૭
હર ઘડી સોંપી દઉં યહોવાને
૧. ગગનમાં તારલા શણગાર્યાં
પ્રભુ યહોવા તેં
શણગારી આ દુન્યા પ્રેમથી
પ્રભુ યહોવા તેં
રતન જેવું જીવન આપ્યું
પ્રભુ યહોવા તેં
તેં ભક્તિનો રંગ અમને આપ્યો
રંગ પ્રભુ યહોવા તેં
૨. ઈસુને મોકલ્યા અહીં
પ્રભુ યહોવા તેં
ઈસુએ નમીને કહ્યું
પ્રભુ યહોવાને:
‘હું કદી નહિ છોડું રે
પ્રભુ યહોવાને’
હરપલ દીધો ઈસુને તેં સાથ
સાથ પ્રભુ યહોવા તેં
૩. હવેથી હું સદા નમીશ
પ્રભુ યહોવાને
કદી નહિ હું છોડું રે
પ્રભુ યહોવાને
દિલ મારું હવે સોંપી દઉં
પ્રભુ યહોવાને
હર ઘડી જીવનની સોંપી દઉં
હું પ્રભુ યહોવાને
(માથ. ૧૬:૨૪; માર્ક ૮:૩૪; લુક ૯:૨૩ પણ જુઓ.)