નવેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
નવેમ્બર ૭-૧૩
બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૨૭-૩૧
“બાઇબલ સદ્ગુણી સ્ત્રી વિશે જણાવે છે”
(નીતિવચન ૩૧:૧૦-૧૨) સદ્ગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે. ૧૧ તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ પડશે નહિ. ૧૨ પોતાના આવરદાના સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ.
તમારા લગ્નને મજબૂત અને સુખી બનાવો
યહોવાએ પત્નીઓને કુટુંબમાં મહત્ત્વની ભૂમિકા આપીને માન આપ્યું છે. પત્ની તો હંમેશાં પતિની “જોડે હોવા”થી તેની સાથીદાર અને સહાયકારી છે. (માલા. ૨:૧૪) પતિ-પત્ની જ્યારે કુટુંબને લગતો કોઈ નિર્ણય લે, ત્યારે પત્ની પોતાનો વિચાર અને લાગણી જણાવી શકે. પરંતુ, પત્નીએ આધીન રહીને એમ કરવું જોઈએ. એક સમજુ પતિ પણ તેની પત્નીની વાત ધ્યાનથી સાંભળશે. (નીતિ. ૩૧:૧૦-૩૧) પ્રેમાળ રીતે આધીન રહેવાથી કુટુંબમાં આનંદ, શાંતિ અને સંપનો માહોલ બની રહે છે. પરિણામે, પતિ-પત્ની સંતોષની લાગણી અનુભવે છે. તેઓ જાણે છે કે તેઓ યહોવાને ખુશ કરી રહ્યાં છે.—એફે. ૫:૨૨.
એક માતાની શાણી સલાહ
લમૂએલને સદ્ગુણી પત્ની વિષે કહેવામાં આવ્યું: “તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે.” (કલમ ૧૧) બીજા શબ્દોમાં, પતિએ એટલા કડક ન બનવું જોઈએ કે, દરેક બાબતોમાં તેની પત્નીને તેની રજા લેવી પડે. જોકે એ જરૂરી છે કે, મોટા નિર્ણયો લેતા પહેલા પતિ અને પત્ની એકબીજાને પૂછે. જેમ કે કોઈ મોંઘી વસ્તુ ખરીદવાની હોય કે પછી પોતાનાં બાળકોને સારા સંસ્કાર શીખવવાને લગતી બાબત હોય. આવી બાબતો વિષે વાતચીત કરવાથી તેઓ એક સુખી કુટુંબ બનશે.
it-2-E ૧૧૮૩ ¶૬
પત્ની
સદ્ગુણી પત્નીનું વર્ણન. નીતિવચનો ૩૧માં ખુશ અને વફાદાર પત્નીનાં કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પતિ માટે તે રત્નો કરતાં પણ વધુ કીમતી છે. તે તેના પર પૂરો ભરોસો મૂકી શકે છે. તે મહેનતુ છે. તે ઊન કાંતે છે, પોતાના કુટુંબ માટે કપડાં બનાવે છે, ઘરની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને એ પ્રમાણે ખરીદી કરે છે, દ્રાક્ષાવાડીમાં કામ કરે છે, ચાકરોને યોગ્ય કામ સોંપે છે, જરૂર છે એવા લોકોને મદદ કરે છે, કુટુંબને સારાં કપડાં પહેરાવે છે, પોતાની આવડતથી કમાય છે, ભાવિમાં આવનાર મુશ્કેલીઓ વિશે અગાઉથી કુટુંબને તૈયાર કરે છે, બુદ્ધિપૂર્વક અને પ્રેમાળ રીત વર્તે છે તેમજ પોતાનાં સારાં કામ અને યહોવાના ભયને લીધે તેનો પતિ અને બાળકો તેની પ્રશંસા કરે છે. એને લીધે દેશના લોકો તેના પતિ અને કુટુંબને શાબાશી આપે છે. સાચે જ, જેને સારી પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી અને તે યહોવાની કૃપા પામે છે.—નીતિ ૧૮:૨૨.
(નીતિવચનો ૩૧:૧૩-૨૭) તે ઊન તથા શણ શોધી લાવે છે, અને રાજીખુશીથી પોતાને હાથે કામ કરે છે. ૧૪ તે વેપારીના વહાણ જેવી છે; તે દૂર દૂરથી પોતાનું અન્ન લાવે છે. ૧૫ વળી હજી તો રાત હોય છે એટલામાં તો તે ઊઠે છે, પોતાના ઘરનાંને ખાવાનું આપે છે, અને પોતાની દાસીઓને તેમનું કામ નીમી આપે છે. ૧૬ તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે; પોતાની કમાણીથી તે દ્રાક્ષાવાડી રોપે છે. ૧૭ તે પોતાની કમરે બળરૂપી પટો બાંધે છે, અને પોતાના હાથ બળવાન કરે છે. ૧૮ તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે; તેનો દીવો રાતે હોલવાતો નથી. ૧૯ તે પોતાના હાથ રેંટિયાને લગાડે છે, અને તેના હાથ તરાકને પકડે છે. ૨૦ તે ગરીબોને ઉદારતાએ આપે છે; હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને મદદ કરે છે. ૨૧ તેને પોતાના કુટુંબ વિશે હિમનું ભય નથી; કેમ કે તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. ૨૨ તે પોતાને વાસ્તે બુટ્ટાદાર તકિયા બનાવે છે; તેનાં વસ્ત્ર બારીક શણનાં તથા જાંબુઆ રંગનાં છે. ૨૩ તેનો ધણી દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે. ૨૪ તે શણનાં વસ્ત્ર બનાવીને વેચે છે; અને વેપારીને કમરબંધ બનાવી આપે છે. ૨૫ બળ તથા મોભો એ તેનો પોષાક છે; અને ભવિષ્યકાળની ચિંતાને તે હસી કાઢે છે. ૨૬ તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે; તેની જીભનો નિયમ માયાળુપણું છે. ૨૭ તે પોતાના ઘરનાં માણસોની ચાલચલણની બરાબર તપાસ રાખે છે, તે આળસની રોટલી ખાતી નથી.
એક માતાની શાણી સલાહ
ખરેખર, સદ્ગુણી પત્ની માટે ઘણું કામ હોય છે. કલમ ૧૩થી ૨૭માં વ્યવહારુ સલાહ અને સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એ કોઈ પણ ઉંમરની પત્ની પોતાના કુટુંબના ફાયદા માટે ઉપયોગમાં લઈ શકે. દાખલા તરીકે, મોંઘવારીના કારણે સદ્ગુણી પત્ની મહેનતુ બનશે, કપડાં સીવતા અને કરકસર કરતા શીખી શકે જેથી તેનું કુટુંબ પહેરવેશમાં હંમેશા શોભતું હોય. (કલમ ૧૩, ૧૯, ૨૧, ૨૨) કુટુંબના ખોરાકનો ખર્ચો ઘટાડવા માટે તે શાકભાજી ઉગાડે છે અને પૈસા સાચવીને વાપરે છે.—કલમ ૧૪, ૧૬.
