૮ હેશ્બોનની+ દ્રાક્ષાવાડીઓ સુકાઈ ગઈ છે,
સિબ્માહના+ વેલાઓ ચીમળાઈ ગયા છે.
પ્રજાઓના શાસકોએ લાલચટક દ્રાક્ષોથી લચી પડેલી ડાળીઓ છૂંદી નાખી છે.
એ ડાળીઓ છેક યાઝેર+ સુધી પહોંચી હતી.
એ વેરાન પ્રદેશ સુધી પહોંચી ગઈ હતી.
એની ડાળખીઓ છેક સમુદ્ર સુધી ફેલાઈ ગઈ હતી.
૯ એટલે હું જેમ યાઝેર માટે રડું છું, તેમ સિબ્માહના વેલા માટે રડીશ.
ઓ હેશ્બોન અને એલઆલેહ,+ મારાં આંસુથી હું તમને ભીંજવી નાખીશ,
કારણ કે ઉનાળાનાં તમારાં ફળ, તમારી ફસલ લણનારાનો પોકાર બંધ થયો છે.