૨ હવે કોઈ મોઆબના વખાણ કરશે નહિ.
દુશ્મનોએ તેને પાડી નાખવા હેશ્બોનમાં+ કાવતરું ઘડ્યું છે.
તેઓ કહે છે: ‘ચાલો, તેને પ્રજાઓમાંથી ભૂંસી નાખીએ.’
હે માદમેન, તું પણ ચૂપ રહે,
કેમ કે તલવાર તારી પાછળ પાછળ આવે છે.
૩ હોરોનાયિમ+ પ્રદેશથી મોટો પોકાર સંભળાય છે,
કેમ કે તેનો વિનાશ થયો છે, એ પડી ભાંગ્યું છે.