૧૩ હેબ્રોનથી પાછા આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાં બીજી ઉપપત્નીઓ+ અને પત્નીઓ કરી. તેને બીજાં દીકરા-દીકરીઓ પણ થયાં.+૧૪ યરૂશાલેમમાં દાઉદને જે દીકરાઓ થયા, તેઓનાં નામ આ છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન,+ સુલેમાન,+૧૫ યિબ્હાર, અલીશૂઆ, નેફેગ, યાફીઆ, ૧૬ અલિશામા, એલ્યાદા અને અલીફેલેટ.