રિત કર્યો, જે ઉત્તર અમેરિકામાં કાયમી બ્રિટિશ વસાહતોમાં પ્રથમ હતું. એના વેચાણે અમેરિકન ક્રાંતિને નાણા પૂરા પાડ્યા. અને શરૂઆતના યુ.એસ. પ્રમુખો જ્યોર્જ વોશિંગટન અને થોમસ જેફરસન તમાકુ પકવતા હતા.
વધુ તાજેતરના સમયમાં, હોલિવુડે સિગારેટનો ઉપયોગ રોમાંચ, સૌંદર્ય, અને મર્દાનગીના ચિહ્ન તરીકે કર્યો. અમેરિકી સૈનિકોએ તેઓ લડતા હતા એ દેશોમાં તેઓ મળ્યા એ લોકોને એ આપી. અને એમ કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી, સિગારેટ “પેરિસથી પેકિંગ સુધી”નું ચલણ હતી.
પરંતુ બાબતો બદલાઈ. જાન્યુઆરી ૧૧, ૧૯૬૪ના રોજ, યુ.એસ. સર્જન જનરલે ૩૮૭ પાનનો રીપોર્ટ બહાર પાડ્યો જેણે ધૂમ્રપાનને એમ્ફીસીમા, ફેફસાંનું કેન્સર, અને બીજા ગંભીર રોગો સાથે સાંકળ્યું. થોડા જ વખતમાં ફેડરલ કાયદાએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વેચાતી બધી સિગારેટના ખોખાં પર એવી ચેતવણી જરૂરી બનાવી કે “સાવધાન: સિગારેટ પીવી તમારા આરોગ્યને હાનિકારક હોય શકે.” હવે એવું કહેવાય છે કે ધૂમ્રપાન યુનાઈટેડ સ્ટેટ્સમાં દર વર્ષે અંદાજ પ્રમાણેના ૪,૩૪,૦૦૦ મરણ માટે જવાબદાર છે. એ ગત સદીમાં યુદ્ધમાં માર્યા ગયેલા બધા અમેરિકનોની સંખ્યાથી વધુ થાય છે!
મર્યાદાઓ લાદવામાં આવી
કોલોરાડોના લોકપ્રિય શિયાળુ ધામ એસ્પનમાં, દસ વર્ષ પહેલાં, બધાં રેસ્ટોરન્ટમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારથી માંડીને, રેસ્ટોરન્ટો, નોકરીના સ્થળો, અને બીજા જાહેર સ્થળોએ ધૂમ્રપાન નિષેધ વિભાગો સામાન્ય બની ગયા છે. કેટલાક વર્ષો પહેલાં, એક કેલિફોર્નિયાવાસીએ પોતાની દીકરીને વર્જિનિયામાંના રેસ્ટોરન્ટમાં ધૂમ્રપાન નિષેધ વિભાગ ક્યાં છે એ વિષે પૂછ્યું. “પપ્પા,” તેણે જવાબ આપ્યો, “આ તો તમાકુનો પ્રદેશ છે!” તેની બીજી મુલાકાત સુધીમાં, એ રેસ્ટોરન્ટનો અડધો ભાગ ધૂમ્રપાન ન કરનારાઓ માટે અનામત રાખવામાં આવ્યો હતો. તાજેતરમાં, તેણે જોયું કે ત્યાં કોઈ પણ ધૂમ્રપાન કરતું નથી.
પરંતુ ધૂમ્રપાન કરનારાઓ માટે અલગ વિભાગ રાખવાથી કોયડો ઉકલ્યો નથી. કેલિફોર્નિયાના મુખ્ય ધોરીમાર્ગો પર સરકારે મૂકેલી મોટી જાહેરાતો પૂછે છે: “તમને લાગે છે કે ધુમાડાને ધૂમ્રપાનના વિભાગ પૂરતા મર્યાદિત રહેવાની ખબર હોય છે?”
