ગીત ૧૪૧
તરસ્યા દિલોને શોધીએ
(લુક ૧૦:૬)
- કહ્યું ઈસુએ: ‘સત્ય ફેલાવો’ - ગરમીમાં ને ઠંડીમાં પણ - ઈશ્વરના બોલ તેણે કહ્યા - ઈશ્વર ભક્તોને, પ્રીતિ ખૂબ કરતા - સવારથી સાંજ સાચા દિલને, શોધતા રેʼતા - ગલી ગલી, આપણે જઈએ - સારી ખબર, સૌને કહ્યે - થશે જલદી, આ દુઃખનાં દિવસો દૂર - (ટેક) - જગમાં શોધ્યે, - ઈશ્વર માટે ભૂખ્યા તેઓને - તારણ માટે, - જે તરસે એ દિલોને શોધ્યે - કચાશ એમાં, નહિ રાખ્યે 
- સમય કોઈની પણ, રાહ નથી જોતો - જીવન બચાવવા દરેકનું - આપણે કરʼયે બનતું બધું - સત્યનું પાણી, પાતા ન થાક્યે - દુઃખનો બોજો ઉપાડીને, ભાર હળવો કરʼયે - રસ્તે રસ્તે, શહેરે શહેરે - જાણે લોકો, ઈશ્વર વિશે - એ જોઈ દિલમાં, અનેરી ખુશી મળે - (ટેક) - જગમાં શોધ્યે, - ઈશ્વર માટે ભૂખ્યા તેઓને - તારણ માટે, - જે તરસે એ દિલોને શોધ્યે - કચાશ એમાં, નહિ રાખ્યે 
(યશા. ૫૨:૭; માથ. ૨૮:૧૯, ૨૦; લુક ૮:૧; રોમ. ૧૦:૧૦ પણ જુઓ.)