દેખીતી રીતે, સ્ત્રી “આળસની રોટલી ખાતી નથી.” તે સખત કામ કરે છે, અને પોતાના કુટુંબની દેખરેખ રાખે છે. (કલમ ૨૭) વળી, તે “પોતાની કમરે બળરૂપી પટો” બાંધે છે, એટલે કે તે તનતોડ મહેનત કરવા તૈયાર છે. (કલમ ૧૭) સૂર્ય ઊગતાં પહેલા તે ઊઠીને કામ શરૂ કરે છે, અને મોડી રાત સુધી કામ કરે છે. જાણે કે, બળતા દીવાની જેમ તેની શક્તિ વાપરે છે.—કલમ ૧૫, ૧૮.
(નીતિવચનો ૩૧:૨૮-૩૧) તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ દે છે; અને તેનો ધણી પણ તેનાં વખાણ કરીને કહે છે, કે ૨૯ સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે. ૩૦ લાવણ્ય ઠગારૂં છે, અને સૌંદર્ય વ્યર્થ છે; પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. ૩૧ તેના હાથની પેદાશમાંથી તેને આપો; અને તેનાં કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ.
તમારા લગ્નને મજબૂત અને સુખી બનાવો
પતિએ માન મેળવવા પત્નીને દબાણ કરવું જોઈએ નહિ. એના બદલે તેણે ‘સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ.’ (૧ પીત. ૩:૭) ઘરમાં તેમ જ જાહેરમાં તેણે પત્ની જોડે માનથી બોલવું અને વર્તવું જોઈએ. પતિનાં વાણી-વર્તન પરથી દેખાઈ આવવું જોઈએ કે તે પત્નીને કીમતી ગણે છે. (નીતિ. ૩૧:૨૮) પતિ પ્રેમથી વર્તશે તો પત્ની પણ તેને પ્રેમ અને માન આપશે. એવા લગ્નજીવન પર યહોવા આશીર્વાદ વરસાવશે.
એક માતાની શાણી સલાહ
એ ઉપરાંત, સદ્ગુણી પત્ની આધ્યાત્મિક વ્યક્તિ છે. તે દેવનો ડર રાખીને ચાલે છે અને ઊંડા માનથી તેમની સેવા કરે છે. (કલમ ૩૦) એવી જ રીતે પોતાનાં બાળકોને તાલીમ આપવામાં પોતાના પતિને સહાય કરે છે. કલમ ૨૬ કહે છે: ‘જ્ઞાનથી’ તે પોતાનાં બાળકોને શીખવે છે, અને “તેની જીભનો નિયમ માયાળુપણું છે.”
એક માતાની શાણી સલાહ
લમૂએલની મા પોતાના અનુભવથી તેના દીકરાને કહે છે કે, તારી પત્નીને માન આપતો રહેજે, તેના જેવું બીજું કોઈ તેને વહાલું નહિ હોય. તેથી, બીજાઓની આગળ તે કબૂલ કરે છે ત્યારે તેના અવાજમાં ઊંડી લાગણી દેખાઈ આવે છે એની કલ્પના કરો: “સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”—નીતિવચન ૩૧:૨૯.
કીમતી રત્નો શોધીએ
(નીતિવચનો ૨૭:૧૨) સંકટ જોઈને શાણો સંતાઈ જાય છે, પણ મૂર્ખ આગળ ચાલ્યો જઈને આપદા ભોગવે છે.
જીવનના જોખમની ચિંતા
ખરું કે, જીવનમાં ખરાબ બાબતો બને છે. પરંતુ, ‘સંકટ જોઈને સમજુ માણસ સંતાઈ જાય છે.’ (નીતિવચનો ૨૭:૧૨) આપણે તંદુરસ્ત રહેવા પ્રયત્નો કરીએ છીએ. એવી જ રીતે, માનસિક અને લાગણીમય રીતે તંદુરસ્ત રહેવા પગલાં ભરી શકીએ. હિંસક મનોરંજન અને ન્યૂઝ રિપોર્ટમાં ક્રૂરતાથી ભરેલાં ચિત્રો જોવાથી આપણી પોતાની અને બાળકોની ચિંતા વધશે. એ પણ ખરું છે કે, હિંસક બાબતો ન જોવાથી આપણે હકીકતને નકારી શકતા નથી. ઈશ્વરે આપણને એવું મન આપ્યું છે જેથી, ખરાબ બાબતો પર નહિ પરંતુ, સારી બાબતો પર વિચાર કરી શકીએ. એ માટે ‘જે કંઈ સત્ય, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર’ છે, એનાથી પોતાના મનને ભરી દેવું જોઈએ. એમ કરીશું તો, ‘શાંતિના ઈશ્વર’ આપણને મનની શાંતિ આપશે.—ફિલિપી ૪:૮, ૯.
(નીતિવચનો ૨૭:૨૧) રૂપું ગાળવા માટે કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
w૧૧-E ૮/૧ ૨૯ ¶૨
સારી આશા અને ભરપૂર અપેક્ષાનો દિવસ
બીજું, ભાઈ મોરિસે નીતિવચનો ૨૭:૨૧ વાંચી. તે જણાવે છે: “રૂપું ગાળવા માટે કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે, તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.” તેમણે સમજાવ્યું હતું કે, જેમ સોના-ચાંદીને ગાળવાની કે શુદ્ધ કરવાની જરૂર પડે છે, તેમ પ્રશંસાથી આપણે શુદ્ધ થઈએ છીએ. કઈ રીતે? આપણા વખાણ થાય ત્યારે, આપણા વ્યક્તિત્વની પરીક્ષા થાય છે. એનાથી કદાચ આપણામાં ઘમંડ આવી જાય અને આપણે ઈશ્વરની ભક્તિમાં ઠંડા પડી જઈ શકીએ. અથવા એનાથી આપણને સમજાય કે, આપણે યહોવાના ૠ ણી છીએ અને યહોવાનાં ધોરણોને વળગી રહેવાનો દૃઢ નિર્ણય કરીએ. આમ, ભાઈ મોરિસે વિદ્યાર્થીઓને ઉત્તેજન આપ્યું કે, પ્રશંસા પ્રત્યે યોગ્ય વલણ બતાવે અને તેઓને ‘યહોવાનું ભય’ છે એ સાબિત કરવાની એક તક ગણે.
નીતિવચનોના મુખ્ય વિચારો
૨૭:૨૧. આપણા વખાણ કરવામાં આવે ત્યારે દેખાઈ આવવું જોઈએ કે આપણે કેવા છીએ. આપણા વખાણ કરવામાં આવે ત્યારે આપણે નમ્ર હોઈશું તો, એ યશ યહોવાહને આપીશું. આપણને તેમની સેવા કરવા ઉત્તેજન મળશે. આપણે નમ્ર નહિ હોઈએ તો કોઈ આપણા વખાણ કરશે ત્યારે ફુલાઈ જઈશું.
નવેમ્બર ૧૪-૨૦
બાઇબલમાં રહેલો ખજાનો | સભાશિક્ષક ૧-૬
“તમારી મહેનતનું સુખ ભોગવો”
(સભાશિક્ષક ૩:૧૨, ૧૩) હું જાણું છું, કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. ૧૩ વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.
w૧૫-E ૨/૧ ૪-૬
કામનો આનંદ કેવી રીતે માણવો
“વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.” (સભાશિક્ષક ૩:૧૩) જો ઈશ્વરની ઇચ્છા હોય કે આપણે કામથી આનંદ પામીએ, તો શું એમ માનવું યોગ્ય નથી કે તે આપણને એ પણ જણાવશે કે એ આનંદ કેવી રીતે મેળવવો? (યશાયા ૪૮:૧૭) તે એમ તેમના વચન, બાઇબલ દ્વારા કરે છે. તમારા કામથી સંતોષ મેળવવા બાઇબલની આ સલાહ પર ધ્યાન આપો.
કામ માટે યોગ્ય વલણ કેળવો
શું તમારું કામ મોટા ભાગે શારીરિક છે કે પછી ખૂબ મગજ કસવું પડે એવું છે? ગમે એ હોય, પણ એ જાણો કે “સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે” (નીતિવચનો ૧૪:૨૩) કેવા પ્રકારનો લાભ? એક વાત છે કે મહેનત કરવાથી આપણા કુટુંબની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડી શકીએ છીએ. ખરું કે, ઈશ્વર તેમની ખરા દિલથી ભક્તિ કરનારાઓની જરૂરિયાત પૂરી પાડવાનું વચન આપે છે. (માથ્થી ૬:૩૧, ૩૨) પણ, સાથે સાથે તે અપેક્ષા રાખે છે કે, આપણે કુટુંબનું ભરણપોષણ કરવા મહેનત કરીએ અને નોકરી-ધંધા પર ઇમાનદારી બતાવીએ.—૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦.
આવી રીતે, આપણે કામ પ્રત્યે યોગ્ય વલણ કેળવી શકીશું. કામ કરીને આપણે આપણી જવાબદારીને માનપૂર્વક પૂરી કરી શકીએ છીએ. ૨૫-વર્ષનો જોશુઆ કહે છે, “પોતાની જરૂરિયાતો પૂરી પાડવી એક ઉપલબ્ધિ છે. જો તમે તમારી જરૂરિયાતોનો ખર્ચ ઉઠાવી શકો, તો તમારું કામ એનો મકસદ પૂરો કરી રહ્યું છે.”
વધુમાં, મહેનત કરવાથી આપણું માન વધે છે. આખરે તો, મહેનતુ કામ કરવા મહેનત કરવી પડે છે. ભલેને કોઈ કામ કંટાળાજનક કે અઘરું હોય, પણ આપણે જ્યારે કામ પ્રત્યે સમર્પિત હોઈએ છીએ, ત્યારે આપણને એ જાણીને સંતોષ મળે છે કે આપણે આપણાં ઊંચાં ધોરણોને વળગી રહીએ છીએ. ઉપરાંત, આપણે આળસુ બનીને સહેલો રસ્તો અપનાવવો સહેલો છે, પણ એવી ભાવના પર જીત મેળવીએ છીએ. (નીતિવચનો ૨૬:૧૪) એ અર્થમાં જોતા, કામ કરવાથી ઊંડો સંતોષ મળે છે. આગળના લેખમાં આપણે ભાઈ એરન વિશે જોઈ ગયા. તે કહે છે: “આખો દિવસ કામ કર્યા પછી મારા દિલમાં સંતોષની લાગણી અનુભવું છું. હું કદાચ ખૂબ થાકી ગયો હોઉં કે પછી કોઈએ મારા કામની નોંધ ન લીધી હોય, પણ હું જાણું છું કે મેં કંઈક હાંસલ કર્યું છે.”
કામમાં મન પરોવો
“પોતાના કામમાં ઉદ્યોગી હોય” એવા માણસ અને “રાજીખુશીથી પોતાને હાથે કામ” કરનાર સ્ત્રીના બાઇબલ વખાણ કરે છે. (નીતિવચનો ૨૨:૨૯; ૩૧:૧૩) ખરું કે, વ્યક્તિ આપોઆપ કુશળ બની જતી નથી. અને આપણામાંથી બહુ ઓછા લોકો એવા હશે, જેઓને ના ગમતું કામ કરવામાં પણ ખુશી મળતી હશે. કદાચ એટલા માટે જ મોટા ભાગના લોકોને કામ કરવામાં આનંદ આવતો નથી; તેઓ એ કામને સારું કે આનંદદાયક બનાવવા કોઈ પ્રયત્ન જ કરતા નથી.
હકીકતમાં, જો વ્યક્તિ કામ પ્રત્યે યોગ્ય વલણ બતાવે, તો તેને સોંપવામાં આવેલા કોઈ પણ કામથી આનંદ મેળવી શકે છે. ૨૪ વર્ષનો વિલિયમ કહે છે: “જ્યારે તમે કોઈ કામ માટે બનતો પ્રયત્ન કરો છો, ત્યારે એના સંતોષજનક પરિણામ મેળવી શકો છો. તમને ક્યારેય એવી લાગણી નહિ થાય કે, તમે વેઠ ઉતારી છે અથવા બહુ થોડું જ કર્યું છે.”
તમારા કામથી બીજાઓને કઈ રીતે ફાયદો થાય છે એનો વિચાર કરો
તમે કેટલું કમાઓ છો એ વિશે વિચારતા રહેવાના ફાંદાને ટાળો. એને બદલે, આવા સવાલો પર વિચાર કરો: “આ નોકરી શા માટે જરૂરી છે? એ ના કરું અથવા સારી રીતે ના કરું તો શું થશે? મારા કામથી બીજાઓને કઈ રીતે ફાયદો થાય છે?”
ખાસ કરીને છેલ્લા સવાલ પર વિચારવું સારું રહેશે. કારણ કે, જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા કામથી બીજાઓને ફાયદો થાય છે, ત્યારે આપણું કામ વધારે સંતોષજનક લાગે છે. ઈસુએ પોતે કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫) આપણા કામથી સીધેસીધો ફાયદો ફક્ત ગ્રાહકો અને માલિકોને જ નહિ, પણ બીજાઓને પણ થાય છે. એમાં આપણા કુટુંબીજનો અને જરૂરિયાતમંદોનો સમાવેશ થાય છે.
કુટુંબીજનો. જ્યારે કુટુંબના કોઈ શિર પોતાના ઘરના લોકોની જરૂરિયાતો પૂરી પાડવા ભારે મહેનત કરે છે, ત્યારે તેને ઓછામાં ઓછી બે રીતે ફાયદો થાય છે. પહેલો, તે ખાતરી કરે છે કે તેઓની દૈહિક જરૂરિયાતો પૂરી થાય છે, જેમ કે રોટલી, કપડાં અને મકાન. એમ કરીને તે ઈશ્વર તરફથી મળેલી “પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો” પૂરી કરવાની જવાબદારી નિભાવે છે. (૧ તિમોથી ૫:૮) બીજું, ઉદ્યમી વ્યક્તિ પોતાના સારા દાખલાથી સખત મહેનત કરવાનું મહત્ત્વ સમજાવે છે. આગળના લેખમાં આપણે શૅન વિશે જોઈ ગયા. તે કહે છે: “નોકરી-ધંધાની જગ્યાએ સારા સંસ્કાર બતાવવામાં મારા પિતાઓ સારો દાખલો બેસાડ્યો છે. તે એક ઈમાનદાર માણસ છે, જેમણે પોતાનું આખું જીવન સખત મહેનત કરી છે, મોટે ભાગે સુથાર તરીકે. તેમના દાખલાથી મેં જાત-મહેનત કરવાની કિંમત સમજી શક્યો તેમજ એવી વસ્તુઓ બનાવવાનું શીખ્યો જેનાથી બીજાઓને મદદ મળી રહે.”
જરૂરિયાતમંદ લોકો. પ્રેરિત પાઊલે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને સલાહ આપી હતી, ‘સખત મહેનત કરો, જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા તમારી પાસે કંઈક હોય.’ (એફેસીઓ ૪:૨૮) હકીકતમાં, જો આપણે પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા સખત મહેનત કરીશું, તો આપણે જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરી શકીશું. (નીતિવચનો ૩:૨૭) આમ, સખત મહેનત કરવાથી આપણે આપવાથી મળતી ખુશીનો અનુભવ કરી શકીશું.
વધારે કરો
ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું હતું: “જો કોઈ અધિકારી તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તો તેની સાથે બે કિલોમીટર જાઓ.” (માથ્થી ૫:૪૧) એ સિદ્ધાંત તમે કઈ રીતે તમારા કામમાં લાગુ પાડી શકો? જેટલું કહેવામાં આવે એટલું જ કરવાને બદલે કઈ રીતે વધુ કરી શકાય એની રીતો શોધો. વ્યક્તિગત ધ્યેયો બાંધો; તમારા કામને વધારે સારું કરવા અથવા વધારે ઝડપી બનાવવા પોતાને જ પડકાર ફેંકો. તમારા કામમાં મળતી નાની સફળતામાં પણ ગર્વ મહેસૂસ કરો.
જ્યારે તમે “બે કિલોમીટર જશો” એટલે કે વધારે કરશો, ત્યારે મોટા ભાગે તમને તમારા કામમાં આનંદ મળશે. કારણ કે, તમે તમારા કામના કાબૂમાં હશો. તમે વધારે આપી રહ્યા છો, કોઈના દબાણને લીધે નહિ, પણ તમારી પોતાની ઇચ્છાને લીધે. (ફિલેમોન ૧૪) આના સંદર્ભમાં આપણને નીતિવચનો ૧૨:૨૪નો સિદ્ધાંત મદદ કરી શકે. એ જણાવે છે: “ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે; પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે.” ખરું કે, બહુ થોડા લોકોને ગુલામી અથવા કાળી મજૂરી કરવી પડે છે. જોકે, જે વ્યક્તિ એકદમ ઓછું કામ કરે છે અથવા આળસુ છે તેને હંમેશાં એવું લાગે છે કે, બીજાઓ તેની પાસે ખૂબ અપેક્ષા રાખે છે અને બોજ નીચે દબાયેલો છે. જ્યારે કે, જે વ્યક્તિ વધુ કરવા તૈયાર હોય છે, તે પોતાની ઇચ્છા મુજબ કામ કરે છે અને જાણે પોતાના જીવનને કાબૂમાં રાખે છે. તે પોતાના કામનો માલિક છે.
કામ પ્રત્યે યોગ્ય વલણ બતાવવું
સખત મહેનત કરવી એ વખાણવા જેવી છે, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે જીવનમાં કામ સિવાય બીજું ઘણું છે. હકીકતમાં બાઇબલ આપણને મહેનતુ કે ઉદ્યોગી થવા ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૧૩:૪) પરંતુ, એની પાછળ મંડ્યા ન રહેવા પણ ઉત્તેજન આપે છે. સભાશિક્ષક ૪:૬ કહે છે: “શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોશ મળે તે સારું છે.” મુદ્દો એ છે કે જો કોઈ વ્યક્તિ સતત કામ જ કર્યા કરે, તો તેનાં સમય અને શક્તિ એટલા વપરાય જશે કે તે પોતાની મહેનતનાં ફળનો આનંદ જ માણી નહિ શકે. પરિણામે, તેનું કામ “પવનમાં ફાંફાં” મારવા જેવું થશે એટલે કે વ્યર્થ જશે.
બાઇબલ આપણને સમતોલ દૃષ્ટિ રાખવા મદદ કરી શકે. તે આપણને મહેનત કરવા ઉત્તેજન આપે છે, પરંતુ સાથે સાથે સલાહ પણ આપે છે કે “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી” લો. (ફિલિપીઓ ૧:૧૦) મહત્ત્વની બાબતો કઈ છે? એમાં કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરવાનો સમાવેશ થાય છે. એનાથી પણ વધારે મહત્ત્વનું તો, ભક્તિને લગતાં કાર્યોમાં પૂરતો સમય આપવો, જેમ કે, બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું.
જે લોકો પોતાના કામ માટે સમતોલ દૃષ્ટિ રાખે છે તે પોતાના કામનો વધારે આનંદ માણી શકે છે. આપણે અગાઉ વિલિયમ વિશે જોઈ ગયા. તેમણે કહ્યું: ‘કામની જગ્યાએ મારા એક માલિકે કામ માટે સમતોલ દૃષ્ટિ રાખનાર તરીકે એક સારો દાખલો બેસાડ્યો છે. તે મહેનતુ છે અને તેમના સારા કામને લીધે તેમણે સારું નામ કમાયું છે. દિવસના અંતે તેમને ખબર હોય છે કે કઈ રીતે કામને કામની જગ્યાએ મૂકી દેવું અને કુટુંબ પર અને ભક્તિ પર પોતાનું ધ્યાન આપવું. અને તમને ખબર છે? હું જેટલા લોકોને ઓળખું છું એમાં તે સૌથી સુખી છે!’
તેઓ સખત મહેનતને કઈ નજરે જુએ છે?
“દિવસને અંતે જ્યારે હું થાકી જાઉં છું, ત્યારે કંઈક પ્રાપ્ત કર્યાનો સંતોષ અને આનંદ મહેસૂસ કરું છું. હું જાણું છું કે એ દિવસે મેં સાચે જ કામ કર્યું છે.”—નિક.
“કામ કરવાની સૌથી સારી રીત છે, સખત મહેનત. જો તમે એવું કામ કરવાના હોય જેનાથી બીજાઓને ફાયદો થવાનો હોય, એને સારી રીતે કરો.”—ક્રિશ્ચ્યન.
“માનવ શરીર અસામાન્ય કામો કરી શકે છે. સખત મહેનત કરીને અને બીજાઓને મદદ કરીને હું જીવનની ભેટની કદર કરવા ચાહું છું.”—ડેવિડ.
(સભાશિક્ષક ૪:૬) શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોશ મળે તે સારું છે.
w૧૫-E ૨/૧ ૬ ¶૩-૫
કામનો આનંદ કઈ રીતે માણવો
કામ પ્રત્યે યોગ્ય વલણ બતાવવું
સખત મહેનત કરવી એ વખાણવા જેવી છે, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે જીવનમાં કામ સિવાય બીજું ઘણું છે. હકીકતમાં બાઇબલ આપણને મહેનતુ કે ઉદ્યોગી થવા ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૧૩:૪) પરંતુ, એની પાછળ મંડ્યા ન રહેવા પણ ઉત્તેજન આપે છે. સભાશિક્ષક ૪:૬ કહે છે: “શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોશ મળે તે સારું છે.” મુદ્દો એ છે કે જો કોઈ વ્યક્તિ સતત કામ જ કર્યા કરે, તો તેનાં સમય અને શક્તિ એટલા વપરાય જશે કે તે પોતાની મહેનતનાં ફળનો આનંદ જ માણી નહિ શકે. પરિણામે, તેનું કામ “પવનમાં ફાંફાં” મારવા જેવું થશે એટલે કે વ્યર્થ જશે.
બાઇબલ આપણને સમતોલ દૃષ્ટિ રાખવા મદદ કરી શકે. તે આપણને મહેનત કરવા ઉત્તેજન આપે છે, પરંતુ સાથે સાથે સલાહ પણ આપે છે કે “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી” લો. (ફિલિપીઓ ૧:૧૦) મહત્ત્વની બાબતો કઈ છે? એમાં કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરવાનો સમાવેશ થાય છે. એનાથી પણ વધારે મહત્ત્વનું તો, ભક્તિને લગતાં કાર્યોમાં પૂરતો સમય આપવો, જેમ કે, બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું.
જે લોકો પોતાના કામ માટે સમતોલ દૃષ્ટિ રાખે છે તે પોતાના કામનો વધારે આનંદ માણી શકે છે. આપણે અગાઉ વિલિયમ વિશે જોઈ ગયા. તેમણે કહ્યું: ‘કામની જગ્યાએ મારા એક માલિકે કામ માટે સમતોલ દૃષ્ટિ રાખનાર તરીકે એક સારો દાખલો બેસાડ્યો છે. તે મહેનતુ છે અને તેમના સારા કામને લીધે તેમણે સારું નામ કમાયું છે. દિવસના અંતે તેમને ખબર હોય છે કે કઈ રીતે કામને કામની જગ્યાએ મૂકી દેવું અને કુટુંબ પર અને ભક્તિ પર પોતાનું ધ્યાન આપવું. અને તમને ખબર છે? હું જેટલા લોકોને ઓળખું છું એમાં તે સૌથી સુખી છે!’
કીમતી રત્નો શોધીએ
(સભાશિક્ષક ૨:૧૦, ૧૧) વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠ્યો નહિ; મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું; અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. ૧૧ ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતાં તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉપર મને કંઈ લાભ જણાયો નહિ.
‘જીવનનો ખરો આનંદ ક્યાંથી મળી શકે?’
શું માલમિલકતથી આપણને સંતોષ મળશે?
સુલેમાને સભાશિક્ષકનું પુસ્તક લખ્યું ત્યારે અમીર લોકોમાં તેમની ગણના થતી હતી. (૨ કાળવૃત્તાંત ૯:૨૨) સુલેમાન જે ચાહતા એ મેળવી શકતા હતા. તેમણે લખ્યું: “જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠ્યો નહિ.” (સભાશિક્ષક ૨:૧૦) તેમ છતાં તેમણે માલ-મિલકત ભેગી કરવાથી અનુભવ્યું કે એનાથી ખરું સુખ કે સંતોષ મળતા નથી. એટલે તેમણે કહ્યું: “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.”—સભાશિક્ષક ૫:૧૦.
માલ-મિલકતની કિંમત રાતો-રાત ઘટી શકે. તોપણ એ મેળવવા માટે લોકોને ઘણું જ મન થતું હોય છે. દાખલા તરીકે અમેરિકાની યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓનો એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ૭૫ ટકાએ કહ્યું કે ‘અમીર બનવું એ જ જીવન છે.’ પણ એનાથી તેઓને ખરું સુખ મળશે? કદાચ. પણ સંશોધકોને જાણવા મળ્યું છે કે લોકો જેમ અમીર બનવાનો પ્રયત્ન કરે એમ ખરા સુખથી દૂર રહે છે. સુલેમાને પણ એવું જ કહ્યું: ‘મેં પોતાને વાસ્તે સોનુંરૂપું અને રાજાઓનું દ્રવ્ય પણ ભેગું કર્યું, એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું.’ (સભાશિક્ષક ૨:૮, ૧૧) એને બદલે તન-મનથી યહોવાહની ભક્તિ કરીશું તો આશીર્વાદો મળશે, ખરું સુખ અનુભવીશું.—નીતિવચનો ૧૦:૨૨ વાંચો.
(સભાશિક્ષક ૩:૧૬,૧૭) વળી મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને ઠેકાણે દુષ્ટતા છે; અને નેકીને ઠેકાણે બદી છે. ૧૭ મેં મારા મનમાં કહ્યું, કે ઈશ્વર નેકનો તથા દુષ્ટનો ન્યાય કરશે; કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે યોગ્ય સમય હોય છે.
સભાશિક્ષકના મુખ્ય વિચારો
૩:૧૬, ૧૭. આપણને દરેક સંજોગમાં ઇન્સાફ મળે એવી આશા રાખવી ન જોઈએ. દુનિયાની હાલત જોઈને ખોટી ચિંતા ન કરવી જોઈએ. પણ યહોવાહ એ બધું થાળે પાડે એની આપણે રાહ જોવી જોઈએ.
નવેમ્બર ૨૧-૨૭
બાઇબલમાં રહેલો ખજાનો | સભાશિક્ષક ૭-૧૨
“તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર”
(સભાશિક્ષક ૧૨:૧) વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિશે તું એમ કહેશે, કે તેમાં મને કંઈ સુખ નથી તે નજીક આવ્યા પહેલાં, તેનું સ્મરણ કર.
યુવાનો, તમે સારી પસંદગી કરો
યુવાનીમાં કેટલીક મહત્ત્વની પસંદગીઓ કરવી પડે છે. એમાંની એક સૌથી મહત્ત્વની પસંદગી કઈ છે? યહોવાની સેવા કરવાની પસંદગી. એ પસંદગી કરવાનો સૌથી સારો સમય કયો છે? ઈશ્વર પ્રેરણાથી લખવામાં આવ્યું: “વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.” (સભા. ૧૨:૧) યહોવાને “સ્મરણ” કરવાની સૌથી સારી રીત છે કે તેમની ભક્તિ પૂરા દિલથી કરીએ. (પુન. ૧૦:૧૨) એ તમારી બધી પસંદગીઓમાં સૌથી મહત્ત્વની હશે કેમ કે, એની અસર તમારા ભાવિ પર પડશે.—ગીત. ૭૧:૫.
કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ
ઈશ્વરની પ્રેરણાથી સુલેમાન રાજાએ યુવાન લોકો માટે આમ લખ્યું: ‘તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; કપરા દિવસો આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર.’ અહીં જણાવેલા ‘કપરા દિવસો’ શું છે? એ શબ્દો ઘડપણને દર્શાવે છે. સુલેમાને કવિતાના રૂપમાં ઘડપણની એ કપરી દશાનું વર્ણન કર્યું છે જ્યારે, હાથ-પગ ધ્રૂજવા લાગે, દાંત પડી જાય, દૃષ્ટિ ઝાંખી થઈ જાય, કાને ઓછું સંભળાય, વાળ સફેદ થાય અને શરીર વાંકું વળી જાય. તેથી, સુલેમાને ખરું જ કહ્યું છે કે આપણે મહાન સર્જનહારની સેવામાં યુવાનીથી જ જોડાવું જોઈએ.—સભાશિક્ષક ૧૨:૧-૫ વાંચો.
(સભાશિક્ષક ૧૨:૨-૭) કેમ કે પછી સૂર્ય તથા પ્રકાશ, ચંદ્ર તથા તારા અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં આવશે: ૩ તે દિવસે તો ઘરના કારભારીઓ ધ્રૂજશે, અને બળવાન માણસો વાંકા વળી જશે, અને દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમનો ટોટો પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની દૃષ્ટિ ઝાંખી થઈ જશે, ૪ વળી રસ્તામાંના બારણાં વાસી દેવામાં આવશે; ત્યારે દળવાનો અવાજ ધીમો થશે, અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારીઓનું માન ઉતારાશે; ૫ હા, તેઓ ઊંચાણથી બીશે, ને તેમને રસ્તે ચાલતાં ભય લાગશે; અને બદામના ઝાડને ફૂલો ખીલશે, ને તીડ બોજારૂપ થઈ પડશે, અને રુચિ નાશ પામશે; કેમ કે માણસ પોતાના દીર્ધકાળી ઘેર જાય છે, અને વિલાપ કરનારાઓ મહોલ્લાઓમાં ફરે છે; ૬ તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકળો ટાંકી આગળ ભાંગી જશે; ૭ અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.
સારવાર વિષે બાઇબલ શું કહે છે?
આદમ અને હવાનો વારસો આપણને બધાને મળ્યો છે. સભાશિક્ષક બારમો અધ્યાય ઘડપણને ‘માઠા દિવસો’ કહે છે. (સભાશિક્ષક ૧૨:૧-૭ વાંચો.) એ સફેદ વાળને ‘બદામના ઝાડને આવતાં ફૂલો’ જેવા ગણે છે. પગ જાણે કે “બળવાન માણસો” જેવા છે, પણ એ ઘડપણમાં ડગુમગુ ચાલે છે. આંખો જાણે કે અજવાળું શોધવા બારી પાસે જતી સ્ત્રીઓ જેવી છે, જેઓને ઝાંખું દેખાય છે. દાંત જાણે કે “દળનારી સ્ત્રીઓ” છે, જેઓની સંખ્યા “થોડી હોવાથી” દળવાનું મુશ્કેલ થાય છે.
સભાશિક્ષકના મુખ્ય વિચારો
૧૧:૯; ૧૨:૧-૭. યહોવાહ યુવાનો પાસેથી પણ હિસાબ લેશે. ઘડપણમાં તમારી પાસે સમય ને શક્તિ નહિ હોય. માટે હમણાં જ યહોવાહની સેવામાં તમારું જીવન વાપરો.
(સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪) વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. ૧૪ કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધાં દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે.
w૧૧-E ૧૧/૧ ૨૧ ¶૧-૬
ઈશ્વરની પાસે આવો
ઈશ્વર પ્રત્યેની આપણી જવાબદારી પૂરી કરવી
શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, ‘જીવનનો હેતુ શો છે?’ યહોવાએ આપણને સવાલો પૂછવાની ક્ષમતા આપી છે. એટલું જ નહિ, એના જવાબ જાણવાની તીવ્ર ઇચ્છા પણ મૂકી છે. આપણે પ્રેમાળ ઈશ્વરના કેટલા આભારી છીએ કે તેમણે આપણને અંધારામાં નથી રાખ્યા. એ સવાલનો જવાબ આપણને બાઇબલમાં જોવા મળે છે. સભાશિક્ષક ૧૨:૧૩માં રાજા સુલેમાને લખેલા શબ્દોનો વિચાર કરો.
સુલેમાન પાસે એક અજોડ હોદ્દો હતો. તેથી, જીવનના હેતુ અને ખુશીઓ વિશે તે કહી શક્યા. ઈશ્વરે તેમને અજોડ ડહાપણ, પુષ્કળ માલ-મિલકત અને રાજા તરીકેનો અધિકાર આપ્યો હતો. એની મદદથી તે માણસોના સ્વભાવ વિશે ઊંડું સંશોધન કરી શક્યા. એમાં માણસોની ધનવાન થવાની અને માન-મોભો મેળવવાની તાલાવેલીનો પણ સમાવેશ થાય છે. (સભાશિક્ષક ૨:૪-૯; ૪:૪) પછી, ઈશ્વરની પ્રેરણાથી તેમણે આવા શબ્દોમાં સારાંશ આપ્યો અને સમાપ્તિમાં કહ્યું: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” એ શબ્દો બતાવે છે કે યહોવાની આજ્ઞા પાળવી એ સૌથી મોટો લહાવો છે.
“ઈશ્વરનું ભય રાખ.” ઈશ્વરનો ડર રાખવાનો વિચાર કદાચ સારો ન લાગે. પણ આ ડર હૃદયનું સારું વલણ બતાવે છે. એનાથી આપણા મનમાં એવા ગુલામનો વિચાર નથી આવતો જે જુલમી માલિકથી ડરે છે. પણ આપણા મનમાં એવું બાળક આવે છે, જે પોતાના પ્રેમાળ પિતાને ખુશ કરવા આતુર છે. એક અભ્યાસ બતાવે છે કે, ઈશ્વરનો ડર “એક એવું વલણ છે, જે બતાવે છે ઈશ્વરભક્તો ઈશ્વરને માન અને આદર આપે છે, કારણ કે તેઓ તેમને પ્રેમ કરે છે તેમજ તેમની શક્તિ અને મહાનતા માટે આદર બતાવે છે.” એવું વલણ આપણને ઈશ્વરની ઇચ્છા મુજબ કરવા ઉત્તેજન આપે છે. કારણ કે, આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને જાણીએ છીએ કે તે પણ આપણને પ્રેમ કરે છે. એ ડર ફક્ત એક લાગણી જ નથી, એને કાર્યો દ્વારા બતાવવો જોઈએ. એમ કઈ રીતે કરી શકીએ?
“તેની આજ્ઞાઓ પાળ.” યહોવાને આધીન રહેવામાં આપણું જ ભલું છે. જેવી રીતે કોઈ વસ્તુનું ઉત્પાદન કરનારા કંપનીને ખબર હોય છે કે, એ વસ્તુનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરવો, એવી રીતે યહોવા આપણા ઉત્પન્નકર્તા છે અને તે જાણે છે કે, આપણા માટે જીવવાની સૌથી સારી રીત કઈ છે. યહોવા દિલથી ચાહે છે કે આપણું ભલું થાય. તે ચાહે છે કે, આપણે ખુશ રહીએ અને આપણી પાસેથી તે જે ચાહે છે એમાં આપણું જ હિત છે. એ સાથે, યહોવા ને આપણું ભલું થાય તેમાં દિલથી રસ ધરાવે છે. (યશાયા ૪૮:૧૭) એ વિશે સમજાવતા પ્રેરિત યહોવાને કહ્યું: “ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ; અને તેમની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) તેમનું કહ્યું માનીને આપણે બતાવીએ છીએ કે, આપણે તેમને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેમની આજ્ઞાઓ બતાવે છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે.
“દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.” આ શબ્દો ઈશ્વરનો ડર રાખવા અને તેમને આધીનતા બતાવવાના કારણ પર ભાર મૂકે છે. એમ કરવું આપણી ફરજ અને જવાબદારી છે. યહોવા આપણા ઉત્પન્નકર્તા છે, તેથી આપણા જીવન પર યહોવાનો હક છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) તેથી, તેમને આધીન રહેવું ખૂબ જરૂરી છે. યહોવા ચાહે છે એ રીતે જીવીએ છીએ ત્યારે, આપણે આપણી જવાબદારી પૂરી કરીએ છીએ.
તો પછી, જીવનનો હેતુ શો છે? સાદા શબ્દોમાં કહીએ તો: ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી. એનાથી વધારે અર્થસભર જીવન જીવવાની બીજી કોઈ રીત નથી. યહોવાની ઇચ્છા વિશે અને તમારું જીવન કેવી રીતે એની સુમેળમાં જીવી શકો એ વિશે વધારે જાણવા યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે.
કીમતી રત્નો શોધીએ
(સભાશિક્ષક ૧૦:૧) મરેલી માખીઓ ગાંધીના અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે; તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ તથા માનને દબાવી દે છે.
સભાશિક્ષકના મુખ્ય વિચારો
૧૦:૧. આપણે પોતાના વાણી-વર્તન સંભાળવા જોઈએ. આપણે જો કોઈની સાથે વગર વિચાર્યું બોલીશું, બૂમબરાડા કરીશું, વધુ પડતો દારૂ પીશું અથવા પોતાના લગ્નસાથી સિવાય પારકી વ્યક્તિ સાથે ગંદા ચેનચાળા કરીશું તો, એનાથી આપણી શાખ પર પાણી ફરી વળશે!
(સભાશિક્ષક ૧૧:૧) તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે.
સભાશિક્ષકના મુખ્ય વિચારો
૧૧:૧, ૨. આપણે ઉદાર બનવું જોઈએ. તો બીજાઓ પણ આપણી સાથે ઉદારતાથી વર્તશે.—લુક ૬:૩૮.
નવેમ્બર ૨૮–ડિસેમ્બર ૪
બાઇબલમાં રહેલો ખજાનો | ગીતોનું ગીત ૧-૮
“શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ”
(ગીતોનું ગીત ૨:૭) હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું, કે મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
(ગીતોનું ગીત ૩:૫) હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઇને વિનવું છું, કે તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
સાચો પ્રેમ, શું એ શક્ય છે?
પ્રેમને “ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ”
તમે લગ્ન કરવા ઇચ્છતા હો, તો શૂલ્લામી યુવતીના દાખલામાંથી શું શીખી શકો? તે યુવતીના દિલમાં રાજા સુલેમાન માટે પ્રેમ ન હતો. તેથી, તેણે મહેલમાં રહેનાર બીજી સ્ત્રીઓને કહ્યું કે, મારી “મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને [પ્રેમને, NW] ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.” (ગી.ગી. ૨:૭; ૩:૫) શું ગમે તે વ્યક્તિ જોડે પ્રેમમાં પડવું યોગ્ય ગણાય? ના, એમ કરવાને બદલે ધીરજ રાખવામાં સમજદારી છે. તમે જેને દિલથી પ્રેમ કરી શકો એવો યોગ્ય સાથી મળે ત્યાં સુધી રાહ જોવી સારી છે.
શૂલ્લામી યુવતી શા માટે ઘેટાંપાળકને એટલો બધો પ્રેમ કરતી હતી? તેની નજરમાં તેનો પ્રેમી એક સુંદર “હરણ” જેવો દેખાવડો હતો. તેના “હાથ પોખરાજ જડેલી સોનાની વીંટીઓ જેવા” હતા. તેના પગ “સંગેમરમરના સ્તંભો જેવા” સુંદર અને મજબૂત હતા. હા, તે તાકતવર અને દેખાવડો તો હતો જ. ઉપરાંત, એ યુવક યહોવાને પ્રેમ કરતો હતો અને તેનામાં સારા ગુણો પણ હતા, જેને યુવતી પારખી શકી હતી. યુવકના એવા ગુણોને લીધે યુવતીને તે ‘જંગલમાંનાં વૃક્ષોમાં સફરજનના ઝાડ’ જેવો કીમતી અને વહાલો લાગતો હતો.—ગી.ગી. ૨:૩, ૯; ૫:૧૪, ૧૫.
શૂલ્લામી યુવતી પણ દેખાવે ખૂબ સુંદર હતી. એ વખતે રાજા સુલેમાન પાસે ‘સાઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને બીજી અસંખ્ય કુમારિકાઓ હતી.’ તેમ છતાં, રાજા એ યુવતીની સુંદરતા તરફ આકર્ષાયા હતા. પરંતુ, શું ઘેટાંપાળક એ યુવતીની સુંદરતાને લીધે તેને પ્રેમ કરતો હતો? ના. તે યુવતી યહોવાને પ્રેમ કરતી હતી અને તેનામાં સારા ગુણો હતા માટે ઘેટાંપાળક તેને પ્રેમ કરતો હતો. દાખલા તરીકે, એ યુવતી ખૂબ નમ્ર હતી. એ કારણે જ તે પોતાને ‘ખીણોની ગુલછડી’ એટલે કે સામાન્ય ફૂલ ગણતી હતી. પરંતુ, તેના પ્રેમી માટે તો તે અજોડ હતી, એટલે તે પોતાની પ્રેમિકાને ‘કાંટાઓમાં ઊગેલાં ફૂલ’ જેવી કહે છે.—ગી.ગી. ૨:૧, ૨; ૬:૮.
(ગીતોનું ગીત ૪:૧૨) મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, બંધ કરેલી વાડી, વાસેલો કૂવો તથા બાંધી દીધેલો ઝરો, એઓના જેવી તું છે.
(ગીતોનું ગીત ૮:૮-૧૦) અમારે એક નાની બહેન છે, તેને થાન પણ ઉપસ્યાં નથી; જે દિવસે અમારી બહેનનું માગું આવશે, ત્યારે અમે તેને માટે શું કરીશું? ૯ જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ. ૧૦ હું કોટ છું, ને મારાં થાન તેના બુરજો જેવાં છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
સાચો પ્રેમ, શું એ શક્ય છે?
યહોવાએ પોતાના સેવકોને “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની આજ્ઞા આપી છે. (૧ કોરીં. ૭:૩૯) એનો અર્થ થાય કે, આપણે બાપ્તિસ્મા પામેલા યહોવાના સેવક સાથે જ લગ્ન કરી શકીએ. અરે, જો હજી આપણે ડેટિંગ કરતા હોઈએ, એટલે કે ભાવિ લગ્નસાથીને ઓળખવા તેની સાથે સમય પસાર કરતા હોઈએ, તો એ વ્યક્તિ પણ બાપ્તિસ્મા પામેલી હોવી જ જોઈએ. એ આજ્ઞા માનવાથી લગ્ન કઈ રીતે સફળ થશે? રોજબરોજના જીવનમાં પતિ અને પત્નીએ ઘણા તણાવોનો સામનો કરવો પડે છે. પરંતુ, જો યુગલનો યહોવા સાથે મજબૂત સંબંધ હશે, તો લગ્નજીવનમાં શાંતિ અને ખુશી રહેશે. તેથી, તમે જો લગ્ન કરવા ચાહતા હો, તો શૂલ્લામી યુવતી અને તેના પ્રેમીના દાખલાને અનુસરજો. એવી વ્યક્તિને તમારો જીવનસાથી બનાવો જેનામાં યહોવા માટે પ્રેમ અને સારા ગુણો છે.
‘મારી કન્યા બંધ કરેલી વાડી જેવી છે’
ગીતોનું ગીત ૪:૧૨ વાંચો. શા માટે ઘેટાંપાળક કહે છે કે તેની પ્રેમિકા “બંધ કરેલી વાડી” જેવી છે? જે વાડી પર તાળું હોય એમાં માલિક સિવાય કોઈ પ્રવેશ કરી શકતું નથી. શૂલ્લામી યુવતી પણ બંધ કરેલી વાડી જેવી જ હતી, કારણ કે તે ફક્ત ઘેટાંપાળકને જ પ્રેમ કરતી હતી. તે તેના પ્રેમી સાથે લગ્ન કરવાની હતી. તેથી, રાજા તેની તરફ આકર્ષાયા તોપણ એ યુવતીનું ધ્યાન પોતાના પ્રેમી પરથી ફંટાયું નહિ. તેનો નિર્ણય દૃઢ રહ્યો. તે કોઈ ‘દરવાજા’ જેવી ન હતી, કે તરત ખુલી જાય. તે તો “કોટ” જેવી મક્કમ હતી. (ગી.ગી. ૮:૮-૧૦) એ જ રીતે, જે સાક્ષી યુગલ લગ્ન કરવાનું છે તેઓએ એકબીજાને વફાદાર રહેવું જોઈએ. તેઓ બીજી કોઈ વ્યક્તિ માટે પ્રેમની લાગણી થવા દેશે નહિ.
ઘેટાંપાળક જ્યારે પ્રેમિકાને તેની સાથે ફરવા જવાનું કહે છે, ત્યારે પ્રેમિકાના ભાઈઓ પરવાનગી આપતા નથી. એના બદલે તેઓ બહેનને દ્રાક્ષાવાડીની દેખરેખ રાખવા મોકલે છે. શું ભાઈઓને પોતાની બહેન પર ભરોસો ન હતો? શું તેઓને એવું લાગતું હતું કે તેઓની બહેન અને તેનો પ્રેમી કોઈ અનૈતિક કામ કરશે? ના. તેના ભાઈઓ તો પોતાની બહેનનું એવા સંજોગોથી રક્ષણ કરવા માંગતા હતા, જે તેને ખોટાં કામમાં ફસાવી શકે. (ગી.ગી. ૧:૬; ૨:૧૦-૧૫) જો તમે ડેટિંગ કરતા હો તો અનૈતિક કામોમાં ફસાઈ ન જવા શું કરી શકાય? અગાઉથી વિચારી રાખો કે સંબંધોને શુદ્ધ રાખવા કેવા સંજોગોને ટાળશો. ભાવિ સાથીને એકાંતમાં મળશો નહિ. તમે એકબીજાને પ્રેમની લાગણી વ્યક્ત કરી શકો પણ યહોવા નાખુશ થાય એ રીતે નહિ.
કીમતી રત્નો શોધીએ
(ગીતોનું ગીત ૨:૧) હું શારોનનું ગુલાબ, અને ખીણોની ગુલછડી છું.
સાચો પ્રેમ, શું એ શક્ય છે?
શૂલ્લામી યુવતી પણ દેખાવે ખૂબ સુંદર હતી. એ વખતે રાજા સુલેમાન પાસે ‘સાઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને બીજી અસંખ્ય કુમારિકાઓ હતી.’ તેમ છતાં, રાજા એ યુવતીની સુંદરતા તરફ આકર્ષાયા હતા. પરંતુ, શું ઘેટાંપાળક એ યુવતીની સુંદરતાને લીધે તેને પ્રેમ કરતો હતો? ના. તે યુવતી યહોવાને પ્રેમ કરતી હતી અને તેનામાં સારા ગુણો હતા માટે ઘેટાંપાળક તેને પ્રેમ કરતો હતો. દાખલા તરીકે, એ યુવતી ખૂબ નમ્ર હતી. એ કારણે જ તે પોતાને ‘ખીણોની ગુલછડી’ એટલે કે સામાન્ય ફૂલ ગણતી હતી. પરંતુ, તેના પ્રેમી માટે તો તે અજોડ હતી, એટલે તે પોતાની પ્રેમિકાને ‘કાંટાઓમાં ઊગેલાં ફૂલ’ જેવી કહે છે.—ગી.ગી. ૨:૧, ૨; ૬:૮.
(ગીતોનું ગીત ૮:૬) મને તારા હૃદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રીતિ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો છે.
સાચો પ્રેમ, શું એ શક્ય છે?
સાચો પ્રેમ શક્ય છે!
ગીતોનું ગીત ૮:૬ વાંચો. પ્રેમને યહોવાની જ્યોત તરીકે દર્શાવવામાં આવ્યો છે. શા માટે? કારણ કે પ્રેમ, યહોવાનો મુખ્ય ગુણ છે. તેમણે આપણને પણ એ રીતે બનાવ્યા છે કે આપણે તેમના જેવો પ્રેમ બતાવી શકીએ. (ઉત. ૧:૨૬, ૨૭) યહોવાએ પ્રથમ પુરુષ આદમને બનાવ્યા પછી તેને એક સુંદર પત્ની આપી. આદમે પ્રથમ વાર હવાને જોઈ ત્યારે તે બહુ ખુશ થયો. તેણે પોતાની લાગણી દર્શાવવા જે શબ્દો વાપર્યા એ કોઈ કવિતાથી ઓછા ન હતા. હવાને પણ આદમની હુંફ મળવાથી ઘણી ખુશ હતી. અને કેમ ન હોય? આખરે તો, હવાને આદમમાંથી જ બનાવવામાં આવી હતી! (ઉત. ૨:૨૧-૨૩) શરૂઆતથી જ યહોવાએ મનુષ્યોને એ રીતે બનાવ્યા છે કે, સ્ત્રી અને પુરુષ એકબીજા માટે સાચો પ્રેમ બતાવી શકે અને એને જાળવી શકે.
ગીતોનું ગીતના મુખ્ય વિચારો
સાચો પ્રેમ એ “યહોવાહનો ભડકો છે.” શા માટે? કેમ કે યહોવાહ પ્રેમના સાગર છે. તેમણે જ ઇન્સાનમાં પ્રેમ કરવાની ક્ષમતા મૂકી છે. એટલે જ પ્રેમને યોગ્ય રીતે “યહોવાહનો ભડકો” કહેવામાં આવ્યો છે. જેઓના દિલમાં એવો પ્રેમ હોય તે બુઝાય નહિ. ગીતોનું ગીત સુંદર રીતે બતાવે છે કે પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ “મોત સમાન બળવાન [અતૂટ] છે.”—ગીતોનું ગીત ૮:૬.