ન્યૂ યોર્ક સિટીમાંનાં મોટા રેસ્ટોરન્ટોમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે, એના માલિકોએ વિરોધ કર્યો કે એ યુરોપમાંના પર્યટકોને દૂર કરશે જ્યાં કાયદા ધૂમ્રપાનનું નિયંત્રણ કરતા નથી, એમ તેઓએ કહ્યું. તોપણ, અગાઉના એક સર્વેક્ષણને જણાયું હતું કે ૫૬ ટકા અમેરિકનો ધૂમ્રપાન પ્રતિબંધિત રેસ્ટોરન્ટમાં જવાનું વધારે પસંદ કરશે, જ્યારે કે ફક્ત ૨૬ ટકા જ એમ કરવાનું ઓછું વલણ ધરાવશે.
ન્યૂ યોર્ક સિટીની ભૂગર્ભ રેલ્વેના ડબ્બામાંની એક જાહેરાત કહે છે: “કોઈ પણ ભાષામાં સંદેશો સરખો જ છે: અમારા સ્ટેશનો કે અમારી ટ્રેનોમાં કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે ધૂમ્રપાનની મનાઈ છે. આભાર.” જાહેરાત આ સંદેશો ફક્ત અંગ્રેજીમાં જ નહિ પરંતુ બીજી ૧૫ ભાષાઓમાં પણ જણાવે છે.
શું બાબત ખરેખર એટલી ગંભીર છે? હા. મોટી આફતમાં ૩૦૦ લોકો મરી જાય તો, એ દિવસો સુધી, અરે કદાચ અઠવાડિયાઓ સુધી સમાચારમાં હશે. પરંતુ ધ જરનલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાંના એક લેખે કહ્યું કે એવો અંદાજ કાઢવામાં આવે છે કે લાંબા સમય સુધી બીજા લોકોની સિગારેટનો ધુમાડો શ્વાસમાં લેવાને પરિણામે દર વર્ષે ૫૩,૦૦૦ અમેરિકનો મરણ પામે છે. એણે કહ્યું કે, તમાકુનો એવો બીજાનો, કે હવામાંનો, ધુમાડો શ્વાસમાં લેવો એને “સક્રિયપણે ધૂમ્રપાન અને દારૂ પછી, નિવારી શકાય એવા મરણનું ત્રીજું આગવું કારણ” બનાવે છે.
બાળકો—અરક્ષિત શિકાર
ઘરે ધૂમ્રપાન કરવા વિષે શું? યુ.એસ. સરકારનું “અકાળ મોત અને બિનજરૂરી રોગ તથા અપંગતા” ઘટાડવાનો ધ્યેય બેસાડનાર પ્રકાશન, હેલ્ધી પીપલ ૨૦૦૦એ કહ્યું: “યુનાઈટેડ સ્ટેટ્સમાં દર છ મરણમાંથી એકથી વધુ માટે તમાકુ જવાબદાર હોય છે અને એ આપણા સમાજમાં નિવારી શકાય એવા મરણ તથા રોગનું એકમાત્ર સૌથી મહત્ત્વનું કારણ છે.”
એણે ઉમેર્યું: “સગર્ભાવસ્થા દરમ્યાન સિગારેટનું ધૂમ્રપાન જન્મ સમયે બાળકોના ઓછા વજનના ૨૦થી ૩૦ ટકા માટે, વહેલી પ્રસૂતિના ૧૪ ટકા જેટલા માટે, અને શિશુઓના બધા મરણના ૧૦ ટકા માટે કારણભૂત હોય છે.” એણે કહ્યું કે, ધૂમ્રપાન કરતી માતાઓ શિશુને ફક્ત સ્તનપાન કરાવીને કે શિશુ ફરતે ધૂમ્રપાન કરીને જ તમાકુનો ધુમાડો આપતી નથી પરંતુ “જ્યાં તાજેતરમાં ધૂમ્રપાન કરવામાં આવ્યું હોય એવા ઓરડામાં શિશુને મૂકીને” પણ ધુમાડો આપી શકે છે.
