બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૪-૫
ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી બોધપાઠ
શું તમને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે?
“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે,” એ વાક્યના મૂળ શબ્દોનો મતલબ થાય છે: “જેઓ પવિત્ર શક્તિની ભીખ માંગે છે.” (માથ ૫:૩; ફૂટનોટ) ભક્તિ માટે ઈશ્વર પાસેથી મદદ માંગવા આપણે આવી રીતે ઉત્સુકતા બતાવી શકીએ . . .
દરરોજ બાઇબલ વાંચીને
સભાઓ માટે તૈયારી કરીને અને એમાં હાજર રહીને
આપણું સાહિત્ય વાંચીને અને સમય મળે ત્યારે વેબસાઇટ પરની માહિતી જોઈને
JW બ્રૉડકાસ્ટિંગ પર આવતો માસિક કાર્યક્રમ જોઈને
ઈશ્વરના માર્ગદર્શન માટેની ભૂખ હું કઈ રીતે વધારી શકું?