ગીત ૧૪૫
પ્રચાર કરવા જઈએ
સવાર થઈ
હવે જાગ્યે
જવું છે પ્રચાર કરવા
વાદળ ગર્જે છે
ઝરમર વર્ષા ઝરે
ફરી સૂઈ જવું છે, આવે છે
મીઠી ઊંઘ
(ટેક)
ચાલો જવા તૈયાર સૌ થઈએ
દિલમાં ઉમંગ જાગશે
પ્રાર્થના યહોવાને કરીએ
હિંમત આપશે
હજારો દૂતો આપણી સંગે
પ્રચારમાં સાથ આપશે
ઊભા છે ભાઈ બ્હેનો પડખે
હાથ ન છોડશે
મહેનતનાં
ફળ છે મીઠાં
હંમેશાં રાખ્યે એ યાદ
ઈશ્વર ન ભૂલે
આપણી મહેનત બધી
ઈશ્વરની કૃપા છે, આપણા પર
હર વખત
(ટેક)
ચાલો જવા તૈયાર સૌ થઈએ
દિલમાં ઉમંગ જાગશે
પ્રાર્થના યહોવાને કરીએ
હિંમત આપશે
હજારો દૂતો આપણી સંગે
પ્રચારમાં સાથ આપશે
ઊભા છે ભાઈ બ્હેનો પડખે
હાથ ન છોડશે
(સભા. ૧૧:૪; માથ. ૧૦:૫, ૭; લુક ૧૦:૧; તિત. ૨:૧૪ પણ જુઓ.)