વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g16 નં. ૩ પાન ૬
  • ૩ હિંમત ન હારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૩ હિંમત ન હારો
  • સજાગ બનો!—૨૦૧૬
  • સરખી માહિતી
  • તમે તમારા ધ્યેયો પૂરા કરી શકો છો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • તમારી ટેવમાંથી લાભ મેળવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સારી આદતો કેળવવા શું કરશો?
    સજાગ બનો!—૨૦૧૬
  • ૧ વાજબી બનો
    સજાગ બનો!—૨૦૧૬
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૬
g16 નં. ૩ પાન ૬
સ્ત્રી કૅલેન્ડરમાં નિશાન કરી રહી છે

મુખ્ય વિષય | સારી આદતો કેળવવા શું કરશો?

૩ હિંમત ન હારો

નિશઆન કરેલું કૅલેન્ડર

એવું કહેવામાં આવે છે કે નવી આદત કેળવતા ૨૧ દિવસ લાગે છે. હકીકતમાં, રિસર્ચ પ્રમાણે આદત બદલતા અમુકને ઓછો, તો અમુકને વધારે સમય લાગે છે. શું એ વાતથી નિરાશ થવું જોઈએ?

જરા વિચારો: તમે અઠવાડિયામાં ત્રણ વાર એક્સર્સાઇઝ કરવાની આદત કેળવવા માંગો છો.

  • પહેલું અઠવાડિયું: તમે ધ્યેય પૂરો કરો છો.

  • બીજું અઠવાડિયું: તમે એકાદ દિવસ ચૂકી જાઓ છો.

  • ત્રીજું અઠવાડિયું: તમે ધ્યેય પૂરો કરો છો.

  • ચોથું અઠવાડિયું: તમે ફક્ત એક વાર એક્સર્સાઇઝ કરો છો.

  • પાંચમું અઠવાડિયું: તમે ફરીથી ધ્યેય પૂરો કરો છો અને ત્યારથી જ દર અઠવાડિયે ધ્યેય પ્રમાણે કરો છો.

નવી આદત કેળવતા તમને પાંચ અઠવાડિયા લાગે છે. કદાચ એ સમય લાંબો લાગે, પણ તમે એક વાર ધ્યેય હાંસલ કરો પછી તમને ખુશી થશે કે તમે એક નવી આદત કેળવી છે.

શાસ્ત્રનો સિદ્ધાંત: “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.”—નીતિવચનો ૨૪:૧૬.

શાસ્ત્ર ઉત્તેજન આપે છે કે આપણે હાર ન માનીએ. એ મહત્ત્વનું નથી કે આપણે કેટલી વાર પડીએ છીએ, પણ એ મહત્ત્વનું છે કે આપણે કેટલી વાર પાછા ઊભા થઈએ છીએ.

એ મહત્ત્વનું નથી કે આપણે કેટલી વાર પડીએ છીએ, પણ એ મહત્ત્વનું છે કે આપણે કેટલી વાર પાછા ઊભા થઈએ છીએ

તમે શું કરી શકો?

  • એવું ન વિચારો કે એકાદ વાર ચૂકી ગયા, એટલે તમે નિષ્ફળ ગયા છો. એવી તૈયારી રાખો કે ધ્યેય સુધી પહોંચવા માર્ગમાં નડતરો તો આવવાના જ.

  • એવા સમયને યાદ કરો, જ્યારે તમે ધ્યેય પ્રમાણે કર્યું હોય. દાખલા તરીકે, તમે તમારાં બાળકો સાથે સારી રીતે વાતચીત કરવાનો પ્રયત્ન કરો છો. તમે પોતાને પૂછો: ‘છેલ્લે ક્યારે મારા મનમાં બાળકો પર ગુસ્સામાં ચીસો પાડવાનો વિચાર આવ્યો ત્યારે, મેં એના પર કાબૂ રાખ્યો હતો? એના બદલે મેં શું કર્યું હતું? હું એવું બીજી વાર કેવી રીતે કરી શકું?’ નડતરો આવે ત્યારે નિરાશ થઈને બેસી જવાને બદલે, ઉપરના સવાલો પર વિચાર કરવાથી તમને સફળ થવા મદદ મળશે.

જીવનનાં બીજાં પાસાઓમાં, એટલે કે ચિંતાનો સામનો કરવા, કુટુંબ સુખી બનાવવા અને સાચું સુખ શોધવા શાસ્ત્રના સિદ્ધાંતો મદદ કરે છે. શું તમે એ વિશે વધુ જાણવા માંગો છો? એમ હોય તો યહોવાના સાક્ષી સાથે વાત કરો અથવા અમારી વેબસાઇટ jw.org/gu પર જાઓ. (g16-E No. 4)

શાસ્ત્રમાં રહેલા સિદ્ધાંતો

“તારી નજર સામેના રસ્તા ઉપર રાખજે.”—નીતિવચનો ૪:૨૫, સંપૂર્ણ.

“પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ હું દોડી રહ્યો છું, હું ઇનામનો ધ્યેય પૂરો કરવા મંડ્યો રહું છું.”—ફિલિપીઓ ૩:૧૩, ૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો