-
૧ કાળવૃત્તાંત ૩:૫-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ યરૂશાલેમમાં દાઉદને આ દીકરાઓ થયા હતા:+ શિમઆ, શોબાબ, નાથાન+ અને સુલેમાન.+ એ ચારેય દીકરાઓની મા બાથ-શેબા+ હતી, જે આમ્મીએલની દીકરી હતી. ૬ દાઉદના બીજા નવ દીકરાઓ આ હતા: યિબ્હાર, અલિશામા, અલીફેલેટ, ૭ નોગાહ, નેફેગ, યાફીઆ, ૮ અલિશામા, એલ્યાદા અને અલીફેલેટ. ૯ આ બધા દાઉદના દીકરાઓ હતા. તેને ઉપપત્નીઓથી પણ દીકરાઓ થયા હતા. તેના દીકરાઓને તામાર+ નામે બહેન હતી.
-