બાઇબલ અભ્યાસ અને મનન માટે સમય કાઢે છે
રજૂઆતની એક રીત
વીડિયો
સવાલ: બાળકોના ઉછેરમાં મદદ મળે માટે અમુક વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. અમે બધાને એ બતાવીએ છીએ. શું તમને એ જોવા ગમશે?
આમ કહો: યહોવાના દોસ્ત બનો શૃંખલામાંથી કોઈ એક વીડિયો બતાવો. પછી, ઘરમાલિકને jw.org વેબસાઇટ બતાવો અને એના જેવા બીજા વીડિયો શોધવા મદદ કરો.
સત્ય શીખવો
સવાલ: જીવનની ભેટને આપણે કેવી ગણવી જોઈએ?
શાસ્ત્રવચન: પ્રક ૪:૧૧
સત્ય: જીવન ઈશ્વરે આપેલી ભેટ છે. તેથી, આપણે એની કાળજી રાખવી જોઈએ. આપણે સલામતીનું ધ્યાન રાખીએ છીએ અને જાણી જોઈને બીજાનો કે પોતાનો જીવ લેતા નથી. જીવનની ભેટને આપણે કીમતી ગણીએ છીએ.
સુખી કુટુંબની ચાવી શું છે?
સવાલ: આ પત્રિકામાં આપેલા સવાલ પર ધ્યાન આપો. નીચે આપેલા જવાબોમાંથી તમે કયો પસંદ કરશો?
શાસ્ત્રવચન: લુક ૧૧:૨૮
આમ કહો: આ પત્રિકામાં બતાવ્યું છે કે, ઈશ્વરે કુટુંબો માટે જે સૂચનો આપ્યાં છે એ શા માટે ભરોસાપાત્ર છે અને તમારું કુટુંબ એમાંથી કઈ રીતે લાભ મેળવી શકે.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.