પિતાઓ પણ સંકળાયેલા છે. એ જ પ્રકાશને સલાહ આપી: “બાળકો સાથે સંપર્ક ધરાવતા લોકોએ ધૂમ્રપાન કરવું જ હોય તો, તેઓએ ઘરબહાર કે બાળકો હોય એવી જગ્યાએ હવા ન જાય એવા વિસ્તારમાં ધૂમ્રપાન કરવું જોઈએ.” એક જ ઓરડામાં ધૂમ્રપાન કરતી પુખ્તવયની વ્યક્તિઓની સંખ્યા જેટલી વધે છે અને જેટલી વધારે સિગારેટ પીવામાં આવે છે તેટલું જોખમ વધે છે. આમ, અગાઉની યુ.એસ. સર્જન જનરલ, જોસ્લિન એલ્ડર્સે કહ્યું: “તમારાં બાળકો તમારાં વ્યસનનાં નિર્દોષ શિકાર છે.”
બીજા લોકો પણ જોખમ હેઠળ હોય છે. કેલિફોર્નિયામાં ટેલિવિઝનમાંની એક સરકારી જાહેરાતે એક વૃદ્ધ માણસને એકલો બેઠેલો બતાવ્યો. તેણે કહ્યું કે તેની પત્ની તેને હંમેશા ધૂમ્રપાન ‘બંધ કરવાનું કહેતી.’ “તેણે ધમકી પણ આપી કે હું ધૂમ્રપાન બંધ નહિ કરું તો તે મને ચુંબન આપવાનું બંધ કરશે. મેં કહ્યું એ મારાં ફેફસાં, અને મારું જીવન છે. પરંતુ હું ખોટો હતો. મેં ધૂમ્રપાન બંધ કર્યું નહિ. મને ખબર ન હતી કે હું ગુમાવીશ એ મારું જીવન નહિ હોય . . . એ તેનું જીવન હતું.” દુખદપણે પત્નીની છબી તરફ જોતાં, વૃદ્ધ માણસે ઉમેર્યું: “મારી પત્ની મારું જીવન હતી.”
બદલાયેલી દૃષ્ટિ
એવી ચેતવણીઓએ યુનાઈટેડ સ્ટેટ્સમાં ધૂમ્રપાનના ધરખમ ઘટાડામાં ફાળો આપ્યો છે. આર્શ્ચજનકપણે, અંદાજ પ્રમાણે ૪.૬ કરોડ અમેરિકનો—કદી પણ ધૂમ્રપાન કર્યું હોય એના ૪૯.૬ ટકા—એ ધૂમ્રપાન બંધ કર્યું છે!
જોકે, તમાકુની કંપનીઓ જાહેરાતો માટે પુષ્કળ નાણા ફાળવી લડત આપી રહી છે. ધૂમ્રપાનમાં ઘટાડો ધીમો પડ્યો છે. ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટી ખાતેના વ્યસન અને પદાર્થોના દુરુપયોગ વિષેના કેન્દ્રના જોસેફ એ. કેલિફેનો, જુનિયરે કહ્યું: “તમાકુના ઉદ્યોગથી જાહેર આરોગ્યને સૌથી મોટી ધમકી એના ઘાતક પેદાશના વ્યસનીઓના તાજા પાકને રજૂ કરતાં બાળકો તથા તરુણોને તાકતી જાહેરાતો અને વેચાણ પદ્ધતિનો એનો ઉપયોગ છે.”
ધ જરનલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનએ કહ્યું: “દરરોજ અંદાજ પ્રમાણે ૩,૦૦૦ યુવાન લોકો, જેમાંના મોટા ભાગનાં બાળકો અને તરુણો હોય છે, તેઓ નિયમિત ધૂમ્રપાન કરનારા બને છે. એ દર વર્ષે ધૂમ્રપાન શરૂ કરનારા એવા ૧૦ લાખને રજૂ કરે છે જેઓ દર વર્ષે ધૂમ્રપાન બંધ કરનારા અથવા મરી જનારા ૨૦ લાખ ધૂમ્રપાન કરનારાઓનું કંઈક અંશે સ્થાન લે છે.”
