વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૮ પાન ૧૧
  • શીખવે એવા દાખલાઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શીખવે એવા દાખલાઓ
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • ‘ઉદાહરણ વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મહાન શિક્ષક પાસેથી શીખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઉદાહરણો આપીને મુખ્ય મુદ્દાઓ સમજાવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૮ પાન ૧૧

અભ્યાસ ૮

શીખવે એવા દાખલાઓ

જણાવેલી કલમ

માથ્થી ૧૩:૩૪, ૩૫

મુખ્ય વિચાર: વ્યક્તિને ગમી જાય અને મહત્ત્વના વિચારો શીખવે એવા સાદા દાખલા વાપરો અને જે શીખવો એમાં રંગ ભરી દો.

કેવી રીતે કરશો:

  • સાદા દાખલા પસંદ કરો. મોટી મોટી વાતો સમજાવવા ઈસુએ નાની નાની વાતો કહી. અઘરી વાતો સમજાવવા તેમણે સહેલી વાતો જણાવી. તમે પણ એમ જ કરો. સાદો દાખલો વાપરો અને વધારે પડતી વિગતો ઉમેરવાનું ટાળો. જે દાખલો વાપરો છો એની બધી વિગતો, તમે જે સમજાવવા માંગો છો એની સાથે બંધબેસતી હોવી જોઈએ. નહિ તો, સાંભળનારા ગૂંચવાઈ જશે.

    ઉપયોગી સૂચન

    આસપાસ જુઓ. તમારી આસપાસ શું છે એના પર નજર કરો. આપણું સાહિત્ય વાંચો. જે ભાઈ-બહેનો સારી રીતે શીખવે છે તેઓને ધ્યાનથી સાંભળો. વિચાર કરો કે તમે જે શીખવો છો એમાં રંગ ભરી દેવા માટે કેવા કેવા દાખલા વાપરી શકો. એ દાખલા તમે ફાઇલમાં કે નોટબુકમાં સાચવી રાખો.

  • તમારા સાંભળનારાને મનમાં રાખો. તમારા સાંભળનારાને ખબર હોય અને રસ પડે એવા દાખલા પસંદ કરો. વ્યક્તિને શરમ આવે અથવા ખોટું લાગે એવા દાખલા ન વાપરો.

  • મુખ્ય વિચાર શીખવો. દાખલાની નાની નાની વિગતો તરફ નહિ, પણ એના મુખ્ય વિચારો તરફ ધ્યાન દોરો. એવી રીતે રજૂ કરો કે ફક્ત દાખલો જ નહિ, એનો બોધપાઠ પણ લોકોને યાદ રહે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો