વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yc પાઠ ૯ પાન ૨૦-૨૧
  • યિર્મેયા યહોવાનો સંદેશો આપતા રહ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યિર્મેયા યહોવાનો સંદેશો આપતા રહ્યા
  • મારી બાઇબલ વાર્તાઓ
  • સરખી માહિતી
  • યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈશ્વરભક્ત યિર્મેયાહ જેવી હિંમત રાખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યિર્મેયાહના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યિર્મેયાહની જેમ જાગૃત રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
મારી બાઇબલ વાર્તાઓ
yc પાઠ ૯ પાન ૨૦-૨૧

૯

યિર્મેયા યહોવાનો સંદેશો આપતા રહ્યા

ગુસ્સે ભરાયેલું ટોળું યિર્મેયાને ઘેરી વળ્યું છે

લોકો કેમ યિર્મેયા પર ગુસ્સે થયા?

યિર્મેયાને કાદવ-કીચડ વાળા ઊંડા ખાડામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે

યહોવાની મદદથી યિર્મેયા બચી ગયા

યહોવા વિશે આપણે લોકોને જણાવીએ છીએ. પણ, કોઈ વાર તેઓ આપણી મશ્કરી કરે છે. અથવા ગુસ્સે થઈ જાય છે. એના લીધે યહોવા વિશે વાત કરવાનું મન ન થાય. તમારી સાથે કદી એવું થયું છે?— બાઇબલ એક યુવાન વિશે જણાવે છે. તેમનું નામ યિર્મેયા હતું. તે યહોવાને ખૂબ જ ચાહતા હતા. પણ, તેમણે યહોવા વિશે વાત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. ચાલો યિર્મેયા વિશે શીખીએ.

યુવાન યિર્મેયાને યહોવાએ કહ્યું: ‘લોકોને ચેતવણી આપ કે તેઓ ખરાબ કામો બંધ કરે.’ યિર્મેયા માટે એ ચેતવણી આપવી અઘરી હતી. તે ડરતા હતા. તેમણે યહોવાને કહ્યું: ‘શું કહેવું એ મને ખબર નથી. હું તો હજી બાળક છું.’ યહોવાએ કહ્યું: ‘ડરીશ નહિ. હું તને મદદ કરીશ.’

યિર્મેયાએ લોકોને ચેતવણી આપી: ‘ખરાબ કામ નહિ છોડો તો, યહોવા તમને સજા કરશે.’ શું લોકોએ યિર્મેયાની વાત સાંભળી?— ના. લોકોએ તેમની મજાક ઉડાવી. તેમના પર ઘણા ગુસ્સે થયા. અરે, અમુક લોકો તો યિર્મેયાને મારી નાખવા ચાહતા હતા! યિર્મેયાને કેવું લાગ્યું હશે?— તે ડરી ગયા. યિર્મેયાએ કહ્યું: ‘હું યહોવા વિશે ફરી વાત કરીશ નહિ.’ શું સાચે જ તેમણે એવું કર્યું?— ના. યિર્મેયા યહોવાને ખૂબ ચાહતા હોવાથી તેમનો સંદેશો જણાવતા રહ્યા. એટલે યહોવાએ પણ તેમનું રક્ષણ કર્યું.

એક સમયે, અમુક ખરાબ માણસોએ યિર્મેયાને ઊંડા ખાડામાં નાખી દીધા. એ ખાડામાં બહુ જ કાદવ-કીચડ હતો. તેમના માટે કશું જ ખાવા-પીવાનું ન હતું. એ ખરાબ માણસો ચાહતા હતા કે યિર્મેયા ખાડામાં જ મરી જાય. પણ, યહોવાની મદદથી યિર્મેયા બચી ગયા!

યિર્મેયાના દાખલામાંથી તમને શું શીખવા મળે છે?— ખરું કે યિર્મેયા અમુક સમયે ડરી ગયા હતા. તોપણ, યહોવા વિશે બોલવાનું તેમણે બંધ ન કર્યું. તમે પણ યહોવા વિશે લોકોને જણાવો છો. કદાચ તેઓ તમારી મજાક ઉડાવે. ગુસ્સે થઈ જાય. તમને ડર અને શરમ લાગી શકે. પણ, યહોવા વિશે હંમેશાં જણાવતા રહો. કદી ચૂપ ન રહો. યહોવાએ યિર્મેયાને મદદ કરી. તમને પણ કરશે.

બાઇબલમાંથી વાંચો

  • યિર્મેયા ૧:૪-૮; ૨૦:૭-૯; ૨૬:૮-૧૯, ૨૪; ૩૮:૬-૧૩

સવાલો:

  • યહોવાએ યિર્મેયાને શું કરવાનું કહ્યું?

  • યિર્મેયાએ કેમ યહોવા વિશે બોલવાનું લગભગ બંધ કરી દીધું?

  • યહોવાએ યિર્મેયાને કઈ રીતે મદદ કરી?

  • યિર્મેયાના દાખલામાંથી તમને શું શીખવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો