ખરાબ ગુણો કે વલણ
ખ્રિસ્તીઓમાં કેવા ગુણો કે વલણ ન હોવું જોઈએ?
અડિયલ; વાજબી ન હોવું
યર્મિ ૧૩:૧૦; માર્ક ૭:૨૧-૨૩; એફે ૫:૧૭
આ પણ જુઓ: યર્મિ ૭:૨૩-૨૭; ઝખા ૭:૧૧, ૧૨; ૧પિ ૨:૧૫
એને લગતા અહેવાલ:
૧શ ૮:૧૦-૨૦—શમુએલ ઇઝરાયેલીઓને સમજાવે છે કે કેમ માણસોને રાજા તરીકે પસંદ કરવા યોગ્ય નથી. પણ લોકો તેમનું સાંભળવા તૈયાર નથી
૧શ ૨૫:૨-૧૩, ૩૪—દાઉદના માણસોની વિનંતી એકદમ વાજબી છે, પણ નાબાલ જરાય સાંભળવા તૈયાર નથી. એના લીધે નાબાલના ઘરના બધા લોકોનું જીવન જોખમમાં મુકાય છે
૨કા ૩૬:૧૧-૧૭—સિદકિયા રાજા દુષ્ટ અને હઠીલો બને છે, એટલે આખી પ્રજાએ એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડે છે
પ્રેકા ૧૯:૮, ૯—અમુક લોકો અડિયલ બનીને ઈશ્વરના રાજ્યનો સંદેશો સ્વીકારતા નથી, એટલે પાઉલ તેઓને પડતા મૂકે છે
અદેખાઈ
અહંકાર
આ જુઓ: “અહંકાર”
આદર ન કરવો
આ જુઓ: “આદર ન કરવો”
આળસ
ઈર્ષા; બીજાઓની વસ્તુઓ માટે લાલચ
આ પણ જુઓ: “ઈર્ષા”
એને લગતા અહેવાલ:
ઉત ૨૬:૧૨-૧૫—યહોવા ઇસહાકની મહેનત પર આશીર્વાદ આપે છે, એટલે પલિસ્તીઓને ઈર્ષા થાય છે
૧રા ૨૧:૧-૧૯—દુષ્ટ રાજા આહાબ નાબોથની દ્રાક્ષાવાડી માટે લાલચ રાખે છે, એટલે નાબોથને કાવતરું ઘડીને મારી નાખવામાં આવે છે
ક્રૂરતા
પુન ૧૫:૭, ૮; માથ ૧૯:૮; ૧યો ૩:૧૭
એને લગતા અહેવાલ:
ઉત ૪૨:૨૧-૨૪—યૂસફના ભાઈઓને પસ્તાવો થાય છે, કેમ કે તેઓ યૂસફ સાથે ક્રૂર રીતે વર્ત્યા હતા
માર્ક ૩:૧-૬—ફરોશીઓનું દિલ કઠણ હતું એ જોઈને ઈસુ બહુ દુઃખી થાય છે
ખોટો વહેમ કરવો અને આરોપ મૂકવો
એને લગતા અહેવાલ:
૧શ ૧૮:૬-૯; ૨૦:૩૦-૩૪—શાઉલ રાજા દાઉદ પર શંકા કરે છે અને યોનાથાનને પણ દાઉદની વિરુદ્ધ કરવાની કોશિશ કરે છે
ગુસ્સો
એને લગતા અહેવાલ:
ઉત ૩૭:૧૮, ૧૯, ૨૩, ૨૪, ૩૧-૩૫—યૂસફના ભાઈઓ તેમને પકડીને ગુલામીમાં વેચી દે છે. તેઓ પોતાના પિતા યાકૂબને પણ છેતરે છે, એટલે તેમને લાગે છે કે યૂસફ મરી ગયા છે
ઉત ૪૯:૫-૭—શિમયોન અને લેવીને ધિક્કારવામાં આવે છે, કેમ કે તેઓ ગુસ્સામાં આવીને ક્રૂર રીતે વર્તે છે
૧શ ૨૦:૩૦-૩૪—શાઉલ રાજા ગુસ્સામાં આવીને પોતાના દીકરા યોનાથાનનું અપમાન કરે છે અને યોનાથાનને મારી નાખવાની કોશિશ કરે છે
૧શ ૨૫:૧૪-૧૭—નાબાલ બૂમાબૂમ કરે છે અને દાઉદના માણસોનું અપમાન કરે છે, એટલે તેના ઘરના બધા લોકોનું જીવન જોખમમાં આવી જાય છે
ઘમંડ
આ પણ જુઓ: ની ૩:૭; ૨૬:૧૨; રોમ ૧૨:૧૬
આ પણ જુઓ: “ઘમંડ”
એને લગતા અહેવાલ:
૨શ ૧૫:૧-૬—આબ્શાલોમ બહુ દેખાડો કરે છે. તે ચાહે છે કે લોકો દાઉદ રાજાને બદલે તેની તરફ થઈ જાય
દા ૪:૨૯-૩૨—નબૂખાદનેસ્સાર રાજા ઘમંડી બની જાય છે, એટલે યહોવા તેને સજા કરે છે
ઝઘડાખોર; દલીલો કરવી
આ પણ જુઓ: ની ૧૫:૧૮; ૧૭:૧૪; ૨૭:૧૫; યાકૂ ૩:૧૭, ૧૮
એને લગતા અહેવાલ:
ઉત ૧૩:૫-૯—ઇબ્રાહિમ અને લોતના ભરવાડો વચ્ચે ઝઘડો થાય છે ત્યારે ઇબ્રાહિમ શાંતિ જાળવી રાખવા કોશિશ કરે છે
ન્યા ૮:૧-૩—એફ્રાઇમના માણસો ગિદિયોન સાથે ઝઘડો કરે છે ત્યારે ગિદિયોન નમ્રતા બતાવે છે, એટલે શાંતિ જળવાય છે
ડરપોક
ઢોંગ
આ જુઓ: “ઢોંગ”
નફરત
આ પણ જુઓ: ગણ ૩૫:૧૯-૨૧; માથ ૫:૪૩, ૪૪
પૈસા અને ધનદોલત માટે પ્રેમ
માથ ૬:૨૪; ૧તિ ૬:૧૦; હિબ્રૂ ૧૩:૫
આ પણ જુઓ: ૧યો ૨:૧૫, ૧૬
એને લગતા અહેવાલ:
અયૂ ૩૧:૨૪-૨૮—અયૂબ ધનવાન છે પણ તે પોતાની માલ-મિલકત કરતાં યહોવાને વધારે પ્રેમ કરે છે
માર્ક ૧૦:૧૭-૨૭—યુવાન માણસને પોતાની માલ-મિલકત ખૂબ વહાલી છે, એટલે તે ઈસુનો શિષ્ય બનવાની ના પાડી દે છે
પોતાને વધારે પડતા નેક સમજવું
સભા ૭:૧૬; માથ ૭:૧-૫; રોમ ૧૪:૪, ૧૦-૧૩
એને લગતા અહેવાલ:
માથ ૧૨:૧-૭—ફરોશીઓ પોતાને વધારે પડતા નેક સમજે છે, એટલે ઈસુ તેઓનો ઢોંગ ખુલ્લો પાડે છે
લૂક ૧૮:૯-૧૪—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેઓ પોતાને બહુ નેક સમજે છે તેઓ ઈશ્વરની કૃપા મેળવી શકતા નથી
બંડખોર
આ પણ જુઓ: પુન ૨૧:૧૮-૨૧; ગી ૭૮:૭, ૮; તિત ૧:૧૦
મનમાં કડવાશ ભરી રાખવી; બીજાઓને નુકસાન પહોંચાડવાનો ઇરાદો
આ પણ જુઓ: યાકૂ ૩:૧૪
એને લગતા અહેવાલ:
ઓબા ૧૦-૧૪—ઇઝરાયેલીઓ અદોમીઓના ભાઈઓ છે, પણ અદોમીઓ મનમાં કડવાશ ભરી રાખે છે અને તેઓ પર જુલમ કરે છે. એટલે યહોવા અદોમીઓને સજા કરે છે
માણસોનો ડર
એને લગતા અહેવાલ:
ગણ ૧૩:૨૫-૩૩—ઇઝરાયેલના દસ જાસૂસો દુશ્મનોથી ડરી જાય છે અને તેઓના લીધે લોકો પણ ડરી જાય છે
માથ ૨૬:૬૯-૭૫—પ્રેરિત પિતર લોકોથી ડરી જઈને ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડે છે
લોભ
આ જુઓ: “લોભ”