મહિનાના પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું ખાસ ઉત્તેજન
મે ૨૦૧૧થી પ્રકાશકોને મહિનાના પહેલા શનિવારે, બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરવા ખાસ ઉત્તેજન આપવામાં આવ્યું હતું. એમ કરવા મદદ મળે માટે જનતા માટેના (પબ્લિક એડીશન) ચોકીબુરજમાં “બાઇબલ સવાલોના જવાબો” તૈયાર કરવામાં આવ્યા છે. એટલે, મહિનાના પહેલા શનિવારે પ્રચારની સભામાં જણાવો કે એ લેખ બાઇબલ અભ્યાસ શરૂ કરવા કઈ રીતે વાપરી શકાય. અને દૃશ્યથી રજૂઆત બતાવો.
વડીલો નક્કી કરી શકે કે મહિનાના પહેલા શનિવારે પ્રચારની સભા માટે બધા પોત પોતાના ગ્રૂપમાં મળશે કે રાજ્ય ગૃહમાં સાથે મળશે. પણ જો રાજ્ય ગૃહ અનેક મંડળો વાપરતા હોય તો શું? રાજ્ય ગૃહમાં બધા ગ્રૂપ એકસાથે મળે માટે કોઈ પણ મંડળે બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ગોઠવણની સભા બીજા દિવસે ગોઠવવી ન જોઈએ.