વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • hf ભાગ ૭ પાન ૨૨-૨૫
  • બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?
  • કુટુંબ સુખી બનાવો
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ બાળકોના દિલની વાત સાંભળવા તૈયાર રહો
  • ૨ બાળકોની લાગણીઓ સમજો
  • ૩ તમે બંને એક મનના થાઓ
  • ૪ પહેલેથી નક્કી કરો
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • બાળકો મોટા કરવા ઈશ્વરની મદદ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
કુટુંબ સુખી બનાવો
hf ભાગ ૭ પાન ૨૨-૨૫
પિતા અને દીકરો સાયકલ રીપેર કરી રહ્યા છે

ભાગ ૭

બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?

‘જે વચનો હું આજે તને જણાવું છું તે તારા દિલમાં ઠસી રહે અને તે તું તારાં બાળકોને શીખવ.’—પુનર્નિયમ ૬:૬, ૭

યહોવા ઈશ્વરે કુટુંબની ગોઠવણ કરી ત્યારે, બાળકોની સંભાળ રાખવાની જવાબદારી માબાપને સોંપી હતી. (કોલોસી ૩:૨૦) તેથી, તમારી જવાબદારી છે કે યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો. તેમ જ, તેઓને જવાબદાર વ્યક્તિ બનાવો. (૨ તીમોથી ૧:૫; ૩:૧૫) તેઓના દિલમાં શું ચાલી રહ્યું છે એ પણ તમારે જાણવું જોઈએ. જોકે, તમારે પોતે સારો દાખલો બેસાડવાની જરૂર છે. જો તમારા દિલમાં યહોવાના શિક્ષણ માટે પ્રેમ હશે, તો તમે બાળકોને પણ એમ કરતા શીખવી શકશો.—ગીતશાસ્ત્ર ૪૦:૮.

૧ બાળકોના દિલની વાત સાંભળવા તૈયાર રહો

બાઇબલ શું કહે છે? ‘સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમા થાઓ.’ (યાકૂબ ૧:૧૯) બાળકોને અહેસાસ કરાવો કે તેઓ તમારી સાથે કોઈ પણ સમયે વાત કરી શકે છે. બાળકોને લાગવું જોઈએ કે તેઓને વાત કરવી હોય ત્યારે, તમે તેઓનું સાંભળવા તૈયાર છો. કુટુંબમાં શાંતિ હશે તો, બાળકો દિલ ખોલીને તમારી સાથે વાત કરી શકશે. (યાકૂબ ૩:૧૮) જો તમારો સ્વભાવ કડક અને ભૂલો શોધનારો હશે, તો બાળકો દિલ ખોલીને વાત નહિ કરે. તેઓ સાથે ધીરજથી વર્તો અને વારંવાર ખાતરી કરાવો કે તમે તેઓને ખૂબ જ ચાહો છો.—માથ્થી ૩:૧૭; ૧ કોરીંથી ૮:૧.

તમે શું કરી શકો?

  • બાળકોને વાત કરવી હોય ત્યારે, તેઓનું સાંભળવા સમય કાઢો

  • મુશ્કેલીઓ આવે ત્યારે જ નહિ, પણ બાળકો સાથે નિયમિત વાતચીત કરો

૨ બાળકોની લાગણીઓ સમજો

બાઇબલ શું કહે છે? “ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે.” (નીતિવચનો ૧૩:૧૬) અમુક વખતે બાળકો જે કહે છે એ જ નહિ, તેઓની લાગણીઓ પણ સમજવી જોઈએ. કોઈ વાર યુવાનો વાતને વધારે ચડાવીને કહેતા હોય છે. અથવા એવું કહી બેસે જે તેઓનાં દિલમાં ન હોય. બાઇબલ કહે છે, ‘સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખતા છે.’ (નીતિવચનો ૧૮:૧૩) તેથી, તરત જ ગુસ્સે થશો નહિ.—નીતિવચનો ૧૯:૧૧.

દીકરીના જવાબથી માતા ગુસ્સે થઈ ગયાં છે

તમે શું કરી શકો?

  • બાળકોની વાત તમને ન ગમે, તોપણ વચ્ચે બોલશો નહિ કે ગુસ્સે થશો નહિ

  • યાદ કરો કે તમે તેઓની ઉંમરના હતા ત્યારે, તમને કેવું લાગતું અને તમારા માટે શું મહત્ત્વનું હતું

૩ તમે બંને એક મનના થાઓ

બાઇબલ શું કહે છે? ‘મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.’ (નીતિવચનો ૧:૮) યહોવાએ બાળકોની જવાબદારી માબાપને સોંપી છે. તેથી, બાળકોને તમારે શીખવવું જોઈએ કે તેઓ તમને માન આપે અને તમારું કહેવું માને. (એફેસી ૬:૧-૩) બાળકો પારખી શકે છે કે માબાપ ‘એક મનના’ છે કે નહિ. (૧ કોરીંથી ૧:૧૦) એટલે, કોઈ વાતે તમે એકબીજા સાથે સહમત ન હો, તોપણ બાળકોની સામે ચર્ચા કરશો નહિ. નહિતર તમારા માટે તેઓનું માન ઓછું થઈ શકે છે.

એક પિતા પોતાના બાળકને ખાનગીમાં શિસ્ત આપી રહ્યા છે, જ્યારે માતા અને ભાઈ બીજા રૂમમાં છે

તમે શું કરી શકો?

  • સાથે મળીને નક્કી કરો કે બાળકોને કઈ રીતે શિસ્ત આપશો

  • બાળકોને કઈ રીતે શિસ્ત આપવી એ વિશે સાથી જોડે સહમત ન હો, તોપણ તેમના વિચારો જાણવાનો પ્રયત્ન કરો

૪ પહેલેથી નક્કી કરો

બાઇબલ શું કહે છે? ‘બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એમાં ચાલવાનું તેને શીખવો.’ (નીતિવચનો ૨૨:૬) બાળકોને કંઈ આપોઆપ સારું શિક્ષણ મળવાનું નથી. કેવું શિક્ષણ આપશો એ પહેલેથી જ નક્કી કરવાની જરૂર છે. એમાં શિસ્ત આપવાનો પણ સમાવેશ થાય છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૪; નીતિવચનો ૨૯:૧૭) શિસ્તનો અર્થ એ નથી કે બાળકોને ફક્ત સજા કરવી. એમાં બાળકોને એ સમજવા પણ મદદ કરવી જોઈએ કે તેઓ માટે કેમ નિયમો બનાવવામાં આવ્યા છે. (નીતિવચનો ૨૮:૭) તેમ જ, બાઇબલ માટે પ્રેમ કેળવવા અને એમાં આપેલા સિદ્ધાંતો પારખતા પણ શીખવવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧:૨) એનાથી તેને ખરુંખોટું પારખવા મદદ મળશે.—હિબ્રૂ ૫:૧૪.

તમે શું કરી શકો?

  • ઈશ્વરને ઓળખવા અને તેમના પર ભરોસો મૂકવા બાળકોને મદદ કરો

  • બાળકોને શીખવો કે તેઓ ખોટાં કામો પારખે અને એનાથી દૂર રહે. જેમ કે, ઇન્ટરનેટ અને સોશિયલ નેટવર્ક પર બતાવવામાં આવતાં ખરાબ કામો. તેમ જ, જાતીય શોષણ કરતી વ્યક્તિઓથી દૂર રહેવાનું પણ તેઓને શીખવો

બાળપણથી લઈને બાપ્તિસ્મા લે ત્યાં સુધી માતાપિતા પોતાના બાળકને તાલીમ આપી રહ્યા છે

‘બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ એમાં ચાલવાનું તેને શીખવો’

તમારી મહેનતને યહોવા આશીર્વાદ આપશે

માબાપને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ પોતાનાં બાળકોને યહોવાનું શિક્ષણ આપે. (એફેસી ૬:૪) યહોવા જાણે છે કે એ ઘણી મહેનત માંગી લે છે. પણ, ખાતરી રાખો કે તમારી મહેનતનું સારું પરિણામ આવશે. એનાથી યહોવાના નામને મહિમા મળશે અને તમને ઘણી ખુશી મળશે.—નીતિવચનો ૨૩:૨૪.

આનો વિચાર કરો . . .

  • મારાં બાળકો કોઈ પણ વિષય પર દિલ ખોલીને વાત કરી શકે, એ માટે હું શું કરી શકું?

  • બીજાં માબાપ બાળકોને જે રીતે ઉછેરે છે, એમાંથી હું શું શીખી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો