ઑગસ્ટ ૨૬નું અઠવાડિયું
ગીત ૧૩ (113) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૨, ફકરા ૧૮-૨૦, વધારે માહિતી પાન ૨૦૦-૨૦૧ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: રોમનો ૧૩-૧૬ (૧૦ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૧૦ મિ: “મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું ખાસ ઉત્તેજન.” ટૉક. પછી દૃશ્યથી બતાવો કે સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકાય. દરેકને એમાં ભાગ લેવા ઉત્તેજન આપો.
૧૦ મિ: પ્રચાર કરવાની રીતો—ગ્રૂપ અને વ્યક્તિગત ટેરેટરી. ઓર્ગેનાઈઝડ પુસ્તકના પાન ૧૦૨, ફકરા ૩થી પાન ૧૦૪ ફકરા ૧ સુધીની માહિતીને આધારે ટોક. ટેરેટરી સંભાળનાર ભાઈનું ઇન્ટર્વ્યૂં લો. તેમને પૂછો કે ટેરેટરી મેળવવા અને એમાં કામ કરવાની શું ગોઠવણ છે.
૧૦ મિ: જો કોઈ કહે કે “મને રસ નથી.” માર્ચ ૧, ૨૦૧૨ ચોકીબુરજના પાન ૧૩, ફકરા ૧૫-૧૮ની માહિતીને આધારે ચર્ચા. કોઈ એક સૂચન કઈ રીતે લાગુ પાડી શકાય એ દૃશ્યથી બતાવો.
ગીત ૧૧ (85) અને પ્રાર્થના