વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • hf ભાગ ૯ પાન ૨૯-૩૧
  • કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો
  • કુટુંબ સુખી બનાવો
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવો
  • ૨ કુટુંબ તરીકે ભક્તિનો આનંદ માણો
  • કુટુંબોને મદદ કરવા
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • કુટુંબ તરીકે ભક્તિ એટલે શું?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સાચી ભક્તિ લાવે અનેરી ખુશી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
કુટુંબ સુખી બનાવો
hf ભાગ ૯ પાન ૨૯-૩૧
યુગલ સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરી રહ્યું છે

ભાગ ૯

કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો

‘જેમણે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં, તેમની ભક્તિ કરો.’—પ્રકટીકરણ ૧૪:૭

આ પુસ્તિકામાંથી તમે બાઇબલના ઘણા સિદ્ધાંતો શીખ્યા, જે તમને અને તમારા કુટુંબને મદદ કરશે. યહોવા ચાહે છે કે તમે હંમેશાં ખુશ રહો. તે વચન આપે છે કે તેમની ભક્તિને જીવનમાં પ્રથમ મૂકશો તો, ‘બધી વસ્તુઓ તમને અપાશે.’ (માથ્થી ૬:૩૩) યહોવા ચાહે છે કે તમે તેમના મિત્ર બનો. તેમની સાથે ગાઢ સંબંધ કેળવવા બનતું બધું જ કરો. એમ કરવું દરેક વ્યક્તિ માટે એક મોટો લહાવો છે.—માથ્થી ૨૨:૩૭, ૩૮.

૧ યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવો

પતિ-પત્ની સાથે પ્રચાર કરી રહ્યાં છે

બાઇબલ શું કહે છે? યહોવા કહે છે કે, ‘હું તમારો પિતા થઈશ, અને તમે મારાં દીકરા-દીકરીઓ થશો.’ (૨ કોરીંથી ૬:૧૮) યહોવા ચાહે છે કે તમે તેમના ખાસ મિત્ર બનો. એમ કરવાની એક રીત છે, પ્રાર્થના. યહોવા ચાહે છે કે તમે ‘હંમેશાં પ્રાર્થના કરતા’ રહો. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭) તમારા દિલના વિચારો અને ચિંતાઓ જાણવા યહોવા આતુર છે. (ફિલિપી ૪:૬) તમારી પ્રાર્થનાથી કુટુંબનું દરેક સભ્ય જોઈ શકશે કે તમને યહોવા માટે કેટલો પ્રેમ છે.

ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરવી જ પૂરતી નથી, તે શું કહે છે એ સાંભળવું પણ ખૂબ જરૂરી છે. એ માટે બાઇબલનો અને યહોવાના સંગઠને બહાર પાડેલાં સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) અભ્યાસમાંથી જે શીખો એના પર વિચાર કરો. (ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨) ઈશ્વરનું સાંભળવા માટે સભાઓમાં પણ નિયમિત જવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૨૨:૧-૪.

યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવવાની બીજી રીત છે, તેમના વિશે લોકોને જણાવવું. એમ કરતા રહેશો તો, તેમની સાથેનો સંબંધ મજબૂત બનતો જશે.—માથ્થી ૨૮:૧૯, ૨૦.

તમે શું કરી શકો?

  • દરરોજ બાઇબલ વાંચવા અને પ્રાર્થના કરવા સમય કાઢો

  • કુટુંબ તરીકે, મનોરંજન અને મોજમજાને બદલે યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખો

૨ કુટુંબ તરીકે ભક્તિનો આનંદ માણો

કુટુંબ તરીકે ભક્તિ માટે એક પિતા તૈયારી કરી રહ્યા છે અને પછી કુટુંબ એનો આનંદ માણી રહ્યું છે

બાઇબલ શું કહે છે? “ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) નિયમિત રીતે કુટુંબ તરીકે ભક્તિ કરવાની ગોઠવણ કરો.a એને વળગી રહેવા બનતું બધું કરો. (ઉત્પત્તિ ૧૮:૧૯) તમારાં વાણી-વર્તનથી પણ બતાવો કે યહોવા તમારા માટે સૌથી મહત્ત્વના છે. ‘જ્યારે તમે ઘરમાં બેઠા હો, રસ્તે ચાલતા હો, સૂતા હો કે જાગતા હો,’ ત્યારે કુટુંબ સાથે યહોવા વિશે વાત કરો. એનાથી યહોવા સાથે કુટુંબનો સંબંધ મજબૂત બનશે. (પુનર્નિયમ ૬:૬, ૭) યહોશુઆની જેમ તમે પણ દૃઢ નિર્ણય કરો કે, “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહોશુઆ ૨૪:૧૫.

તમે શું કરી શકો?

  • કુટુંબના દરેક સભ્યની જરૂરિયાત પ્રમાણે નિયમિત અને સારી રીતે શિક્ષણ આપવાની ગોઠવણ કરો

માતા પોતાના બાળકને વંચાવી રહી છે; એક કુટુંબ બાઇબલ અહેવાલને નાટકની જેમ ભજવી રહ્યું છે; પિતા પોતાની દીકરી સાથે અભ્યાસ કરી રહ્યા છે

યહોવાના આનંદી ભક્તો

યહોવાની ભક્તિથી વધારે મહત્ત્વનું દુનિયામાં બીજું કંઈ જ નથી. તમને અને તમારા કુટુંબને પૂરા દિલથી ભક્તિ કરતા જોઈને યહોવાને ખૂબ જ આનંદ થાય છે. એમ કરવાથી, તેમના માટે તમારો પ્રેમ દિવસે દિવસે વધતો જશે. તેમ જ, તેમના માર્ગે તમે કાયમ ચાલતા રહેશો. (માર્ક ૧૨:૩૦; એફેસી ૫:૧) લગ્‍નજીવનમાં ઈશ્વરનો સાથ હશે તો, સાથી જોડે તમારા સંબંધ વધુ મજબૂત બનશે. (સભાશિક્ષક ૪:૧૨; યશાયા ૪૮:૧૭) ‘યહોવા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યા છે,’ એ જાણીને તમે અને તમારું કુટુંબ કાયમ માટે સુખેથી જીવી શકશો.—પુનર્નિયમ ૧૨:૭.

આનો વિચાર કરો . . .

  • પતિ-પત્ની તરીકે અમે છેલ્લે ક્યારે પ્રાર્થના કરી હતી?

  • યહોવામાં શ્રદ્ધા મજબૂત કરવા કુટુંબ સાથે હું શામાંથી અભ્યાસ કરી શકું?

કુટુંબના વડા માટે નોંધ

  • કુટુંબ તરીકેની ભક્તિમાં કોઈ પણ બાબતને આડે આવવા ન દો

  • કુટુંબને પહેલેથી જ જણાવો કે શાના વિશે ચર્ચા કરશો, જેથી દરેક જણ તૈયારી કરી શકે

  • કુટુંબનું દરેક સભ્ય હાજર રહી શકે એવી ગોઠવણ કરો

  • બધાને મજા આવે એવું વાતાવરણ રાખો

a વધારે માહિતી માટે યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? પુસ્તિકાનો પાઠ ૧૦, “કુટુંબ તરીકે ભક્તિ એટલે શું?” જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો