દેવશાહી સેવા શાળા સમીક્ષા
દેવશાહી સેવા શાળાના પુનરાવર્તન માટેના જવાબો, જે ઑગસ્ટ ૨૬, ૨૦૧૩થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.
૧. હેરોદ રાજા જશ માટે યોગ્ય ન હતો, છતાં માણસો પાસેથી એ ખુશીથી મેળવ્યો, એમાંથી કયો મહત્ત્વનો પાઠ શીખવા મળે છે? (પ્રે.કૃ. ૧૨:૨૧-૨૩) [જુલાઈ ૧, w૦૮ ૫/૧ પાન ૩૨ ફકરો ૭]
૨. તીમોથીને પગલે ચાલીને અને એ વિશે અભ્યાસ કરીને યુવાનોને કેવો લાભ થઈ શકે? (પ્રે.કૃ. ૧૬:૧, ૨) [જુલાઈ ૮, w૦૮ ૫/૧ પાન ૩૨ ફકરો ૧૦]
૩. એફેસસના સભાસ્થાનમાં આપોલસને “હિંમતથી” બોલતા સાંભળ્યા પછી આકુલા અને પ્રિસ્કીલાએ કઈ રીતે તેમને પ્રેમથી મદદ કરી? (પ્રે.કૃ. ૧૮:૨૪-૨૬) [જુલાઈ ૧૫, w૧૦ ૬/૧ પાન ૧૫ ફકરો ૪]
૪. યહોવાના સાક્ષીઓ પ્રચાર કરવાના પોતાના હક્ક માટે અદાલતનો લાભ ઉઠાવે એ વિશે બાઇબલમાં કોનો દાખલો છે? (પ્રે.કૃ. ૨૫:૧૦-૧૨) [જુલાઈ ૨૨, w૦૩ ૧૦/૧ પાન ૧૫ બૉક્સ]
૫. પ્રેરિત પાઊલ રોમમાં નજરકેદ હતા તોપણ કઈ રીતે સાક્ષી આપવાનું ચાલું રાખ્યું અને તેમના દાખલામાંથી શું શીખી શકીએ? (પ્રે.કૃ. ૨૮:૧૭, ૨૩, ૩૦, ૩૧) [જુલાઈ ૨૯, w૧૨ ૧/૧ પાન ૧૬-૧૭ ફકરો ૧૮, ૨૧]
૬. બાઇબલમાં કેમ સજાતીય કૃત્યોને અકુદરતી અને શરમજનક કહ્યાં છે? (રોમ. ૧:૨૬, ૨૭) [ઑગ. ૫, g ૪/૧૨ પાન ૨૮ ફકરો ૭]
૭. ઈ.સ. ૩૩ની ‘અગાઉ થએલાં લોકોના પાપ’ ઈસુના બલિદાનથી યહોવાએ કેવી રીતે માફ કર્યા? (રોમ. ૩:૨૪, ૨૫) [ઑગ. ૫, w૦૮ ૬/૧ પાન ૩૦ ફકરો ૪]
૮. આપણે મુશ્કેલ સંજોગોમાં હોઈએ અને જાણતા ન હોઈએ કે પ્રાર્થનામાં શું કહેવું એ વિશે યહોવાએ આપણા માટે કેવી પ્રેમાળ જોગવાઈ કરી છે? (રોમ. ૮:૨૬, ૨૭) [ઑગ. ૧૨, w૦૮ ૬/૧ પાન ૩૧ ફકરો ૮]
૯. “પરોણાગત કરવામાં તત્પર રહો,” આ સલાહનો શું અર્થ થાય? (રોમ. ૧૨:૧૩) [ઑગ. ૧૯, w૦૯ ૧૦/૧ પાન ૧૮ ફકરા ૧૨-૧૩]
૧૦. પાઊલની સલાહ પ્રમાણે ‘ઈસુને પહેરી લેવાનો’ અર્થ શું થાય? (રોમ. ૧૩:૧૪) [ઑગ. ૨૬, w૦૫ ૧/૧ પાન ૧૧-૧૨ ફકરા ૨૦-૨૨]