વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૨ પાન ૧૦-૧૨
  • સુખ-શાંતિભરી દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સુખ-શાંતિભરી દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરને “ઓળખીએ” અને દુનિયાના અંતમાંથી બચીએ
  • દરરોજ ઈશ્વરનું વચન વાંચીએ
  • પ્રાર્થનામાં ઈશ્વર પાસે મદદ માંગીએ
  • ઈશ્વરે શું કર્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • તમે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • આપણે હંમેશ માટે જીવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૨ પાન ૧૦-૧૨

સુખ-શાંતિભરી દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?

અગાઉના લેખમાં જોયું તેમ ઈશ્વર જલદી જ દુષ્ટ લોકો અને તેઓનાં કામોનો અંત લાવશે. આપણને પૂરો ભરોસો છે કે ઈશ્વર ચોક્કસ એમ કરશે કેમ કે એ વચન તેમણે આપ્યું છે.

“દુનિયા જતી રહેશે.”—૧ યોહાન ૨:૧૭.

ઈશ્વર દુષ્ટ લોકોનો નાશ કરશે ત્યારે સારા લોકોને જરૂર બચાવશે. તેમણે વચન આપ્યું છે:

“જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.”

એનો અર્થ થાય કે દુષ્ટ દુનિયાના અંતમાંથી બચવા ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી જોઈએ. પણ ઈશ્વરની ઇચ્છા શું છે? એ જાણવા ચાલો, પહેલાં ઈશ્વરને ઓળખીએ.

ઈશ્વરને “ઓળખીએ” અને દુનિયાના અંતમાંથી બચીએ

ચિત્રો: ૧. હૉસ્પિટલમાં કામ કરતી નર્સ કામના બોજાથી થાકીને ફ્લોર પર બેસી ગઈ છે. ૨. તે થોડો આરામ લેવા કૅન્ટીનમાં જાય છે. તેની સાથે કામ કરતી બીજી નર્સ મૅગેઝિન વાંચે છે તેના ચહેરા પર ખુશી દેખાય છે. ૩. એ નર્સ તેને બાઇબલમાંથી કલમ વાંચી આપે છે અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપે છે.

મહાન ગુરુ ઈસુએ કહ્યું હતું, “હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે.” (યોહાન ૧૭:૩) દુષ્ટ દુનિયામાંથી બચવા ‘ઈશ્વરને ઓળખવા’ જોઈએ. એમ કરીશું તો જ નવી દુનિયામાં મરણ વગરનું જીવન મળશે. કેટલાક માને છે કે ઈશ્વર છે, પણ એટલું માનવું જ પૂરતું નથી. તેમને ઓળખવાનો શું અર્થ થાય? એ સમજવા એક દાખલો લઈએ. કોઈ વ્યક્તિ સાથે દોસ્તી કરવા શું કરીશું? તેમને ઓળખીશું અને તેમની સાથે સમય પસાર કરીશું. એવી જ રીતે ઈશ્વરને ઓળખવા આપણે સમય કાઢવો જોઈએ. એમ કરવાથી તેમના વિચારો અને ઇચ્છાઓ સારી રીતે સમજી શકીશું. ચાલો, ઈશ્વરને ઓળખવા અને તેમની સાથેની દોસ્તી મજબૂત કરવા અમુક વિગતો તપાસીએ.

ઈશ્વર વિશે પવિત્ર શાસ્ત્રમાં આમ જણાવ્યું છે

એ નર્સ ઘરે jw.org વેબસાઇટ જુએ છે.

ઈશ્વરે માણસને સુંદર ધરતી પર જીવવા માટે બનાવ્યો હતો.

ઈશ્વરે પ્રથમ પુરુષ અને સ્ત્રી બનાવ્યાં હતાં. માણસનું નામ આદમ અને સ્ત્રીનું નામ હવા હતું. ઈશ્વરે પૃથ્વી પર એદન નામનો સુંદર બગીચો બનાવ્યો. એ તેમણે આદમ અને હવાને ઘર તરીકે આપ્યો. તેઓ પાસે બધું જ હતું. કોઈ વાતની કમી ન હતી. તેઓ ન બીમાર પડત કે ન દુઃખી થાત. ઈશ્વરે તેઓને કહ્યું હતું, જો મારું કહેવું માનશો તો તમે હંમેશાં જીવશો અને કદી નહિ મરો. પણ દુઃખની વાત છે, તેઓએ ઈશ્વરની આજ્ઞા ન માની અને તેમની સાથેની દોસ્તી તોડી નાખી.

આપણા પર કેમ દુઃખો આવે છે?

આદમે ઈશ્વરનું માન્યું હોત તો, તે અને તેનાં બાળકો કાયમ જીવ્યા હોત. અફસોસ! તેણે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. પૃથ્વી પર કાયમ જીવવાનો આશીર્વાદ ગુમાવ્યો. આખરે તે મરી ગયો. શાસ્ત્રમાં જણાવ્યું છે, ‘એક માણસ આદમથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ. બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.’ (રોમનો ૫:૧૨) એક દાખલો લઈએ. કેટલીક વાર માબાપ પાસેથી બાળકોને વારસામાં જીવલેણ બીમારી મળે છે. આપણને પણ આદમ તરફથી વારસામાં બીમારી, ઘડપણ અને મરણ મળ્યાં છે. એટલે આપણા પર દુઃખો, ઘડપણ અને મરણ આવે છે.

ઈશ્વર આપણને ખૂબ પ્રેમ કરે છે.

પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે, “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહાન ૩:૧૬) જરા વિચાર કરો, ઈશ્વરે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને ધરતી પર મોકલ્યા અને આપણા માટે તેમની કુરબાની આપી. ભારતમાં રહેતા ૮૬ વર્ષના પ્રભાકરભાઈ જણાવે છે, ‘યહોવાa ઈશ્વરે મારા માટે પોતાનો દીકરો કુરબાન કરી દીધો. સાચે જ, તે મને ખૂબ પ્રેમ કરે છે. તેમણે જે કર્યું એનાથી મને હંમેશ માટેના જીવનની આશા મળી છે.’

ઈશ્વરનો અહેસાન માનવા શું કરવું જોઈએ?

ઈશ્વરે આપણા માટે જે કર્યું છે એનો અહેસાન માનવા તેમનું રાજીખુશીથી માનવું જોઈએ. (૧ યોહાન ૨:૩) યહોવા ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે કે આપણે ખુશહાલ જીવન જીવવા શું કરવું જોઈએ (યશાયા ૪૮:૧૭, ૧૮) ઈશ્વર નથી ચાહતા કે આપણે દુઃખોની ચક્કીમાં પીસાઈએ. તેમણે વચન આપ્યું છે કે જો આપણે તેમનું કહેવું માનીશું તો ખુશ રહીશું અને તે આપણને હંમેશ માટેનું જીવન આપશે. એમાં બીમારી, ઘડપણ કે મરણ નહિ હોય.

દરરોજ ઈશ્વરનું વચન વાંચીએ

એ નર્સ બહાર બેસીને જમતી વખતે બાઇબલમાંથી કંઈક વાંચીને આકાશ તરફ જુએ છે.

ઈશ્વરનું માનીએ, પ્રાર્થનામાં મદદ માંગીએ અને દુનિયાના અંતમાંથી બચી જઈએ

જીવતા રહેવા માટે આપણને ખોરાકની જરૂર પડે છે. પણ ધ્યાન આપો મહાન ગુરુ ઈસુએ કહ્યું હતું “માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.”—માથ્થી ૪:૪.

એ શબ્દો ક્યાં લખેલા છે? શાસ્ત્રમાં એટલે કે બાઇબલમાં. ઈશ્વરે માણસને બાઇબલ આપ્યું છે. એમાં જણાવ્યું છે કે તેમણે અગાઉ શું કર્યું હતું, તે આજે શું કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં તે શું કરશે?

પ્રાર્થનામાં ઈશ્વર પાસે મદદ માંગીએ

માની લો કે તમારે ઈશ્વરના માર્ગે ચાલવું છે, પણ ઈશ્વરને તમારા કામ પસંદ નથી. તો તમે શું કરશો? હિંમત હારશો નહિ. યહોવા ઈશ્વરને સારી રીતે ઓળખો. એનાથી તમને મદદ મળશે.

સકુરાબેનનો દાખલો લઈએ. તે વ્યભિચાર જેવાં કામો કરતાં. પછી તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તે શીખ્યા કે યહોવા ઈશ્વર કહે છે, “વ્યભિચારથી નાસી જાઓ!” (૧ કોરીંથીઓ ૬:૧૮) તેમણે ખોટાં કામો છોડવા પ્રાર્થનામાં યહોવા ઈશ્વર પાસે મદદ માંગી. આખરે એ કામો છોડી દીધાં. આજે પણ તે એવાં કામોથી દૂર રહેવા લડત આપે છે. તે જણાવે છે, ‘મારા મનમાં ખોટા વિચારો આવે ત્યારે હું યહોવાને પ્રાર્થના કરું છું. હું જાણું છું, એકલા હાથે એના પર જીત નહિ મેળવી શકું. પ્રાર્થના કરવાથી યહોવા સાથેનો મારો સંબંધ મજબૂત થયો છે.’ સકુરાબેનની જેમ દુનિયામાં આજે લાખો લોકો યહોવાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. યહોવા ઈશ્વર એવા લોકોને પોતાના જીવનમાં સુધારો કરવા અને સાચા માર્ગે ચાલવા મદદ કરે છે.—ફિલિપીઓ ૪:૧૩.

તમે ભગવાનને જેટલી સારી રીતે ઓળખશો, એટલી સારી રીતે ભગવાન પણ તમને ઓળખશે. તે તમારા મિત્ર બનશે. (ગલાતીઓ ૪:૯; ગીતશાસ્ત્ર ૨૫:૧૪) તેમના આશીર્વાદથી તમે એવી દુનિયામાં જીવી શકશો જ્યાં દુઃખ તકલીફો જ નહિ હોય. પણ એ દુનિયા કેવી હશે? હવે પછીનો લેખ એ વિશે જણાવશે.

a પવિત્ર બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો