વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑગસ્ટ પાન ૩
  • યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • યહોવાનો ડર કેમ રાખવો જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • હિંમત બતાવનારને યહોવા આશીર્વાદ આપે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોયાદાએ હિંમત બતાવી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યુવાનો, તમે કેવું જીવન ચાહો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑગસ્ટ પાન ૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાને ચાહે છે એવા લોકો સાથે સમય વિતાવીએ

જેઓ યહોવાને ચાહે છે તેઓ સાથે કેમ સમય વિતાવવો જોઈએ? જેવો સંગ તેવો રંગ. આપણા મિત્રો કે સગાંઓની સંગતથી આપણા પર સારી કે ખરાબ અસર પડી શકે છે. (નીતિ ૧૩:૨૦) એક દાખલો લઈએ. રાજા યોઆશે પ્રમુખ યાજક યહોયાદા સાથે અમુક વર્ષો વિતાવ્યા. એ દરમિયાન તેમણે ‘યહોવાની નજરમાં જે સારું હતું એ કર્યું.’ (૨કા ૨૪:૨) યહોયાદાના મરણ પછી, યોઆશે ખરાબ સંગતને લીધે યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું.—૨કા ૨૪:૧૭-૧૯.

પહેલી સદીમાં પ્રેરિત પાઊલે ખ્રિસ્તી મંડળને એક “મોટા ઘર” સાથે અને ભાઈ-બહેનોને “વાસણો” સાથે સરખાવ્યાં હતાં. આપણે કઈ રીતે ‘ઉત્તમ કામ માટે વપરાતાં વાસણો’ બનીએ છીએ? યહોવાને પસંદ નથી એવા કામો કરતા લોકો જોડે ગાઢ સંબંધ ન રાખીને આપણે એવા વાસણો બનીએ છીએ. એ લોકો આપણા કુટુંબ કે મંડળમાંથી પણ હોય શકે. (૨તિ ૨:૨૦, ૨૧) ચાલો આપણે એવા લોકો સાથે દોસ્તી બાંધીએ, જેઓ યહોવાને ચાહે છે અને તેમની ભક્તિમાં લાગુ રહેવા આપણને ઉત્તેજન આપે છે.

ખરાબ સંગત તજી દેવાનું શીખો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • કેવા સંજોગોમાં આપણે અજાણતા ખરાબ સોબતમાં આવી જઈ શકીએ?

  • ત્રણ ભાઈ-બહેનોને ખરાબ સંગત છોડી દેવા શામાંથી મદદ મળી?

  • સારા મિત્રો પસંદ કરવા તમને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરશે?

જોન પોતાના ગ્રાહકોને વાઈન કાઢી આપે છે; ક્રિસ્ટીન સોશિયલ મીડિયા જુએ છે; જેડન ઓનલાઇન ગેમ રમે છે; જોનનું કુટુંબ, ક્રિસ્ટીન અને જેડન સભામાં બેઠા છે

શું હું “ઉત્તમ કામ માટે વપરાતું વાસણ” છું?—૨તિ ૨:૨૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો