અત્યાર સુધીનું સૌથી ઉપયોગી પુસ્તક
બાઇબલનું સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર થયું છે. આજે દુનિયાના મોટા ભાગના લોકો પાસે એ છે. બીજા કોઈ પણ સાહિત્યમાંથી આટલા બધા લોકોને શીખવા મળ્યું નથી અને મદદ મળી નથી. આ આંકડાઓ પર ધ્યાન આપો:
બાઇબલનું ભાષાંતર અને વિતરણ
૯૬.૫% લોકો પાસે બાઇબલ છે
૩,૩૫૦ ભાષાઓમાં પ્રાપ્ય છે (આખું કે અમુક ભાગમાં)
૫,૦૦,૦૦,૦૦,૦૦૦ જેટલી પ્રતો બહાર પડી, ઇતિહાસમાં બીજા કોઈ પુસ્તકની એના જેટલી પ્રતો બહાર પડી નથી
વધારે જાણો
અમારી વેબસાઇટ JW.ORG પર જાઓ. તમે. . .
ઓનલાઇન બાઇબલ વાંચી શકો (ઘણી ભાષાઓમાં પ્રાપ્ય છે)
એ ડાઉનલોડ કરી શકો
બાઇબલમાંથી તમારા સવાલોના જવાબ મેળવી શકો
બાઇબલ દ્વારા કઈ રીતે ઘણા લોકોનું જીવન સુધર્યું છે, એ વિશે લેખો વાંચી શકો
ઓનલાઇન બાઇબલ અભ્યાસ કરી શકોa
બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરી શકો
યહોવાના સાક્ષીઓ અને બાઇબલ
યહોવાના સાક્ષીઓ અનેક ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર કરે છે અને લોકોને આપે છે.
વર્ષો દરમિયાન અમે આવા અલગ અલગ બાઇબલ ભાષાંતરનું વિતરણ કર્યું છે.
૧૯૦૧નું ધ અમેરિકન સ્ટાન્ડર્ડ વર્ઝન
બાઈંગટનનું ધ બાઇબલ ઈન લીવિંગ ઇંગ્લિશ
ધી એમ્ફેટિક ડાયાગ્લોટ
ધ કિંગ જેમ્સ વર્ઝન
રીવાઇઝ્ડ સ્ટાન્ડર્ડ વર્ઝન
ટિશેનડૉર્ફનો નવો કરાર
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન
૧૮૦થી વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે (આખું કે અમુક ભાગમાં)
૨૨,૭૦,૦૦,૦૦૦ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ની પ્રતો ૧૯૫૦થી છાપવામાં આવી છે
a હાલમાં અંગ્રેજી અને પોર્ટુગીઝ ભાષામાં પ્રાપ્ય છે, પછી બીજી ભાષાઓમાં પણ આવશે.