યુ.એસ.માં ધૂમ્રપાન કરનારા અડધાથી વધારે લોકો ૧૪ વર્ષની ઉંમર પહેલાં ધૂમ્રપાન શરૂ કરે છે. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર, ડેવિડ કેસલરે કહ્યું કે દરરોજ ધૂમ્રપાન શરૂ કરનારા ૩,૦૦૦ બાળકોમાંથી લગભગ ૧,૦૦૦ ધૂમ્રપાન સાથે સંબંધિત માંદગીથી છેવટે મરણ પામશે.
એ આંકડાઓથી તમે વિહ્વળ થતા હો તો, એ યાદ રાખવું સારું થશે કે આપણાં બાળકો આપણું ઉદાહરણ અનુસરે છે. આપણે ઇચ્છતા હોઈએ કે તેઓ ધૂમ્રપાન ન કરે તો, આપણે પણ ન જ કરવું જોઈએ.
પરદેશમાં વેચાણ
યુ.એસ.માં સિગારેટનો ઉપયોગ ઓછો થયો છે છતાં, પરદેશી વેચાણ વધ્યું છે. લોસ એન્જેલીસ ટાઈમ્સએ અહેવાલ આપ્યો કે “નિકાસ ત્રણગણી વધી છે અને પરદેશમાંની યુ.એસ.ની તમાકુની કંપનીઓમાંનું વેચાણ ઊંચું ગયું છે.” ધ ન્યૂ ઇંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસિનએ કહ્યું કે વિકાસશીલ દેશો “ધૂમ્રપાનના જોખમો પર ભાર મૂકતા નથી,” જે તમાકુની કંપનીઓ માટે “પરદેશી બજારમાં ઝડપથી ફેલાવું” શક્ય બનાવે છે.
તોપણ, આર. જે. રેનોલ્ડ્સ, જુનિયરના પુત્ર, અને કેમલ તથા વિન્સ્ટન સિગારેટનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપકના વંશજ પેટ્રિક રેનોલ્ડ્સે કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સમાં ૫માંથી ૧ મરણ ધૂમ્રપાનને લીધે થાય છે. રેનોલ્ડ્સે એમ કહ્યાનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે કે દર વર્ષે કોકેઈન, આલ્કોહોલ, હેરોઈન, આગ, આત્મહત્યા, ખૂન, એઇડ્સ, અને વાહનોના અકસ્માતોને લીધે કુલ જેટલાં મરણ થાય છે એના કરતાં ધૂમ્રપાનને લીધે વધારે થાય છે અને એ આપણા યુગમાં મરણ, રોગ, અને વ્યસનનું સૌથી વધુ નિવારી શકાય એવું એકમાત્ર કારણ છે.
શું એ વિચિત્ર લાગે છે કે જે દેશે દુનિયાને ધૂમ્રપાન કરતા શીખવામાં મદદ કરી એમાં તમાકુનો રાષ્ટ્રીય વિરોધ વધ્યો છે? એમ હોય તો, આપણે એ પૂછવું યોગ્ય થશે કે, ‘કોને ખબર હોવી જોઈએ?’
મોડર્ન મેચ્યોરિટી સામયિકે એવી એક સ્ત્રી વિષે કહ્યું જેણે ૫૦થી વધુ વર્ષો ધૂમ્રપાન કર્યું હતું. તેણે કહ્યું: “તમને વ્યસન થાય એટલે ફસાઈ ગયા.” પરંતુ તેણે ધૂમ્રપાન શરૂ કરવા પાછળનું આકર્ષણ દૂર કર્યું, એને ચાલુ રાખવા માટેના બહાના તપાસ્યા, અને ધૂમ્રપાન બંધ કર્યું.
“પ્રયત્ન કરો,” તેણે લખ્યું. “એનાથી અદ્ભુત લાગણી થાય છે.”
એવો “અંદાજ કાઢવામાં આવે છે કે વિકસિત દેશોમાં ૧૯૯૦ના દાયકા દરમ્યાન, ૩૫થી ૬૯ વર્ષની વયનાઓ મધ્યે બધા મરણના લગભગ ૩૦ ટકા મરણ તમાકુને લીધે થશે, જે એને વિકસિત દેશોમાં અકાળ મોતનું સૌથી મોટું એકમાત્ર કારણ બનાવે છે.”
