ગીત ૧૪૧
તરસ્યા દિલોને શોધીએ
(લુક ૧૦:૬)
કહ્યું ઈસુએ: ‘સત્ય ફેલાવો’
ગરમીમાં ને ઠંડીમાં પણ
ઈશ્વરના બોલ તેણે કહ્યા
ઈશ્વર ભક્તોને, પ્રીતિ ખૂબ કરતા
સવારથી સાંજ સાચા દિલને, શોધતા રેʼતા
ગલી ગલી, આપણે જઈએ
સારી ખબર, સૌને કહ્યે
થશે જલદી, આ દુઃખનાં દિવસો દૂર
(ટેક)
જગમાં શોધ્યે,
ઈશ્વર માટે ભૂખ્યા તેઓને
તારણ માટે,
જે તરસે એ દિલોને શોધ્યે
કચાશ એમાં, નહિ રાખ્યે
સમય કોઈની પણ, રાહ નથી જોતો
જીવન બચાવવા દરેકનું
આપણે કરʼયે બનતું બધું
સત્યનું પાણી, પાતા ન થાક્યે
દુઃખનો બોજો ઉપાડીને, ભાર હળવો કરʼયે
રસ્તે રસ્તે, શહેરે શહેરે
જાણે લોકો, ઈશ્વર વિશે
એ જોઈ દિલમાં, અનેરી ખુશી મળે
(ટેક)
જગમાં શોધ્યે,
ઈશ્વર માટે ભૂખ્યા તેઓને
તારણ માટે,
જે તરસે એ દિલોને શોધ્યે
કચાશ એમાં, નહિ રાખ્યે
(યશા. ૫૨:૭; માથ. ૨૮:૧૯, ૨૦; લુક ૮:૧; રોમ. ૧૦:૧૦ પણ જુઓ.)