યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સંજોગો બદલાય ત્યારે યહોવાની ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહો
અમુક ફેરફારો રોકી શકાતા નથી, ખાસ કરીને આ છેલ્લા દિવસોમાં. (૧કો ૭:૩૧) ભલે એ ફેરફારો વિશે અગાઉથી ખબર હોય કે ન હોય, એ સારા હોય કે ખરાબ, એનાથી આપણી ભક્તિમાં અડચણ આવી શકે અને યહોવા સાથેનો આપણો સંબંધ કમજોર બની શકે છે. ફેરફારો થાય ત્યારે યહોવાની ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહેવા આપણને શું મદદ કરશે? જ્યાં પણ જાઓ, ભક્તિમાં લાગુ રહો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
ભાઈએ એક પિતાને કઈ સલાહ આપી?
માથ્થી ૭:૨૫માં જણાવેલો સિદ્ધાંત વીડિયોમાં બતાવેલા કુટુંબને કઈ રીતે લાગુ પડે છે?
બીજી જગ્યાએ જતાં પહેલાં કુટુંબે કેવી તૈયારી કરી અને એનાથી કેવો ફાયદો થયો?
નવા મંડળ અને પ્રચારવિસ્તારમાં પોતાને ઢાળવા કુટુંબને ક્યાંથી મદદ મળી?
તાજેતરમાં મેં અનુભવેલા મોટા ફેરફારો:
વીડિયોમાં જણાવેલા સિદ્ધાંતો હું મારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું?