૧૭
હિંમત ન હારો!
૧. હિંમત રાખો, તમે જરા ન ડરો
સંદેશની મશાલ હાથમાં રાખીને ચાલો
શેતાનનો સામનો સાથે કરʼયે
આપણે મળીને એને તો હરાવ્યે
(ટેક)
કઠણ રાખી દિલ તમે, હિંમત ન હારો
રાજ્યનો સંદેશ, હાથમાં રાખીને ચાલો
ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર
બસ તે એક જ સર્વ શક્તિમાન છે
૨. આપણે હવે કદી ડગવાનું નથી
આ દુનિયાનો હાથ હવે પકડવો નથી
જો લઈએ યહોવાનો આધાર
તો નથી આપણે જરાય લપસી પડનાર
(ટેક)
કઠણ રાખી દિલ તમે, હિંમત ન હારો
રાજ્યનો સંદેશ, હાથમાં રાખીને ચાલો
ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર
બસ તે એક જ સર્વ શક્તિમાન છે
૩. આજે લોકો જરાય સાંભળતા નથી
ઈશ્વરના રાજનો સંદેશ ગણકારતા નથી
એક દિવસ હવે એવો આવશે
શરમના માર્યા માથું નીચું કરશે
(ટેક)
કઠણ રાખી દિલ તમે, હિંમત ન હારો
રાજ્યનો સંદેશ, હાથમાં રાખીને ચાલો
ગજાવી દો સૌ યહોવાનો જયજયકાર
બસ તે એક જ સર્વ શક્તિમાન છે
(ફિલિ. ૧:૭; ૨ તીમો. ૨:૩, ૪; યાકૂ. ૧:૨૭ પણ જુઓ.)