વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g17 નં. ૨ પાન ૪-૫
  • જવાબની શોધ ચાલુ છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જવાબની શોધ ચાલુ છે
  • સજાગ બનો!—૨૦૧૭
  • સરખી માહિતી
  • ઘાતક
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૨૦૧૭
g17 નં. ૨ પાન ૪-૫

મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?

જવાબની શોધ ચાલુ છે

એક પછી એક આઘાતજનક સમાચારો સાંભળીને તમને ચિંતા કે ડરની લાગણી સતાવતી હશે. ઘણા લોકો તમારા જેવું જ અનુભવે છે. ૨૦૧૪માં, અમેરિકાના એ સમયના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, વારંવાર આવા સમાચાર કાને પડવાને લીધે ઘણા લોકોને ભાવિ અંધકારમય લાગે છે. તેઓને લાગે છે કે ‘દુનિયા એટલી ઝડપે આગળ વધી રહી છે કે, કોઈ પણ એને કાબૂમાં રાખી શકતું નથી.’

જોકે, પછી તેમણે ઉત્સુકતાથી એવી યોજનાઓ તરફ ધ્યાન દોર્યું, જે દુનિયાની ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકતી હતી. તેમણે સરકારની અમુક નીતિઓનો “ખુશખબર” તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમને એના પર પૂરી “આશા” છે અને એ ‘સફળ થશે એવો મક્કમ ભરોસો છે.’ બીજા શબ્દોમાં, તેમણે જણાવ્યું કે જો મનુષ્યો સારા ઇરાદાથી મહેનત કરે, તો દુનિયાની બગડતી હાલત પર કાબૂ મેળવી શકાય છે અને પૃથ્વીને ભયાનક વિનાશથી બચાવી શકાય છે.

તેમના આશાવાદી વિચારો સાથે ઘણા લોકો સહમત થાય છે. દાખલા તરીકે, ઘણા લોકોને વિજ્ઞાન પર ભરોસો છે. ટૅક્નોલૉજીમાં થઈ રહેલી પ્રગતિમાં તેઓને આશાનું કિરણ દેખાય છે. તેઓ દાવો કરે છે કે, ટૅક્નોલૉજીમાં દુનિયાની બધી મુશ્કેલીઓનો હલ લાવવાની ક્ષમતા છે. ડિજિટલ ટૅક્નોલૉજીના એક નિષ્ણાતને પૂરી ખાતરી છે કે, ૨૦૩૦ સુધીમાં “આપણી ટૅક્નોલૉજી આજની સરખામણીએ હજાર ગણી શક્તિશાળી બનશે અને ૨૦૪૫ સુધીમાં તો એ લાખો ગણી શક્તિશાળી બની જશે.” તેમણે આગળ જણાવ્યું: “આમ તો આપણે સારું કરી રહ્યા છીએ. આપણી મુશ્કેલીઓ ક્યારેય હાથ બહાર ગઈ નથી. હકીકતમાં તો પડકારોને હલ કરવાની આપણી ક્ષમતા વધતી ને વધતી જાય છે.”

તો સવાલ થાય કે, આ દુનિયાની હાલત સારી થઈ રહી છે કે ખરાબ? શું ખરેખર આ દુનિયા વિનાશને આરે આવી ગઈ છે? અમુક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓ લોકોને ધોળા દિવસે સપનાં દેખાડે છે, પણ ઘણા લોકોને હજીયે ભાવિની ચિંતા છે. શા માટે?

ચોક્કસ, તમે પણ એવાં અનેક જોખમો વિશે જાણતા હશો, જે જીવલેણ સાબિત થઈ શકે છે. છતાં, આવી ખરાબ પરિસ્થિતિ પર સંશોધન કરવાથી તમને ભાવિ વિશે સંતોષકારક જવાબો નહિ મળે. ખરું કે, રાજનેતાઓ અને વૈજ્ઞાનિકો બધી સમસ્યાઓનો હલ લાવવાનો દાવો કરે છે. પણ અમુક લોકોનું કહેવું છે કે તેઓની વાતોમાં જરાય દમ નથી. જોકે, પાછલા લેખમાં જોઈ ગયા તેમ, લાખો લોકોને દુનિયાની હાલત અને ભાવિ વિશે સંતોષકારક જવાબો મળ્યા છે. પણ, તેઓને એ જવાબો ક્યાંથી મળ્યા?

અણું વિસ્ફોટ

વિનાશક શસ્ત્રો. ઘણી કોશિશ કર્યા છતાં, સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) અને બીજાં સંગઠનો અણુશસ્ત્રો પર રોક લગાવી શક્યાં નથી. અરે, કેટલાક નેતાઓ તો રોક લગાવવા માટેના નિયમોની મશ્કરી કરે છે. અમુક દેશોએ અગાઉ અણુશસ્ત્રો વાપર્યા છે. તેઓ જૂના અણુબૉમ્બને વધુ ઘાતક બનાવવા અને નવા અણુબૉમ્બ તૈયાર કરવા રાત-દિવસ એક કરી રહ્યા છે. બીજા ઘણા દેશો પાસે અગાઉ આવા વિનાશક હથિયારો ન હતા. હવે તેઓ પણ મિનિટોમાં હજારો ને લાખો લોકોનો વિનાશ કરવા માટે સક્ષમ બની ગયા છે.

મોટાભાગના દેશો અણુયુદ્ધ માટે સજ્જ થઈ ગયા છે. એના લીધે, “શાંતિના” સમયોમાં પણ આપણે ભયાનક કાળાં વાદળોથી ઘેરાયેલા રહીએ છીએ. ધ બુલેટિન ઑફ ધી એટોમિક સાયન્ટિસ્ટ્‌સ ચેતવે છે: “સ્વયં સંચાલિત વિનાશક શસ્ત્રોને માણસોના હુકમની જરૂર નથી, એ આપોઆપ હુમલા માટે તૈયાર થઈ જાય છે. એ ઘણી ચિંતાજનક બાબત છે.”

એક માણસ હૉસ્પિટલમાં પથારીએ

સ્વાસ્થ્ય પર લટકતી તલવાર. સ્વાસ્થ્ય માટે વિજ્ઞાને ઘણું કર્યું છે. જોકે એની પણ એક સીમા છે. આજે, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, હવાનું પ્રદૂષણ અને ડ્રગ્સના દુરુપયોગને લીધે થતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા લોકો કેન્સર, હૃદય રોગો અને ડાયાબિટીસ જેવી બીમારીઓના શિકાર બની રહ્યા છે. અનેક લોકો બીમારીઓને લીધે અશક્ત બની ગયા છે, એમાં માનસિક રોગોથી પીડાતા લોકો પણ છે. તાજેતરના વર્ષોમાં ઇબોલા અને ઝિકા જેવા વાઇરસે મનુષ્યો પર અણધાર્યો હુમલો કર્યો છે. નિષ્કર્ષ: મનુષ્યો બીમારીઓને કાબૂમાં લાવી શકતા નથી અને એનો અંત લાવવો મનુષ્યોના હાથ બહારની વાત છે!

પાણી અને હવાનું પ્રદુષણ

મનુષ્યોનો કુદરત પર હુમલો. કારખાનાઓ પૃથ્વીના વાતાવરણને વધારે ને વધારે દૂષિત બનાવી રહ્યા છે. દૂષિત હવાને લીધે દર વર્ષે લાખો ને કરોડો લોકો મરી રહ્યા છે.

ઘણાં લોકો, સમાજો અને સરકારી સંસ્થાઓ પ્રદુષણ ફેલાવતા પદાર્થો સમુદ્રમાં નાખે છે. જેમ કે, ગટરની ગંદકી, દવાની ફેક્ટરીનો કચરો, પ્લાસ્ટિક, કૃષિ સંબંધી કચરો તેમજ પ્રદૂષણ ફેલાવતા બીજા પદાર્થો. દરિયાઈ વિજ્ઞાન પરનો એક જ્ઞાનકોષ સમજાવે છે કે એ “ઝેરી પદાર્થોને લીધે દરિયાઈ પ્રાણીઓ અને વનસ્પતિમાં ઝેર ફેલાયું છે. પરિણામે, માછલી-ઝીંગા જેવો ખોરાક ખાનારા લોકોમાં એની આડઅસરો જોવા મળી રહી છે.”

રોજબરોજના વપરાશ માટે પાણીની અછત વર્તાઈ રહી છે. બ્રિટનના રૉબીન મેકકાઇ નામના લેખક વિજ્ઞાન આધારિત લેખો લખે છે. તે ચેતવે છે: “એ દિવસ દૂર નથી જ્યારે દુનિયાના ખૂણે ખૂણે પાણીની સમસ્યા હશે.” રાજનેતાઓ કબૂલ કરે છે કે પાણીની તંગીનું મુખ્ય કારણ માણસો પોતે છે. હવે, હાથના કર્યા હૈયે વાગશે! મનુષ્યોને માથે ભયંકર સમસ્યા ઝઝૂમી રહી છે!

કુદરતનો મનુષ્યો પર વળતો પ્રહાર. વાવાઝોડા, વંટોળિયા, દરિયાઈ તોફાનો અને ભૂકંપોને લીધે પૂર આવે છે અને ભેખડો ધસી પડે છે. પરિણામે, મોટા પાયે બધું નષ્ટ થઈ જાય છે. આવા કુદરતી પરિબળોને લીધે આજે સેંકડો લોકો મરણ પામે છે અથવા મોટું નુકસાન ભોગવે છે. અમેરિકાના નાસાએ (NASA) જણાવ્યું હતું કે ભાવિમાં “મોટા મોટા વાવાઝોડા, જીવલેણ લૂ, મહાપૂર અને દુકાળ જેવી આફતો આવવાની શક્યતા વધી ગઈ છે.” શું કુદરત આખી માનવજાત પર વળતો પ્રહાર કરશે?

વાવાઝોડું
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો