વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • T-32 પાન ૧-૪
  • સુખી કુટુંબની ચાવી શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સુખી કુટુંબની ચાવી શું છે?
  • સુખી કુટુંબની ચાવી શું છે?
  • સરખી માહિતી
  • ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
    ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?
  • શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
    શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
  • શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?
    શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?
  • બાઇબલ વિશે તમે શું વિચારો છો?
    બાઇબલ વિશે તમે શું વિચારો છો?
વધુ જુઓ
સુખી કુટુંબની ચાવી શું છે?
T-32 પાન ૧-૪

સુખી કુટુંબની ચાવી શું છે?

તમને શું લાગે છે . . .

  • પ્રેમ?

  • પૈસો?

  • બીજું કંઈક?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”—લૂક ૧૧:૨૮.

પવિત્ર શાસ્ત્રની સલાહ પાળવાથી કુટુંબમાં . . .

સાચો પ્રેમ હશે.—એફેસીઓ ૫:૨૮, ૨૯.

ખરો આદરભાવ પામશો.—એફેસીઓ ૫:૩૩.

સંપ અને શાંતિ હશે.—માર્ક ૧૦:૬-૯.

સુખી કુટુંબનું ચિત્ર: માતા અને દીકરી, યુગલ, માબાપ પોતાના દીકરા સાથે

પવિત્ર શાસ્ત્ર જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?

હા, એમાં માનવાનાં ઓછાંમાં ઓછાં બે કારણો છે:

  • કુટુંબની રચના ઈશ્વરે કરી છે. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે યહોવા ઈશ્વરે પ્રથમ પુરુષ અને સ્ત્રીને લગ્‍નબંધનમાં જોડ્યા હતા. (ઉત્પત્તિ ૨:૧૮-૨૪) એનો અર્થ એ થાય કે કુટુંબની રચના યહોવાએ કરી છે. એ જાણવું શા માટે મહત્ત્વનું છે?

    માની લો કે તમે સ્વાદિષ્ટ વાનગીનો આનંદ માણી રહ્યા છો. તમને જાણવું છે કે એ શાની બનેલી છે. તમે કોને પૂછશો? દેખીતું છે કે, જેણે એ બનાવી હોય તેને.

    એ જ રીતે, કુટુંબ શાનાથી સુખી બને છે એ જાણવા માટે આપણે કુટુંબના રચનાર યહોવા ઈશ્વર તરફ જોવું જોઈએ.

  • ઈશ્વર તમારી સંભાળ રાખે છે. કુટુંબનું ભલું એમાં છે કે યહોવાએ પવિત્ર શાસ્ત્રમાં જે સલાહ આપી છે એ મેળવે. શા માટે? “કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પિતર ૫:૬, ૭) યહોવા દિલથી ઇચ્છે છે કે તમે સુખી થાઓ. તેમની સલાહથી હંમેશાં ફાયદો થાય છે!—નીતિવચનો ૩:૫, ૬; યશાયા ૪૮:૧૭, ૧૮.

વિચારવા જેવું

યુગલ એક વડીલ પાસેથી સલાહ લઈ રહ્યું છે; તેઓ સાથે મળીને પવિત્ર શાસ્ત્રમાંથી વાંચે છે

તમે વધારે સારા પતિ, પત્ની અથવા માબાપ કઈ રીતે બની શકો?

એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાં અહીં જોવા મળે છે: એફેસીઓ ૫:૧, ૨ અને કોલોસીઓ ૩:૧૮-૨૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો