વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • hf ભાગ ૫ પાન ૧૫-૧૭
  • સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?
  • કુટુંબ સુખી બનાવો
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ કુટુંબીજનો પ્રત્યે યોગ્ય વલણ રાખો
  • ૨ જરૂર લાગે ત્યારે સ્પષ્ટ વાત કરો
  • એકબીજાને વફાદાર રહો
    કુટુંબ સુખી બનાવો
  • ઈશ્વરની મદદથી લગ્‍નજીવન સુખી બનાવો
    કુટુંબ સુખી બનાવો
  • જીવનસાથીને આદર બતાવો
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?
    કુટુંબ સુખી બનાવો
વધુ જુઓ
કુટુંબ સુખી બનાવો
hf ભાગ ૫ પાન ૧૫-૧૭
વહુની જમવાનું બનાવવાની રીત સાસુને ગમતી નથી

ભાગ ૫

સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?

‘દયા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.’—કોલોસી ૩:૧૨

લગ્‍નથી એક નવા કુટુંબની શરૂઆત થાય છે. ખરું કે માબાપને તમે હંમેશાં પ્રેમ અને માન આપશો. પરંતુ, હવે લગ્‍નસાથી તમારા માટે સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. કુટુંબના અમુક સભ્યોને એ સ્વીકારવું અઘરું લાગી શકે. જોકે, સમતોલ રહેવા બાઇબલ સિદ્ધાંતો તમને મદદ કરી શકે. પછી, એ સલાહ પ્રમાણે બંને પક્ષે સંબંધો મજબૂત બનાવવા તમે મહેનત કરશો તો, એનાથી બધા જ ખુશ રહેશે.

૧ કુટુંબીજનો પ્રત્યે યોગ્ય વલણ રાખો

યુગલ પોતાના માતા-પિતા સાથે સમય પસાર કરી રહ્યું છે

બાઇબલ શું કહે છે? ‘તારા પિતાનું તથા તારી માતાનું સન્માન કર.’ (એફેસી ૬:૨) તમે ભલે ગમે એટલા મોટા થઈ ગયા હો, છતાં માબાપને હંમેશાં માન આપો. એ પણ સ્વીકારો કે દીકરા કે દીકરી તરીકે તમારા સાથીએ પણ તેમનાં માબાપનું ધ્યાન રાખવાની જરૂર છે. ‘પ્રેમ અદેખાઈ કરતો નથી.’ તેથી, લગ્‍નસાથીને પોતાનાં માબાપ જોડે સારા સંબંધો હોય તો, એની ક્યારેય અદેખાઈ ન કરો.—૧ કોરીંથી ૧૩:૪; ગલાતી ૫:૨૬.

તમે શું કરી શકો?

  • આમ કહેવાનું ટાળો: “તમારા ઘરમાં તો મારી કોઈ કિંમત જ નથી” અથવા “તમારી મમ્મીને મારું કોઈ કામ ગમતું જ નથી”

  • લગ્‍નસાથીના વિચારો સમજવાની કોશિશ કરો

૨ જરૂર લાગે ત્યારે સ્પષ્ટ વાત કરો

બાઇબલ શું કહે છે? ‘માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.’ (ઉત્પત્તિ ૨:૨૪) તમારા લગ્‍ન થઈ ગયા હોવા છતાં, માબાપને એવું લાગી શકે કે તમે તેઓની જવાબદારી છો. એટલે, તેઓ તમારા લગ્‍નજીવનમાં જરૂર કરતાં કદાચ વધારે રસ બતાવે.

પતિ-પત્ની તરીકે તમે સાથે મળીને નક્કી કરો કે માબાપ કેટલી હદ સુધી તમને સલાહ-સૂચનો આપશે. પછી, એ વિશે માબાપ સાથે પ્રેમથી વાત કરો. વાત કરતી વખતે સમજી-વિચારીને બોલો. (નીતિવચનો ૧૫:૧) નમ્રતા, માયાળુપણું અને ધીરજ જેવા ગુણો કેળવો. એનાથી બંને પક્ષે સંબંધો મજબૂત થશે અને તમે “પ્રેમથી એકબીજાનું સહન” કરી શકશો.—એફેસી ૪:૨.

પતિ-પત્ની ચર્ચા કરી રહ્યા છે, પતિ-પત્ની તેમનાંમાતા-પિતાને ભેટ આપે છે

તમે શું કરી શકો?

  • અમુક સગાં-વહાલાં તમારા જીવનમાં દખલ કરે છે એવું લાગતું હોય તો, બાબતો શાંત પડ્યા પછી તમારા સાથીને એ વિશે વાત કરો

  • સાથે મળીને નિર્ણય લો કે આવા કિસ્સામાં તમે શું કરશો

સમજવાનો પ્રયત્ન કરો

માબાપની લાગણીઓ અને વિચારો સમજવાં મહત્ત્વનાં છે. તેઓ તમારું બૂરું નહિ પણ ભલું ચાહે છે, એટલે તમારા જીવનમાં તેઓ વધારે રસ લે છે. કદાચ માબાપને એ સ્વીકારવું અઘરું લાગે કે હવે તમારું પોતાનું એક કુટુંબ છે. તેઓને એવું લાગી શકે કે તમે તેઓની અવગણના કરો છો. એમ હોય તો, બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડો અને ખુલ્લા દિલે વાત કરો. એમ કરીને તમે લગ્‍નજીવનમાં બાંધછોડ કર્યા વિના તમારાં માબાપને માન આપી શકશો.

આનો વિચાર કરો . . .

  • સાસુ-સસરા અમારા જીવનમાં રસ લે એ કેમ સ્વાભાવિક છે?

  • સાથીને પ્રથમ સ્થાન આપવાની સાથે મારાં માબાપને પણ કઈ રીતે માન આપી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો