૬૦
યહોવા આપશે તને સાથ
૧. ગભરા નહિ, યહોવા તારી પાસે છે
પકડી રાખ્યો છે તારો હાથ એણે
તને વળગીને પ્રેમ, એનો દીધો છે રે
તેની સાથે તું ચાલવા તરસે છે
તારો પ્રભુ નહિ છોડે રે તને
તારો હાથ પકડી ચલાવશે તને
(ટેક)
ઈસુના કીમતી લોઈથી, ઉગારે છે તને
યહોવા માલિક છે, હવેથી તે તારો
તે હિંમત દેશે આજે ને મજબૂત કરશે રે
નઇ છોડે હાથ તારો, નઇ છોડે સાથ તારો
૨. યહોવાએ, એકના એક વહાલા દીકરાને
વીંધીને રેડ્યો છે તારા માટે
તેની પાસે સદા, ઊભા રેʼવા માટે
ન કોઈ રોકી શકે તને હવે
ઈશ્વરની છાયામાં રહેવા માટે
રાખશે એની પાંખ હેઠળ એ તને
(ટેક)
ઈસુના કીમતી લોઈથી, ઉગારે છે તને
યહોવા માલિક છે, હવેથી તે તારો
તે હિંમત દેશે આજે ને મજબૂત કરશે રે
નઇ છોડે હાથ તારો, નઇ છોડે સાથ તારો
(રોમ. ૮:૩૨; ૧૪:૮, ૯; હિબ્રૂ. ૬:૧૦; ૧ પીત. ૨:૯ પણ જુઓ.)