—ન્યૂ ઇંગ્લેન્ડ જરનલ ઓફ મેડિસીન
કેન્સરની ચેતવણી
નીચેની ચેતવણી અમેરિકન કેન્સર સોસાયટીના બ્રોશ્યોર્સ ફેક્ટ્સ ઓન લંગ કેન્સર અને કેન્સર ફેક્ટ્સ એન્ડ ફિગર્સ—૧૯૯૫માંથી છે:
• “જેઓના પતિઓ ધૂમ્રપાન કરતા હોય એવી ધૂમ્રપાન ન કરતી પત્નીઓને ફેફસાનું કેન્સર થવાનું ૩૫% વધુ જોખમ રહેલું છે.”
• “અંદાજ પ્રમાણે ૯૦% પુરુષોને અને ૭૯% સ્ત્રીઓને સિગારેટના ધૂમ્રપાનને લીધે ફેફસાનું કેન્સર થાય છે.”
• “રોજનાં બે ખોખાં સિગારેટનું ધૂમ્રપાન કરનાર જેઓએ ૪૦ વર્ષથી ધૂમ્રપાન કર્યું હોય તેઓમાં મૃત્યુદર ધૂમ્રપાન ન કરનાર કરતા ૨૨ગણો વધારે છે.”
• “ફેફસાના કેન્સરની સામે સૌથી સારું રક્ષણ ધૂમ્રપાન શરૂ ન કરવું, અથવા તરત જ બંધ કરવું, એ છે.”
• “સલામત સિગારેટ જેવું કંઈ હોતું નથી.”
• “ચાવવાના તમાકુ કે છીંકણીનો ઉપયોગ મોં, શ્વાસનળી, ગળું, અને અન્નનળીના કેન્સરનું જોખમ વધારે છે અને બહુ જ વ્યસ્ની ટેવ છે.”
• “લાંબા ગાળાથી છીંકણીનો ઉપયોગ કરનારાઓમાં ગાલ અને પેઢાંના કેન્સરનું વધારાનું જોખમ લગભગ પચાસગણું પહોંચી શકે.”
• “ગમે તે ઉંમર હોય છતાં, ધૂમ્રપાન બંધ કરનારાઓ ધૂમ્રપાન ચાલુ રાખનારાઓ કરતા લાંબું જીવે છે. જેઓ ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખે છે તેઓ સાથે સરખાવતાં ૫૦ની ઉંમર પહેલાં ધૂમ્રપાન બંધ કરનારાઓનું ત્યાર પછીના ૧૫ વર્ષમાં મૃત્યુ પામવાનું જોખમ અડધું થાય છે.”
ધુમાડો ધૂમ્રપાન વિભાગમાં જ રહેતો નથી
સગર્ભાવસ્થા દરમ્યાન ધૂમ્રપાન શિશુઓના બધા મરણના લગભગ ૧૦ ટકા માટે જવાબદાર છે
ખેડૂતોની સમસ્યા
પેઢીઓથી તમાકુએ એવાં કુટુંબોનું પૂરું પાડ્યું છે જેઓનાં ખેતરો એટલાં નાનાં હોય છે કે બીજો કોઈ પાક રોજી પૂરી પાડી શકતો નથી. દેખીતી રીતે જ એ હકીકત ઘણા લોકો માટે અંતઃકરણનો કોયડો રજૂ કરે છે. તમાકુના ઉમરાવે સ્થાપેલી ડ્યુક યુનિવર્સિટી ખાતે ઈશ્વરવિદ્યા નીતિશાસ્ત્રના પ્રોફેસર સ્ટેન્લી હૌરવસે કહ્યું: “મને લાગે છે કે તમાકુ પકવતા લોકોનું મોટું દુઃખ એ છે કે . . . તેઓએ એ પકવવાનું શરૂ કર્યું ત્યારે તેઓ જાણતા ન હતા કે એ કોઈને મારી નાખશે.”