૮
ઈસુનું સાંજનું ભોજન
૧. એક વખતની છે સાચી આ વાત
ફસલની ઢળી હતી રાત
દિલમાં શ્રદ્ધા ભરી, હલવાનનો કર્યો ઘાત
કર્યું તેં ઈસ્રાએલ આઝાદ
વર્ષો પછી પૂરી થઈ એ વાત
ઈસુને હલવાન કેʼવાયો
કર્યો સૌ માટે ઘાત, પોતાના જીવનનો
આજે છે યાદ કરવાનો મોકો
૨. હે યહોવા મારા પર વરસે
તારી કરુણા આજ સાંજે
આપ્યો તારો દીકરો, તેં અમ પાપી માટે
દેખાયો પ્રેમ તારો અમને
કેવી છે અપાર તારી પ્રીતિ
મારી તો છે આ વિનંતી
દેજો તમે એને, મારા દિલમાં છાપી
યહોવા યાદ આ સુંદર સાંજની
(લુક ૨૨:૧૪-૨૦; ૧ કોરીં. ૧૧:૨૩-૨૬ પણ જુઓ.)