વાતચીત શરૂ કરવા બાઇબલ વિશે જાણકારી પુસ્તિકાનો ઉપયોગ કરીએ
૧. પ્રચાર માટે આપણને કઈ નવી પુસ્તિકા મળી છે?
૧ બાઇબલ વિશે જાણકારી પુસ્તિકા ૨૦૧૪ના મહાસંમેલનમાં બહાર પાડવામાં આવી હતી. આપણે પ્રચારની રજૂઆત તૈયાર કરવા આ પુસ્તિકાનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? રીઝનીંગ પુસ્તકની જેમ, આ પુસ્તિકામાં પણ બાઇબલના અલગ અલગ વિષયો પર અમુક કલમો આપેલી છે. વાતચીત શરૂ કરવા એ ઘણી ઉપયોગી થઈ શકે છે.
૨. બાઇબલ વિશે જાણકારી પુસ્તિકાનો ઉપયોગ પ્રચારમાં કઈ રીતે કરીશું?
૨ આપણે સવાલ ૮નો ઉપયોગ કરીને આમ કહીએ: “અમે પડોશીઓને મળીને ટૂંકમાં આ વિષય પર વાત કરીએ છીએ કે, ‘આપણી તકલીફો માટે શું ઈશ્વરને દોષ આપવો જોઈએ?’ [અમુક વિસ્તારોમાં, ઘરમાલિકને પુસ્તિકામાંથી સીધો સવાલ બતાવીએ તો વધારે અસરકારક રહે છે.] તમે શું માનો છો? [જવાબ આપવા દો.] એ સવાલનો બાઇબલ સંતોષકારક જવાબ આપે છે.” પછી, એમાંથી બાઇબલની એક કે વધારે કલમ બતાવીને એની ચર્ચા કરીએ. ઘરમાલિક વધુ જાણવા માંગે તો, પુસ્તિકાના પહેલા પાન પર આપેલા ૨૦ સવાલો બતાવી શકીએ. તેમ જ, પૂછીએ કે આવતી વખતે આમાંથી તમને કયા સવાલ વિશે જાણવાનું ગમશે. અથવા જે વિષય પર ચર્ચા કરી હોય એની વધારે માહિતી આપવા સાહિત્ય આપી શકીએ.
૩. ખ્રિસ્તીઓ રહેતા ન હોય એવા વિસ્તારમાં વાતચીત શરૂ કરવા બાઇબલ વિશે જાણકારી પુસ્તિકાનો ઉપયોગ કઈ રીતે કરીશું?
૩ ખ્રિસ્તીઓ રહેતા ન હોય એવા વિસ્તારમાં સવાલ ૪ અને ૧૩-૧૭માં આપેલી માહિતીનો ઉપયોગ કરવાથી પ્રચારમાં મદદ મળે છે. દાખલા તરીકે, આપણે સવાલ ૧૭ની માહિતીનો ઉપયોગ કરીને આમ કહીએ: “અમે કુટુંબોની ટૂંકી મુલાકાત લઈ રહ્યા છે. આજે કુટુંબો ઘણી તકલીફ સહી રહ્યા છે. એ વિશે તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] ઘણાં યુગલને આ વચનમાંથી મદદ મળી છે. [જો બહેન હોય તો, એફેસી ૫:૩૩ના શબ્દો જણાવીએ.] ‘પત્ની પોતાના પતિનું માન રાખે.’ [જો ભાઈ હોય તો, એફેસી ૫:૨૮, ૨૯ના શબ્દો જણાવીએ.] શું તમને લાગે છે કે આ સલાહ લાગુ પાડવાથી લગ્નજીવનમાં ફાયદો થાય છે?”
૪. ખ્રિસ્તી નથી એવી વ્યક્તિને વાતચીતને અંતે શું કહીશું?
૪ વાતચીતના અંતે ફરી મળવાની ગોઠવણ કરીએ. પુસ્તિકામાંથી જે સવાલની ચર્ચા કરી એમાંથી જ બીજી કલમની ફરી મળીએ ત્યારે એ વિશે વાત કરી શકીએ. યોગ્ય સમયે ઘરમાલિકને જણાવીએ કે, તમે જે વચનો સાંભળ્યા એ બાઇબલમાંથી છે. ચર્ચા પ્રમાણે અને વ્યક્તિ બાઇબલ વિશે શું માને છે, એ જાણ્યા પછી આપણે તેમને સાહિત્ય ઑફર કરીએ.—ડિસેમ્બર ૨૦૧૩ની આપણી રાજ્ય સેવામાં આપેલું ઇન્સર્ટ જુઓ.