વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • hf ભાગ ૨ પાન ૬-૮
  • એકબીજાને વફાદાર રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એકબીજાને વફાદાર રહો
  • કુટુંબ સુખી બનાવો
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ લગ્‍નજીવન પર પૂરતું ધ્યાન આપો
  • ૨ તમારા હૃદયની સંભાળ રાખો
  • ઈશ્વરની મદદથી લગ્‍નજીવન સુખી બનાવો
    કુટુંબ સુખી બનાવો
  • જીવનસાથીને આદર બતાવો
    ચોકીબુરજ: પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
  • સગાં-વહાલાં સાથે સારા સંબંધો કઈ રીતે જાળવવા?
    કુટુંબ સુખી બનાવો
  • મુશ્કેલીઓ કઈ રીતે થાળે પાડવી?
    કુટુંબ સુખી બનાવો
વધુ જુઓ
કુટુંબ સુખી બનાવો
hf ભાગ ૨ પાન ૬-૮
પતિના હાથમાં છત્રી છે અને પત્નીને કારમાં બેસવા મદદ કરે છે

ભાગ ૨

એકબીજાને વફાદાર રહો

“ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું.”—માર્ક ૧૦:૯

યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને ‘વિશ્વાસુ’ કે વફાદાર રહે. (ગીતશાસ્ત્ર ૩૧:૨૩) લગ્‍નજીવનમાં એ સૌથી મહત્ત્વનું છે. વફાદારી ન હોય તો, એકબીજા પર ભરોસો નહિ રહે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધતો રહે માટે એકબીજા પર ભરોસો હોવો ખૂબ જરૂરી છે.

પતિ કે પત્ની બેવફા બનતા હોય એવા ઘણા કિસ્સાઓ આજે જોવા મળે છે. એટલે, લગ્‍નજીવન ટકાવી રાખવા તમારે આ બે બાબતો કરવાનો દૃઢ નિર્ણય લેવો જોઈએ.

૧ લગ્‍નજીવન પર પૂરતું ધ્યાન આપો

બાઇબલ શું કહે છે? “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.” (ફિલિપી ૧:૧૦) તમારા જીવનમાં ઘણી બાબતો મહત્ત્વની છે. એમાંની એક લગ્‍નજીવન પણ છે. તેથી, એના પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ.

યહોવા ચાહે છે કે તમે લગ્‍નસાથીનું પૂરેપૂરું ધ્યાન રાખો. તેમ જ, સાથે મળીને જીવનનો “આનંદ” માણો. (સભાશિક્ષક ૯:૯) યહોવા સ્પષ્ટ જણાવે છે કે સાથીની અવગણના ન કરો. પરંતુ, એકબીજાને ખુશ કરવાની તક શોધો. (૧ કોરીંથી ૧૦:૨૪) જીવનસાથીને અહેસાસ કરાવો કે તમારા માટે તે ખૂબ જ મહત્ત્વના છે અને તમે તેમની કદર કરો છો.

પતિ પોતાની પત્ની માટે ચા લાવે છે; પતિ ઘરે આવે છે ત્યારે પત્ની રાંધી રહી છે

તમે શું કરી શકો?

  • લગ્‍નસાથી જોડે નિયમિત સમય પસાર કરો અને તેમના પર પૂરેપૂરું ધ્યાન આપો

  • કોઈ પણ નિર્ણય લો ત્યારે, સાથીનો પહેલા વિચાર કરો

પતિ અને પત્ની પિકનિકનો આનંદ માણી રહ્યા છે

૨ તમારા હૃદયની સંભાળ રાખો

બાઇબલ શું કહે છે? “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માથ્થી ૫:૨૮) કોઈ વ્યક્તિ ખોટા વિચારો કર્યા કરે, તો તે પોતાના સાથીને વફાદાર નથી.

યહોવા કહે છે કે આપણે ‘હૃદયની સંભાળ રાખવી’ જોઈએ. (નીતિવચનો ૪:૨૩; યિર્મેયા ૧૭:૯) એ માટે ખરાબ બાબતોથી તમારી નજર ફેરવી લો. (માથ્થી ૫:૨૯, ૩૦) ઈશ્વરભક્ત અયૂબનું અનુકરણ કરી શકો. તેમણે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો કે બીજી સ્ત્રીને કદી ખોટી નજરે જોશે નહિ. (અયૂબ ૩૧:૧) પોર્નોગ્રાફી કે અશ્લીલ બાબતો ન જોવાનો દૃઢ નિર્ણય લો. તેમ જ, લગ્‍નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ બાંધશો નહિ.

કામની જગ્યાએ પતિ પોતાના ટેબલ પર પત્નીનો ફોટો રાખે છે

તમે શું કરી શકો

  • બીજાઓને તમારા વાણી-વર્તનથી બતાવો કે તમે તમારા લગ્‍નસાથીને પૂરેપૂરા વફાદાર છો

  • લગ્‍નસાથીની લાગણીઓ સમજો. તેમને પસંદ ન હોય એવા સંબંધનો તરત જ અંત લાવો

પોતે પગલાં ભરો

નિખાલસ બનીને પોતાની નબળાઈઓ પારખો. (ગીતશાસ્ત્ર ૧૫:૨) બીજાઓ પાસે મદદ માંગતા અચકાશો નહિ. (નીતિવચનો ૧:૫) તમારા મનમાં ખરાબ વિચારો આવતા હોય તો, એની સામે લડતા રહો. હિંમત ન હારો. (નીતિવચનો ૨૪:૧૬) સાથીને વફાદાર રહેવાના તમારા પ્રયત્નોને યહોવા જરૂર આશીર્વાદ આપશે.

આનો વિચાર કરો . . .

  • લગ્‍નસાથીને વધારે સમય આપવા હું શું કરી શકું?

  • શું લગ્‍નસાથી મારા સૌથી સારા મિત્ર છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો