૩૪ યોથામ પોતાના પિતા ઉઝ્ઝિયાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.+૩૫ પણ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં. લોકો હજુ પણ ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા.+ યોથામે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બનાવ્યો હતો.+
૩ ઉઝ્ઝિયા+ રાજા બન્યો ત્યારે ૧૬ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૫૨ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું અને તે યરૂશાલેમની હતી.+૪ ઉઝ્ઝિયા પોતાના પિતા અમાઝ્યાની જેમ, યહોવાની નજરમાં જે ખરું હતું એ કરતો રહ્યો.+