વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jl પાઠ ૭
  • અમારી સભાઓ કેવી હોય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અમારી સભાઓ કેવી હોય છે?
  • યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • સરખી માહિતી
  • “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપતી સભાઓ
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • યહોવાના સાક્ષીઓની સભાઓમાં તમારું સ્વાગત છે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • અમારી સભાઓમાં તમને શું જોવા મળશે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
વધુ જુઓ
યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
jl પાઠ ૭

પાઠ ૭

અમારી સભાઓ કેવી હોય છે?

ન્યૂઝીલૅન્ડમાં યહોવાના સાક્ષીઓની સભા

ન્યૂઝીલૅન્ડ

જાપાનમાં યહોવાના સાક્ષીઓની સભા

જાપાન

યુગાન્ડામાં એક યુવાન સાક્ષી બાઇબલ વાંચન કરી રહ્યો છે

યુગાન્ડા

લિથુએનિયમાં બે સાક્ષી બહેનો બાઇબલમાંથી ચર્ચા કરવાનું દૃશ્ય બતાવી રહ્યા છે

લિથુએનિયા

પહેલી સદીની ખ્રિસ્તી સભાઓમાં ગીતો, પ્રાર્થના, શાસ્ત્રનું વાંચન અને એના પર ચર્ચા થતી હતી. એમાં કોઈ વિધિ થતી ન હતી. (૧ કોરીંથી ૧૪:૨૬) આજે અમારી સભાઓમાં તમને એવું જ જોવા મળશે.

એ માર્ગદર્શન બાઇબલ આધારિત અને ઉપયોગી હોય છે. શનિવારે કે રવિવારે દરેક મંડળ ૩૦ મિનિટનું બાઇબલ પ્રવચન સાંભળવા ભેગું મળે છે. એમાં શીખવવામાં આવે છે કે બાઇબલનું શિક્ષણ આપણા જીવનમાં અને આજના સમયમાં કઈ રીતે લાગુ પડે છે. આપણને ઉત્તેજન આપવામાં આવે છે કે જણાવેલી કલમ પોતાના બાઇબલમાંથી જોઈએ. પ્રવચન પછી એક કલાકનો ચોકીબુરજ અભ્યાસ હોય છે. ચોકીબુરજના અભ્યાસ લેખની આ ચર્ચામાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ ચર્ચા આપણને જીવનમાં બાઇબલનું માર્ગદર્શન લાગુ પાડવા મદદ કરે છે. દુનિયાભરના એક લાખ દસ હજારથી વધારે મંડળોમાં એકસરખી માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે.

અમને શીખવવાની કળામાં સુધારો કરવા મદદ મળે છે. અઠવાડિયા દરમિયાન એક સાંજે અમે ત્રણ ભાગની સભા માટે પણ ભેગા મળીએ છીએ જેનું શિર્ષક છે: આપણું જીવન અને સેવાકાર્ય. એ સભામાં, આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાંથી અભ્યાસ કરવામાં આવે છે. એ સભાનો પહેલો ભાગ “બાઇબલમાં રહેલો ખજાનો” છે, જેમાં એ અઠવાડિયાના બાઇબલ વાંચનની ચર્ચા થાય છે. ભાઈ-બહેનોએ કરેલા અભ્યાસને આધારે એ અધ્યાયો વધુ સમજવા મદદ મળે છે. એ પછીનો ભાગ છે, “સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ”. એમાં ભાઈ-બહેનોએ કરેલ નમૂનાની રજૂઆતોથી શીખવા મળે છે કે પ્રચારમાં બીજાઓને બાઇબલ કઈ રીતે શીખવી શકાય. રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ કેવી પ્રગતિ કરી અને ક્યાં સુધારો કરી શકાય એ વિશે સલાહકાર તેઓને સૂચનો આપે છે, જેથી વાંચન અને બોલવાની કળા વિકસાવી શકાય. (૧ તીમોથી ૪:૧૩) છેલ્લો ભાગ, “યહોવાના સેવકો તરીકે આપણું જીવન” છે, જેમાં બાઇબલમાંના સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય એ જાણવા મળે છે. એ ભાગ સવાલ-જવાબ દ્વારા આવરવામાં આવે છે જેથી બાઇબલને સારી રીતે સમજી શકીએ.

તમે અમારી સભામાં આવશો ત્યારે, બાઇબલમાંથી મળતા સારા શિક્ષણથી ચોક્કસ પ્રભાવિત થશો.—યશાયા ૫૪:૧૩.

  • યહોવાના સાક્ષીઓની સભામાં તમને શું જોવા મળશે?

  • અઠવાડિયાની કઈ સભામાં તમને આવવું ગમશે?

વધારે જાણવા આમ કરો

હવે પછીની સભાઓમાં ચર્ચા થવાની હોય એવી અમુક માહિતી જોઈ જાઓ. નોંધ કરો કે રોજિંદા જીવનમાં લાભ થાય એવું તમને બાઇબલમાંથી શું શીખવા મળે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો