૧૭ એ સમયે તેઓ પર મારો ગુસ્સો સળગી ઊઠશે+ અને હું તેઓને તરછોડી દઈશ.+ જ્યાં સુધી તેઓનો વિનાશ નહિ થાય, ત્યાં સુધી હું મારું મોં તેઓથી ફેરવી લઈશ.+ તેઓ પર ઘણી મુશ્કેલીઓ અને આફતો આવશે.+ પછી તેઓ કહેશે, ‘ઈશ્વર આપણી મધ્યે નથી, એટલે આ આફતો આપણા પર આવી પડી છે.’+