૨૫
પ્રેમ છે ઈશ્વરની રીત
૧. હે યહોવા તું છો પ્રેમ
પ્રેમનો તું ઝરો મીઠો
હે યહોવા તારી જેમ
બતાવ્યો ઈસુએ પ્રેમ
મોતનો પ્યાલો પીને રે
રેડ્યો છે પ્રેમ ઈસુએ
પ્રેમ છે ઈસુની ભાષા
એ ભાષા અમે શીખ્યા
૨. પ્રેમ છે એક ઠંડો છાંયો
પ્રેમ કરે સૌને તાજો
પ્રેમ તારો મલમ જેવો
પ્રેમ કરે સૌને સાજો
પ્રેમ સૌનું ભલું કરે
પ્રેમમાં સંપનો રંગ વહે
આ છે પ્રેમની સુંદર રીત
આ તો છે બસ તારી પ્રીત
(રોમ. ૧૩:૮; ૧ કોરીં. ૧૩:૮; યાકૂ. ૨:૮; ૧ યોહા. ૪:૧૦, ૧૧ પણ જુઓ.)