વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૭/૧ પાન ૧૫
  • બાઇબલ સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • આજે માણસો વચ્ચે કેમ શાંતિ નથી?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • શાંતિ—તમે કઈ રીતે મેળવી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૭/૧ પાન ૧૫

બાઇબલ સવાલોના જવાબો

આખી દુનિયામાં શાંતિ લાવવી કેમ મુશ્કેલ છે?

લોકોના મન બદલી શકતી હોય એ જ સરકાર દુનિયામાં શાંતિ લાવશે

એ વિશે બાઇબલ બે મુખ્ય કારણો જણાવે છે. પહેલું, ભલે માણસોએ મોટી મોટી સિદ્ધિઓ મેળવી હોય, પણ તેઓને એવી ક્ષમતા સાથે બનાવવામાં આવ્યા નથી કે પોતાના માટે ખરો માર્ગ નક્કી કરી શકે. બીજું, માણસોની યોજનાઓ નિષ્ફળ જવાનું કારણ એ છે કે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” એ દુષ્ટ બીજું કોઈ નહિ, પણ શેતાન છે. એટલે જ, માણસોના પ્રયત્નોથી દુનિયામાં શાંતિ લાવવી અશક્ય છે.​—યિર્મેયા ૧૦:૨૩; ૧ યોહાન ૫:૧૯ વાંચો.

મનુષ્યોમાં સ્વાર્થી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ હોવાને લીધે પણ દુનિયામાં શાંતિ લાવવી અઘરી છે. પરંતુ, જો આખી દુનિયામાં એવી એક સરકાર હોય જે લોકોને સાચી બાબતો કરવાનું અને બીજાઓની સંભાળ રાખવાનું શીખવે, તો દુનિયામાં જરૂર શાંતિ આવશે.​​—યશાયા ૩૨:૧૭; ૪૮:૧૮, ૨૨ વાંચો.

દુનિયામાં શાંતિ કોણ લાવશે?

સર્વશક્તિમાન ઈશ્વરે એક સરકાર લાવવાનું વચન આપ્યું છે, જે બધા મનુષ્યો પર રાજ કરશે. એ સરકાર માણસોની સરકારોને કાઢી નાંખશે. (દાનીયેલ ૨:૪૪) ઈશ્વરના દીકરા, ઈસુ ‘શાંતિના સરદાર’ તરીકે રાજ કરશે. તે આખી દુનિયામાંથી સર્વ દુષ્ટતા કાઢી નાંખશે અને લોકોને શાંતિનો માર્ગ શીખવશે.​—યશાયા ૯:૬, ૭; ૧૧:૪, ૯ વાંચો.

આજે ઈસુના માર્ગદર્શન નીચે, લાખો લોકો દુનિયાભરમાં બાઇબલમાંથી શીખવે છે કે, એકબીજા સાથે શાંતિ-સંપીને કેવી રીતે રહેવું. બહુ જ જલદી દુનિયામાં ખરેખર શાંતિ હશે!​—યશાયા ૨:૩, ૪; ૫૪:૧૩ વાંચો. (w13-E 06/01)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ત્રણ જુઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો