વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g16 નં. ૪ પાન ૧૪-૧૫
  • બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો
  • સજાગ બનો!—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • તમારે શું જાણવું જોઈએ?
  • તમે શું કરી શકો?
  • કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકાય?
    સજાગ બનો!—૨૦૧૯
  • ૧ સંજોગો બદલાય છે
    સજાગ બનો!—૨૦૧૪
  • સંજોગો બદલાય ત્યારે યહોવાની ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૬
g16 નં. ૪ પાન ૧૪-૧૫
પોતાના મિત્રોને જતા જોઈને છોકરી દુઃખી છે

કુટુંબ માટે મદદ | યુવાનો

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

મુશ્કેલી

  • તમારા પપ્પાની નોકરીને લીધે તમારે બીજે રહેવા જવું પડે એમ છે.

  • તમારો બેસ્ટ ફ્રેન્ડ બીજે રહેવા જાય છે.

  • તમારા મોટા ભાઈ કે બહેન લગ્‍ન કરીને બીજે રહેવા જવાના છે.

શું તમે બદલાતા સંજોગોનો સામનો કરવા તૈયાર છો?

ઝાડ પવનમાં નમી જાય છે

વંટોળમાં જે ઝાડ વળી જાય એ મોટા ભાગે બચી જાય છે. એ ઝાડની જેમ તમે પણ જીવનમાં સંજોગો બદલાય ત્યારે, “વળવાનું” શીખી શકો છો. એ કેમનું કરવું એ વિશે વાત કરતાં પહેલાં, ચાલો બદલાતા સંજોગો વિશે અમુક બાબતોનો વિચાર કરીએ.

તમારે શું જાણવું જોઈએ?

સંજોગો પર આપણો કાબૂ નથી. શાસ્ત્રમાં મનુષ્યો વિશે એક સત્ય જણાવેલું છે: ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) વધુ સમય લાગે કે ઓછો, પણ તમને એ શબ્દોની હકીકત જરૂર સમજાશે. દરેક અણધાર્યો ફેરફાર ખરાબ જ હોય એવું જરૂરી નથી. શરૂઆતમાં કેટલાક ફેરફારો ખરાબ લાગી શકે, પણ પછીથી એનાથી ફાયદો થઈ શકે. મોટા ભાગના લોકોને પોતાનો નિત્યક્રમ હોય છે, એમાં સારા કે ખરાબ ગમે તેવા ફેરફાર થાય, તેઓને એ પચાવવો અઘરો લાગે છે.

તરુણો માટે ફેરફાર ચિંતાજનક હોય છે. શા માટે? એલેક્સa નામનો છોકરો કહે છે, “તમારી અંદર આમ પણ ફેરફાર થઈ રહ્યા હોય છે. એવામાં બીજા ફેરફારોથી ચિંતામાં વધારો થાય છે.”

બીજું કારણ: મોટી ઉંમરની વ્યક્તિના જીવનમાં ફેરફાર થાય છે ત્યારે, તે જૂના અનુભવોમાં ડોકિયું કરીને જોવે છે કે પહેલાં આવા સંજોગોમાં શું કર્યું હતું. પણ, તરુણો પાસે જૂના અનુભવો બહુ ઓછા હોય છે.

સંજોગોને સ્વીકારતા શીખો. ખરાબ સંજોગોમાંથી પાછા ઊઠવું કે ફેરફાર પ્રમાણે બદલાવવું એક આવડત છે. અમુક તરુણો એવી આવડત કેળવે છે. એવા તરુણો ફક્ત નવા સંજોગોને સહન જ નથી કરી લેતા પણ, કોઈ પડકારને અવસરમાં બદલી નાખવા તૈયાર હોય છે. એ આવડત કેળવી હશે તો, તરુણો ચિંતાને લીધે ડ્રગ્સ કે દારૂને રવાડે નહિ ચઢી જાય.

તમે શું કરી શકો?

હકીકત સ્વીકારો. તમે પોતાના જીવન પર પૂરો કાબૂ રાખવા માંગો છો, પણ હકીકતમાં એ અશક્ય છે. મિત્રો બીજે જતા રહેશે અથવા તેઓના લગ્‍ન થઈ જશે; ભાઈ-બહેન મોટા થશે ત્યારે બીજે જતા રહેશે; કદાચ સંજોગો બદલાતા તમારા કુટુંબે બીજે રહેવા જવું પડે અને તમારે નવી શરૂઆત કરવી પડે. નિરાશાજનક વિચારોમાં ડૂબી જવાને બદલે હકીકત સ્વીકારવી જોઈએ.—શાસ્ત્રનો સિદ્ધાંત: સભાશિક્ષક ૭:૧૦.

ભાવિ પર નજર રાખો. જો ભૂતકાળ પર જ ધ્યાન આપ્યા કરશો, તો એ જાણે હાઈવે પર જતી વખતે, પાછળના અરીસામાં જોઈને ગાડી ચલાવવા જેવું ગણાશે. ક્યારેક ક્યારેક પાછળ જોવાની જરૂર પડી શકે, પણ તમારું બધું ધ્યાન આગળ રસ્તા પર હોવું જોઈએ. સંજોગો બદલાઈ ત્યારે પણ એ વાત સાચી છે. તમારે ભવિષ્ય પર નજર રાખવી જોઈએ. (નીતિવચનો ૪:૨૫) દાખલા તરીકે, ભાવિ પર નજર રાખવા તમે આવતા મહિના માટે કે છ મહિના માટે કયો ધ્યેય નક્કી કરશો?

સારી બાબતો પર ધ્યાન આપો. લોરા નામની છોકરી કહે છે, ‘કોઈ પણ સંજોગોમાં પોતાને ઢાળવાની આવડતનો આધાર, તમારા સ્વભાવ પર રહેલો છે. તમે જે સંજોગોમાં છો, એમાં રહેલી સારી બાબતો શોધી કાઢો.’ તમારા નવા સંજોગોમાં પણ સારી બાબતો છુપાયેલી હશે. શું તમે એમાંની કોઈ એક સારી બાબત જોઈ શકો છો?—શાસ્ત્રનો સિદ્ધાંત: સભાશિક્ષક ૬:૯.

વિક્ટોરિયા નામની છોકરી તરુણ હતી ત્યારે, તેના બધા ખાસ મિત્રો બીજે રહેવા જતા રહ્યા. તે કહે છે, ‘મને સાવ એકલું લાગતું. હું ઇચ્છતી કે બધું પહેલાંના જેવું જ થઈ જાય તો કેટલું સારું. પણ, આજે હું એ સમયનો વિચાર કરું છું તો, સમજી શકું છું કે ત્યારે હું મોટી થઈ રહી હતી. મને ખબર પડી કે મોટા થવા માટે ફેરફાર થાય એ જરૂરી છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજુબાજુ એવા ઘણા લોકો છે, જેઓને હું મિત્રો બનાવી શકું છું.’—શાસ્ત્રનો સિદ્ધાંત: નીતિવચનો ૨૭:૧૦.

જો ભૂતકાળ પર જ ધ્યાન આપ્યા કરશો, તો એ જાણે હાઈવે પર જતી વખતે, પાછળના અરીસામાં જોઈને ગાડી ચલાવવા જેવું ગણાશે

બીજાઓને મદદ કરો. શાસ્ત્ર કહે છે: “ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.” (ફિલિપીઓ ૨:૪) તમારી સમસ્યાનો સારામાં સારો ઉકેલ એ છે કે, તમે બીજાઓને મદદ કરો. ૧૭ વર્ષની એના કહે છે: “હું મોટી થઈ તેમ મને ખ્યાલ આવ્યો કે મારા જેવી જ કે મારાથી પણ ખરાબ મુશ્કેલીઓનો સામનો કરતી વ્યક્તિને મદદ કરવાથી મને રાહત મળે છે.” (g16-E No. 4)

a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

મહત્ત્વની કલમો

  • “આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ.”—સભાશિક્ષક ૭:૧૦.

  • “ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે.”—સભાશિક્ષક ૬:૯.

  • “દૂર વસતા ભાઈ કરતાં પાસેનો પડોશી સારો છે.”—નીતિવચનો ૨૭:૧૦.

જુઆન

જુઆન

“કોઈ પણ સંજોગો પ્રમાણે પોતાને ઢાળવાની આવડત યુવાનો કેળવી શકે છે. એ માટે તેઓએ પરિસ્થિતિને તપાસવી જોઈએ અને માનવું જોઈએ કે બદલાવ એ જીવનનો ભાગ છે. વ્યક્તિ હકીકતને જેટલી જલદી સ્વીકારશે, એટલી જલદી તે જીવનમાં આગળ વધી શકશે. સમય જતાં, સંજોગો સારા થતા જશે.”

કારીસા

કારીસા

“એક વાર સમસ્યા વીતી જાય, પછી હું એના વિશે વારંવાર વિચાર્યા કરતી નથી. હું જીવનમાં આગળ વધુ છું અને બીજી સમસ્યાઓનો સામનો કરું છું. હું માનું છું કે, સંજોગો પ્રમાણે પોતાને ઢાળવું હોય તો, પાછળ જોવાને બદલે આગળ જોવું જોઈએ.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો