૨૨
“યહોવા મારો પાળક”
૧. યહોવા મારો પાળક તું
તો હું શા માટે ડરું
તારા પર ભરોસો રાખું હું
મારો ન છોડે હાથ તું
આ જગ તો સૂકા રણ જેવું
ન ભૂખ્યા-તરસ્યા અમે
તારા વાડાનાં ઘેટાં અમે
સંભાળીને તું રાખે
તારા વાડાનાં ઘેટાં અમે
સંભાળીને તું રાખે
૨. વેરાન કાળી રાતોમાં પણ
સૂનું સૂનું ન લાગે
મારો પાળક છે મારી સાથે
ગુમરાહ નઈ થવા દેશે
મારી ઝોળી ભરી દીધી
ન ખોટ મને કશાની
છોડું ન તારું હું ઘર કદી
એ તો છે મારી મંજિલ
છોડું ન તારું હું ઘર કદી
એ તો છે મારી મંજિલ
૩. યહોવા તારું દિલ વિશાળ
તારા હું ગાઉં છું ગુણગાન
ભૂખ્યાં-તરસ્યાં ઘેટાંને દોરું
આજે તારી પાસે હું
તેઓની તરસ તું છીપાવ
તેઓની ભૂખ તું મિટાવ
ડગલે-પગલે મારા જીવનમાં
હું તારી પાછળ દોડીશ
ડગલે-પગલે મારા જીવનમાં
હું તારી પાછળ દોડીશ
(ગીત. ૨૮:૯; ૮૦:૧ પણ જુઓ.)